________________
આત્મસંબોધન ]
બીજા પરમાત્મા પણ આવા છે” એમ તને નકકી થશે. નિશ્ચયને જાણ્યા વગર વ્યવહાર નક્કી થશે નહિ, સ્વને જાણ્યા વગર પર જણાશે નહિ. માટે કહે છે કે હે ગી! પરસમુખ વિક૯પ છોડીને, “હું પરમાત્મા છું' એમ સ્વસમ્મુખપણે તમે જાણે !
શાસ્ત્રોમાં બતાવેલ “પરમાત્મા” તે કાંઈ શાસ્ત્રના શબ્દોમાં નથી, તે તે તારામાં જ છે; માટે “હું જ જ્ઞાયક પરમ તત્ત્વ છું” એમ સ્વસમ્મુખ થઈને તું દેખ. અરેરે, પરમેશ્વર હોવા છતાં તું તારા સુખ માટે બાહ્યવિષયનો ભિખારી–રાંકે થઈ ગયે-એ દીનતા તને શેભતી નથી. અંતર્મુખ થઈને તારા પરમાત્મસુખને અનુભવ કર, એમાં જ તારી શોભા ને વીરતા છે. –આ તે વીરને માર્ગ છે દુનિયાના માર્ગથી આ વીરમાર્ગ જુદી જાતનો છે. સંસારના માર્ગથી તે મોક્ષનો માર્ગ જુદો જ હોય ને!
હુ પરમાત્મા છું”—આવી કબુલાત ક્યા ભાવથી કરશે? શું શાસ્ત્રના શબ્દોમાં કે રાગના વિક૯પમાં આવી કબુલાત કરવાની તાકાત છે?—ના. શબ્દોથી પાર, વિકપોથી પાર એવા ચૈતન્યસ્વભાવની સન્મુખતાના પૂર્વ ભાવ વડે જ સ્વીકાર થાય છે કે “હું પરમાત્મા છું. ' અજ્ઞાનીની દૃષ્ટિમાં વિકલ્પની આડને લીધે અંદર બેઠેલે પરમાત્મા–પોતે તેને દેખાતું નથી, તેને વિકલ્પ જ દેખાય છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ છે ને તે નિલિંક૯પદશામાં જ પ્રાપ્ત થાય તેવો છે, માટે હે યેગી ! તું બીજા કોઈ વિકલપ કર્યા વગર આવા આત્માને જાણ. વિક૯પમાં રહીને પરમાત્મા નથી દેખાતા; વિકલ્પ છેડીને અંદર જતાં પરમાત્મા દેખાય છે....ને અપૂર્વ આનંદ થાય છે. પરમાત્મ તત્ત્વને અનુભવ કરવા માટે “હું પરમાત્મા છું” એય વિકલ્પ તારે કર નહીં પડે; વિકલ્પ વગર જ સ્વયં અનુભવમાં આવે એ તારો સ્વભાવ છે.
શુભ વિકલ્પ વડે સમ્યગ્દર્શન પણ નથી પમાતું, તે તેનાથી પરમાત્મપદ તે કેમ પમાય? વિકલપવડે જે સમ્યક્ત્વ માને છે તે પોતાના સમ્યગ્દર્શનને તેમજ પરમાત્મતત્ત્વને રાગમાં લૂંટાવી દે છે. શુભરાગમાં ભગવાન નથી ને ભગવાનમાં શુભરાગ નથી. સર્વે રાગથી જુદો થઈને જે આવા આત્માની શ્રદ્ધા-જ્ઞાન નહીં કર, ને તેને ઈન્કાર કરીને વિરાધના કરીશ........તેના ફળમાં એવી હલકી (વનસ્પતિ વગેરે એકેન્દ્રિય) દશા પામીશ કે “તું જીવ છે” એમ માનવું પણ બીજાને મુશ્કેલ પડશે. અરે, રાગથી લાભ માનીને નિર્દોષ ભગવાન આત્મા ઉપર તું આળ ન દે. જે રાગાદિ દોષ વગરનો છે તેને દોષવાળે માનીને તેના ઉપર કલંકનું આળ નાંખવું તે મિથ્યાત્વની સજા બહુ આકરી છે બાપુ! એના ફળ સહન કરવા બહુ આકરા પડશે. અને, રાગ વગરના નિર્દોષ પરમાત્મતત્વને સત્કાર કરતાં તેના ફળમાં તું પિતે એ અતીન્દ્રિય પરમાત્મા થઈશ... કે ઇન્દ્રિયજ્ઞાનવાળા છે તારા અસ્તિત્વને જાણ પણ ન શકે. –તે ફળ મહાઆનંદરૂપ છે. –હવે તને જે ગમે તે કર.
આ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org