________________
આત્મસંબંધન ].
૧૭૭ શાંતરસને નરકમાંય તે ગટગટાવે છે–
ચિમૂરતિ દગધારિકી મોહે રીતિ લગત હૈ અટાપટી;
બાહિર નારકી–કૃત દુઃખ ભોગે, અંદર સુખરસ ગટગટી.”
નારકીકૃતદુઃખ” તે ઉદયભાવ, “અંદર સુખરસ ગટગટી” તે જ્ઞાનભાવ; એ બંને ભાવ તે સમ્યગ્દષ્ટિને એકસાથે વર્તી રહ્યા છે...એને જુદા પાડીને ઓળખવા તે અટપટું છે,–ભેદજ્ઞાન વડે જ તે જુદા ઓળખાય છે. રાગને-દુઃખને તે લેકે દેખે છે, પણ ઘર્મીના અંદરના સમ્યકત્વની દશા કઈ ન્યારી છે–જે રાગ કે દુઃખને સ્પર્શતી જ નથી, તેને કેઈ વિરલા જ ઓળખે છે.
સમ્યગ્દર્શનસહિત આરાધકદશામાં જે પુણ્ય બંધાય તે પણ વિશેષ હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ એકવાર કહ્યું છે કે હવે ફરીને આવું હલકું શરીર નહીં મળે; હવે જે એકાદ શરીર મળશે તે અપૂર્વ હશે-કેમકે આરાધભાવ સહિતનું શરીર પૂર્વે કદી મળ્યું ન હતું. સમ્યકત્વ થતાં જીવ બધાય અશુભકર્મોના સ્થિતિરસના મોટાભાગને તેડી નાંખે છે, ને શુભકમેને રસ વધી જાય છે. એક બંધાઈ ગયેલું આયુ બદલતું નથી તે પણ, જે નરકનું આયુ બંધાઈ ગયું હોય તો તેની સ્થિતિ તેડીને અલ્પ કરી નાંખે છે.
સમ્યકત્વના ચૈતન્ય-તેજની તે વાત જ શી !—એ તે અતીન્દ્રિય છે અને તેને પુણ્યપ્રતાપ પણ કઈ અનેરે હોય છે; અખંડ તત્વને આરાધક તે જીવ કોઈ ખંડિત અવયવમાં (કણો-લંગડે વગેરે દશામાં) અવતરશે નહીં, ચૈતન્યની પ્રભુતાને આરાધક તે હવે દીન-દરિદ્રીપણે અવતરશે નહીં. તેને તેજ-પ્રતાપ-પ્રભાવ કોઈ અનેરે હશે, તે
જ્યાં જશે ત્યાં ધર્મકાળ હશે...તે “માનવલિક” તરીકે પૂજાશે.-ઇત્યાદિ ઘણે મહિમા સમતભદ્રસવામીએ રત્નકરંડશ્રાવકાચાર કલેક ૩૫-૩૬ વગેરેમાં કર્યો છે.
અહીં કાંઈ પુણ્યની મહત્તા નથી બતાવવી, પણ સમ્યકત્વની મહત્તા બતાવવી છે. સમ્યકત્વ પહેલાં બંધાઈ ગયેલા કર્મના ઉદયને કારણે કદાચ તે નરકમાં હોય, દીન -દરિદ્રપણામાં હોય, ચંડાળ કૂળમાં હોય....તેથી કાંઈ તેનું સમ્યકત્વ દોષિત નથી, તેનું સમ્યકત્વ તે દેવેન્દ્ર વડે પણ પ્રશંસનીય છે. બહારના ચીંથરાને ન જુઓ, અંદરના તેજસ્વી ચૈતન્ય-રત્નને દેખો.
આમ સમ્યકત્વને મહિમા જાને હે જીવ! તું તેની દઢ આરાધના કર.
આ. ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org