________________
આત્મસંબંધન ] આ રીતે શુદ્ધાત્માને ઉપાદેય કરતાં જ સર્વે રાગ હેય થઈ જાય છે. રાગના અંશનેય જે ઉપાદેય જાણે તે જીવ, ભગવાન આત્માને રંગવાળ-મેલ માનીને તેને તીરસ્કાર કરે છે, રાગ વગરના શુદ્ધ આત્માને તે જાણતા નથી.
- આત્માને જાણવાનું ને ઉપાદેય કરવાનું સાધન શું ? કે પિતાના આત્માનું ચિંતનમનન તે જ તેનું સાધન છે. તેને સંસાર નીરસ લાગે ને ચૈતન્યસુખની ખરેખરી લગની જાગે તે પછી બીજે કયાંય સાધન ગોતવા માટે તારે જવું નહીં પડે; તારો આત્મા પોતે જ તારું સાધન થઈ જશે. અહીં તો કહે છે કે આ અનુભવ ગૃહસ્થનેય થાય છે—જે અંતરમાં પાત્રતા કરે તે. - જીવને ગૃહસ્થપણારૂપ રાગપર્યાય છે પણ તેટલે જ કાંઈ જીવ નથી, તે જ વખતે ત્યાં જીવન પરમ ચૈતન્યસ્વભાવ વિદ્યમાન છે, મમતાના કાળેય સમતાને પિંડ વિદ્યમાન છે, તેના સ્વીકારથી ધર્મીને, ગૃહ-રાગ વખતેય મેક્ષમાર્ગરૂપ ધર્મ ચાલુ જ રહે છે..... તથા કવચિત નિર્વિકલ્પ ઉપગ વડે આનંદમય ધ્યાન પણ તેને થાય છે. ગૃહસ્થને એકવું બંધન અને રાગ જ હોય છે –એમ નથી, છૂટવાને માર્ગ અને શાંતભાવ પણ તેને હોય છે; શુભાશુભરાગ તેમજ ચૈતન્યનું જ્ઞાન બંને સાથે વતે છે, એટલે આસવ-બંધ તેમજ સંવર-નિરા ચારે તો તેને હેય છે. ગૃહસ્થને જેટલે રાગ છે તેટલું બંધન છે, અને તે જ વખતે તેને આત્મજ્ઞાન સહિત જે અકવાયભાવ વતે છે તે માનું કારણ છે. ધર્માત્માની આવી અટપટી દશાને કઈ વિરલા જ ઓળખે છે; અને જે ઓળખે છે તેને રાગ અને જ્ઞાનનું અપૂર્વ ભેદજ્ઞાન થઈ જાય છે. તેથી તેને કહ્યું છે કે “જિબૂત
ધારિ મોદે વરિ સાત હૈ દાટી...છ ખંડના રાજ વચ્ચે રહેલા ભરતચક્રવતી વગેરેને અંતરમાં આવી દશા હતી, છ ખંડને સાધતી વખતે તેઓ મેક્ષના સાધક હતા; અખંડ ચૈતન્યના શ્રદ્ધા--જ્ઞાન તે વખતે તેમને વર્તતા હતા. - ષ શ્રાવકના ચિત્તમાં જિનદેવ બિરાજે છે, વીતરાગ સ્વભાવની તેને લગની લાગી છે, અંદરના ભાવમાં દિનરાત તેને જ આદર-બહુમાન વર્તે છે, જે તેમ ન હોય તે ધર્મદશા જ ન રહી શકે.
મેક્ષમાર્ગનું મોટું સાધન તે મુનિ કરે છે, ગૃહસ્થને મુનિ જેટલું સાધન નથી હોતું પણ તેને એકદેશ હોય છે, છતાં બંનેને પૂર્ણાનંદસ્વભાવનો જ આદર છે, રાગને આદર કેઈને નથી. મોટો ભાગ મુનિને ને ના ભાગ ગૃહસ્થને–ભલે નાને, પણ છે તે મોક્ષમાર્ગને જ કટકે, રાગને જે ધર્મ માને તેને તે ધર્મ કે મોક્ષમાર્ગ જરાય હોતું નથી.
ધર્મી-ગૃહસ્થને રામાં હોય તે જુદી વાત છે પણ આદરબુદ્ધિ તે પિતાના ચૈતન્યભાવમાં જ છે. ધમ-ગૃહસ્થને કઈ ક્ષણે જિનપૂજા-સ્વાધ્યાય વગેરે શુભરાગ હોય, કે ક્ષણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org