________________
[ યાગસાર-પ્રવચન : ૧૯--૨૦ * ત્રાડ માર જોઈ....તારા અવાજ કાના જેવા છે? બકરાં જેવા છે? કે સિંહ જેવા છે?
१०
1
એમ ચિહ્નથી તેનું સ્વરૂપ ઓળખાવીને કહ્યું ઃ શાર્દૂલકા બચ્ચા ! તું આ બકરીનાં ટાળામાં ન હૈ....આવી જા....આ સિંહના ટોળામાં!
તેમ અહીં, પેાતાના પરમાત્મસ્વરૂપને ભૂલીને ભવમાં ભટકતા ભવ્યજીવાને જગાડવા, સજ્ઞદેવ દિવ્યધ્વનિના સિંહનાદ વડે કહે છે કે અરે જીવ! તું અમારી જાતના પરમાત્મા છે....દેડવાળા-રાગી-નમાલે-તૂચ્છ તુ' નથી, તું તે સજ્ઞશક્તિથી ભરેલે પરમાત્મા છે. નિર્મળ જ્ઞાનદર્પણમાં તારા સ્વલક્ષણને જો....અમારી સાથે તારું' ચેતનપણું મળતુ આવે છે કે રાગ સાથે? ‘હુ' સિદ્ધ...તું સિદ્’....આપણી બંનેની જાત એક જ છે ....આ સંસારમાં પુદ્ગલનાં ટાળાં વચ્ચે રહેવાનું તને શોભતું નથી,- ખાવી જા....આ અનંત સિદ્ધનાં ટાળામાં!
અહા, જુએ તે ખરા....આ વીતરાગી સંતેાની વીર હાક ! આત્માનું પરમાત્મપણુ
દેખાડીને તેઓએ પરમ ઉપકાર કર્યો છે.
સિંહના બચ્ચા જેવા મુમુક્ષુ પહેલા જ ધડાકે પેાતાના પરમાત્મપણાને ઉલ્લાસથી સ્વીકાર કરે છે. ‘ અરે, અત્યારે મારામાં પરમાત્મપણું કેમ હોય’–એમ શંકા કે નકાર નથી કરતા.-આ મુમુક્ષુનું ચિહ્ન છે. શ્રીમદ્દુરાજચંદ્રજી એકવાર જંગલમાં ફરવા ગયેલા.... ભરવાડના બે છોકરા કુતૂહુલભરી જિજ્ઞાસાથી તેમને જોઈ જ રહ્યા....તે પાછા ફર્યા ત્યારે પણ તે છેકરા ત્યાં જ ઊભેલા... તેમની આવી ચેષ્ટા જોઈને શ્રીમદ્ભૂજીએ તેમને લાવ્યા....ને કહ્યું: ભાઈ એ..... આંખ મીંચી જાઓ... ને અંદર વિચાર કરેા કે ‘હું પરમેશ્વર છું, ’ ત્યારે છોકરાઓએ તેમની વાતમાં આડાઅવળા કોઈ ત ન કર્યાં પણ તેમની વાતનું અનુસરણ કર્યું..—તેમનું પરમાત્મપણું તેમના કાને તે પડયુ...!! તેમ અહીં સર્વજ્ઞભગવાન અને સંતે તને તારું પરમાત્મપણુ સંભળાવે છે...અંતમુ ખ થઈ ને તુ તેના સ્વીકાર કર....તા તુ જરૂર પરમાત્મા થઈશ. અહા, જેની પાસે આખા ભગવાન છે તેને બીજા કોની જરૂર છે? સર્વજ્ઞના આવા સિંહનાદ ઝીલીને સાધક જાગી જાય છે. ને ‘હું સિદ્ધ છું”—એમ પાતે પણ સિદ્ધસ્વભાવની શ્રદ્ધાના સિંહનાદ કરતા-કરત સિદ્ધોના ટોળામાં પહેાંચી જાય છે.
સાધકના અંતરમાંથી સિદ્ધપદના રણકાર ઊઠે છે: વાણીયાને દીકરે....ભલે ગરીબ ...પણ વાણીયાની નાતને છે, લગ્નના મંડપમાં તે નાતના જમણમાં તે બધાયની ભેગા જ બેસશે, ને બધાય જે જમશે તે જ તે જમશે; અછૂતની જેમ તે આદ્યા નહિ રહે, બહાર નહીં રહે; તેમ અમે સાધક ભલે નાના....પણ સિદ્ધની નાતના છીએ....તેમનાથી અમે જુદા કે આઘા નહીં રહીએ, તેમની સાથે જ મેાક્ષના માગ માં અમેય તેમના જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org