________________
{ યોગસાર–પ્રવચન : ૮૫ – ગુણવંત જ્ઞાની ! અમૃત વરસ્યા છે પંચમકાળમાં.... –રે ચૈતન્ય પ્રભુ! અમૃત વરસ્યા છે તારા આભમાં....
– ચેતન પ્રભુજી! ચેતન-સંપદા રે તારા ધામમાં...
એવા પદ જ્યારે-જ્યારે ગુરુદેવ બેલતા ત્યારે–ત્યારે શ્રોતાજને અધ્યાત્મરસની મસ્તીમાં ડેલી ઊઠતા...તે તાળીના ગડગડાટ વડે હર્ષોલ્લાસ પ્રગટ કરતા.
આવા ખાસ પ્રિય આ દોહરાના પ્રવચનમાં ગુરુદેવ કહે છે–
અહો, આ તે ભગવાનના દેશની વાત છે. જેને પરદેશમાંથી નીકળવું હોય ને સ્વદેશમાં આવવું હોય....એટલે કે સંસારથી છૂટીને મેક્ષમાં આવવું હોય, તેને માટે આ વાત છે.
“ભ...ગ...વા....ન........આ...ત્મા !”—તેમાં શક્તિઓ અનંત છે, પણ એક્રેય શક્તિ એવી નથી–જે રાગને રચે કે પરને રચે. આવા નિર્મળ આત્માને પ્રેમ કરીને તેને જાણે તે મોક્ષને પામે.
| હે જીવ! તારા ચેતનને ગ્રહણ કરતાં તેમાં સર્વે ગુણોનું ગ્રહણ થઈ જાય છે.... અનંતગુણની અનુભૂતિ...તેમાં વિકલપને અવકાશ નથી. આત્મા સ્વભાવથી જ પિતાની શુદ્ધ પરિણતિને કર્તા–ભકતા છે, તેમાં પણ “આત્મા કર્તા ને શુદ્ધપર્યાય કાર્ય ”—એવા ભેદનેય વિકલ્પ નથી. વિકલ્પ વગર, સિદ્ધપ્રભુની જેમ તે પિતાના સહજ સુખને કર્તા-ભોકતા છે. અનંતગુણના અતીન્દ્રિય પરમ આનંદને ભાવ આત્મામાં સેઠસ ભર્યો છે, તે અનંત આનંદ માટે કોઈ મોટા-અનંતક્ષેત્રની જરૂર નથી, તેના સ્વભાવમાં એવું મહાન–અચિંત્ય સામર્થ્ય છે. કે અસંખ્ય પ્રદેશો અતીન્દ્રિય મહા આનંદરસમાં તરબળ-રસબળ છે. અસંખ્ય પ્રદેશમાં એ કઈ ખાલી ભાગ નથી કે જ્યાં અતીન્દ્રિય આનંદનો રસ ન હોય.—માટે તેને આનંદથી ને અનંતગુણથી ઠસેઠસ ભરેલે કહ્યો. અનતગુણના રસને જે અખંડ પિંડ. તેમાંથી અનંતા પરમાત્મપદને પ્રસવ થાય છે.... પરમાત્માની ઉત્પત્તિનું સ્થાન આત્મા પિતે છે, તેને સેવતાં–ધ્યાવતાં આમા પિતે પરમાત્મા થાય છે. માટે હે ભવ્ય જીવો! જૈનશાસનમાં આવા શાશ્વત આનંદમય પરમ તત્વને પામીને આજે જ તમે તેને અનુભવ કરે...આજે જ પરમ આનંદરૂપે પરિણમે.
[ જાણે અત્યારે જ કેવળી ભગવાન બોલતા હેય ને પોતાને તે ધ્વનિ સંભળાતે હેય...તેવા પ્રમોદ ભાવથી ગુરુદેવ કહે છે કે –
આહા! જુઓ, કેવળીભગવાન આમ બોલે છે –( “વેઢિ પ્રેમ મળત્તિ...”) કે જ્યાં આત્મા છે ત્યાં સર્વે ગુણ ભર્યા છે. ગીઓ તેને ધ્યાવીને સિદ્ધપદને સાધે છે. રે જીવ! તું પણ નિર્મળ આત્માનો પ્રેમ પ્રગટ કરીને તેનો અનુભવ કર, તેનું ધ્યાન કર. તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org