________________
૨૬ }
સર-પ્રવચન : ૧૦-૧૧ બહિરામભાવથી ભવદુ:ખ, અંતરામભાવથી મોક્ષસુખ. માટે હે જીવ! નિજરૂપને જાણીને તું અંતરાત્મા થા.
બહિરાત્મા છવ શું માને છે અને તેનું ફળ શું છે? તથા અંતરાત્માજીવ શું માને છે ને તેનું ફળ શું છે?—તે વાત ત્રણ દોહામાં બતાવે છે–
देहादिउ जे पर कहिया ते अप्पाणु मुणेइ । सो बहिरप्पा जिण भणिउ पुणु संसारु भमेइ ।। १० ।। देहादिउ जे पर कहिया ते अप्पाणु ण होहि । इउ जाणेविणु जीव तुडं अप्पा अप्प मुणेहि ॥११॥ દેહાદિક જે પર કહ્યાં. તે માને નિજરૂપ; તે બહિરાતમ જિન કહે, ભમતો તે ભાવકૂપ. (૧૦) દેહાદિક જે પર કહ્યાં, તે નિજરૂપ ન થાય;
એમ જાણીને જીવ તું, નિજરૂપને નિજ જાણે. ( ૧૧ ). દેહાદિક પદાર્થોને પર કહેવામાં આવ્યા છે, તે કદી આત્મારૂપ થતાં નથી, છતાં હે જીવ! બહિરાત્મબુદ્ધિથી તું તે દેહાદિકને પોતારૂપ માનીને ભવમાં ભમી રહ્યો છે. પણ હવે, તે દેહાદિક પરદ્રવ્ય કદી નિજરૂપ થતા નથી એમ તું જાણ, ને આત્માને જ આત્મા જાણુ.જેથી તારું ભવભ્રમણ મટે.
આ ચૈતન્યસ્વરૂપ આત્મા દેહરૂપ નથી, ધાદિ પણ તેનું સ્વરૂપ નથી. છતાં “હું ક્રોધી, હું રાગી, હું મનુષ્ય ” એમ અજ્ઞાની પિતાને શરીરાદિરૂપ માને છે, ને ક્રોધાદિને અનુભવીને સંસારમાં દુઃખી થાય છે. માટે હે જીવ! તું તારા નિજરૂપને જાણ ને પર નિજરૂપ ન માન. પરને નિજરૂપ માનવા છતાં અનંતકાળમાંય કોઈ પરદ્રવ્ય પિતારૂપ તે થયું નહીં. જુદું છે તે જુદું જ રહે છે. પ્રભો ! તું જ્ઞાનસ્વરૂપ જ છો. તારા ચૈતન્યભાવમાં રાગનય પ્રવેશ નથી તે જડ-શરીરાદિને તે પ્રવેશ ક્યાંથી હોય? તે તારાં કેમ થાય? ચારગતિના શરીર કે તે સંબંધી ઉદયભાવે પણ તારું સ્વરૂપ નથી. એમાંથી તારું ચૈતન્યસ્વરૂપ જુદું પાડી લે.
જિનદીક્ષા લઈને સમ્યગ્દષ્ટિ જીવ મુનિ થાય ત્યારે “પંચમહાવ્રત અંગીકાર કર્યા, અથવા દર્શનાચાર–જ્ઞાનાચાર વગેરે પંચાચાર અંગીકાર ક્ય”—એમ પણ કહેવામાં આવે, પણ તે તે શુદ્ધતા સહિતની વાત છે; શુદ્ધતા સાથે એવી મર્યાદાવાળા જ આચરણ હોય છે, તેનાથી વિશેષ રાગ હેતું નથી અને તે પણ કયાં સુધી ? કે પૂર્ણ શુદ્ધતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org