________________
આત્મસંબોધન ] કેવળી ભગવંતે અત્યારે વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ બિરાજે છે તે બધા અરિહંત ભગવંતનું શુદ્ધસ્વરૂપ જેણે પોતાના જ્ઞાનમાં સ્વીકાર્યું તેને સમ્યગ્દર્શન થાય છે. પિતે એવા અરિહં તેને સાક્ષાત્કાર કરીને શ્રી કુંદકુંદ આચાર્ય દેવ કહે છે કે—
જે જાણતો અહં તને ગુણ-દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આમને, તસુ મોહ પામે લય ખરે. અરિહંત ભગવાનના દ્રવ્ય ને ગુણ પૂર્ણ ચૈતન્યમય છે, તેમની પર્યાય પણ સર્વજ્ઞતાથી પરિપૂર્ણ અને રાગ વગરની છે.–આવા અરિહંતને જાણીને પિતાના આત્માને તેમની સાથે મેળવે છે. દ્રવ્યથી ને ગુણથી મારો આત્મા પણ અરિહંત ભગવાન જેવો જ છે–એમ
જ્યાં પૂર્ણ સ્વરૂપની પ્રતીત કરવા અંતરમાં જાય છે ત્યાં તેને પયયમાં સમકિત થાય છે ને મિથ્યાત્વનો નાશ થઈ જાય છે, એટલે તે પણ ભગવાનને નાતીલે થે. હું શરીરને રાગ કે સંસારને નાતીલે નહીં, હું તે સર્વર પરમાત્માને નાતીલે છું—એમ નિશંકપણે તે મોક્ષના મંડપમાં પ્રવેશ કરે છે.–જેમ નાતીલા લોકે તે લગ્નમંડપમાં નિઃશંકપણે આવે છે તેમ સાધક કહે છે : હે ભગવાન! હવે હું તમારો નાતીલે થયો છું, નિઃશંકપણે મેક્ષમાર્ગમાં દાખલ થયે છું, ને થોડા જ કાળમાં સિદ્ધાલયમાં આવીને તમારી પાસે બેસવાને છું.–આમ અરિહંતની જાત સાથે પોતાની જાતને ભેળવીને સાધકદશા ખીલે છે. ભગવાનની જાતથી પિતાની જાતને જુદી રાખીને સાચા નમસ્કાર થાય નહિ ને સાધકપણું પ્રગટે નહીં.
અરિહંતના શુદ્ધસ્વરૂપને જાણીને તેમની સાથે પોતાના આત્માની મેળવણી કરે છે કે, આ ભગવાન રાગ વગરના સર્વે..તે મારામાં રાગ ને અપજ્ઞતા કેમ? ભગવાનને આ પૂર્ણતા ક્યાંથી આવી?–કે અંદરના દ્રવ્ય-ગુણ પરિપૂર્ણ છે તેમાંથી તે મારામાંય એવા દ્રવ્ય-ગુણ તે છે.—એમ અંદર નજર કરતાં જ દેખાય છે કે મારો આત્મા પરિપૂર્ણ સ્વરૂપ છે.–આવી પ્રતીત થતાં જ પર્યાય તેમાં એકાગ્ર થઈ જાય છે, તે પર્યાયમાંથી દર્શન મેહને નાશ થઈ જાય છે, ને એવું સમ્યગ્દર્શન પ્રગટે છે કે અપ્રતિતપણે અલ્પકાળમાં જ તે જીવ કેવળજ્ઞાન લેશે.
અરિહંતના નિર્ણય સાથે પોતાના સ્વભાવને પણ નિર્ણય કરીને નમસ્કાર કરે છે. પ્રવચનસારના મહાન મંગલાચરણમાં પંચપરમેષ્ઠીભગવંતને નમસ્કાર કરતાં આચાર્યદેવ કહે છે કે હે ભગવાન! આપને વંદન કરનાર હું કે શું ?—“આ સ્વસંવેદનપ્રત્યક્ષ દર્શન-જ્ઞાન સામાન્યસ્વરૂપ એ હું....શ્રી વર્તમાનદેવને પ્રણમું છું.....” પ્રભે! હું પણ આપના જે જ્ઞાનદર્શનસ્વરૂપ છું..આપની જ જાતને છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org