________________
આત્મસંબંધન ].
- સિદ્ધભગવાન તે એક્ષપુરી પધાર્યા.....તે ભગવાન કાંઈ ઉપરથી અહીં ઊતરતા નથી, પણ તેમને જ્ઞાનમાં લઈને, તેમના જેવું પિતાનું શુદ્ધસ્વરૂપ અનુભવમાં લેતાં નિર્વિકલ્પ આનંદસહિત સિદ્ધભગવાન જે ભાવ પિતામાં પ્રગટે છે, તે ભાવમાં અનંત સિદ્ધ ભગવંતે સમાઈ જાય છે. રાગમાં સિદ્ધભગવાન ને પધારે, પણ સાધક રાગવગરના પિતાના સ્વસંવેદનજ્ઞાનની અંદર અનંત સિદ્ધભગવંતોને સમાવે છે. આનંદથી સ્વીકાર કરે છે કે અહે પ્રભે! મારી નિર્વિક૯૫ પર્યાયમાં આપ પધાર્યા. જેણે આવી દષ્ટિ–અનુભૂતિ કરી તેણે પિતાની પર્યાયરૂપ સ્વઘરમાં અનંત સિદ્ધભગવતેને પધરાવીને નમસ્કાર કર્યા.
જુઓ, આ સાધકના ભાવમાં, સિદ્ધપ્રભુને નમસ્કારરૂપ અપૂર્વ માંગળિક....ને અપૂર્વ વાસ્તુ ! અરિહંત ને સિદ્ધ આત્મા કેવા છે...તથા તેમને વંદન કરનારના ભાવમાં શ્રદ્ધાજ્ઞાનની કેવી શુદ્ધતા હોય છે. તેની આમાં વાત છે. તેની નજરમાં સિદ્ધ જે એક શુદ્ધ આત્મા જ તરવરે છે.....પોતાના જ્ઞાનમાં બિરાજમાન અનંત સિદ્ધોનાં ટોળાંતે જ નમવાયેગ્ય ચીજ આ જગતમાં છે, ને રાગાદિ કઈ ચીજ આ જગતમાં આદરવા યોગ્ય નથી–એવી જેને દષ્ટિ થઈ છે, તેના જ્ઞાનમાં અનંત સિદ્ધોને વાસ છે, ને તેણે જ સાચું નમો સિદ્ધા કર્યું છે.
તા. ૬-૪-૬૬ ના રોજ ચીમનલાલ ઠાકરશી મેદીના નવા મકાનનું વાસ્તુ હતું, ત્યાંનું આ પ્રવચન છે; તેના અનુસંધાનમાં ગુરુદેવ કહે છે--]
જુએ, આજે આ નવા મકાનનું વાસ્તુ છે ને આ નવા શાસ્ત્રના (ગસારના) વ્યાખ્યાનની શરૂઆત પણ આજે જ થાય છે. તેનું આ અપૂર્વ માંગલિક છે....
એક શ્રોતા–અહીં તો પહેલાં ખાડા હતા..... –હા, ખાડામાંથી જેમ આ ઊંચું મકાન થયું, તેમ જીવની પર્યાયમાં અનાદિથી રાગ-દ્વેષ મેહરૂપ ખાડો હતો, તે મટાડીને અંદર સિદ્ધપદના ઊંચા બંગલા કેમ કરવા તેની આ વાત છે. ભાઈ, પહેલાં સિદ્ધ, જેવા પિતાના શુદ્ધ આત્માને લક્ષમાં લે.....ત્યાં મિથ્યાત્વને ખાડો પૂરાઈ જશે ને સમ્યકૃત્વ -મહેલમાં અનંત સિદ્ધભગવંતેનું વાસ્તુ થશે.
સમવસરણસભાની વચ્ચે ગણધરો-ઈન્દ્રો અને ચક્રવર્તીની ઉપસ્થિતિમાં ભગવાન સર્વજ્ઞદેવે આમ કહ્યું છે કે હે જીવ! તું સિદ્ધસમાન છો....અમે તને સિદ્ધસમાન જોઈએ છીએ...અને તું પણ એમ જોતાં શીખ! જેમ ઊંડી ગુફામાં જઈને બેલે કે “હે ભગવાન...તમે પૂર્ણ છે...” ત્યાં સામેથી પણ એવો જ પડશે (પ્રતિઈદ) આવે છે કે “હે ભગવાન..તમે પૂર્ણ છે ...” તેમ ચૈતન્યની ઊંડી ગુફામાં પ્રવેશીને સિદ્ધનું શુદ્ધસ્વરૂપ લક્ષમાં લેતાં પિતાનું પણ તેવું જ શુદ્ધસ્વરૂપ લક્ષમાં આવે છે.....અંદરની અનુભૂતિની ગુફામાં સિદ્ધપદના પડઘા પડે છે કે “સિદ્ધ સમાન સદા પદ મેરે...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org