________________
૧૨૨ ]
[ સાર-પ્રવચન : ૬૨-૬૩ હોય તે, બીજા કેઈની આશા-અપેક્ષા રાખ્યા વગર, આત્માથી જ આત્માને જાણ. આત્મામાં પિતામાં એવી અચિંત્ય તાકાત છે કે પોતે જ પોતાને સ્વાનુભવથી જાણી લે. એમાં કોઈ બીજાની જરૂર પડતી નથી...ને એનું ફળ ઘણું મહાન છે. અહા, જેના ફળમાં આત્મા પોતે પરમાત્મા થઈ જાય –તે આત્મજ્ઞાનની શી વાત ! સમ્યગ્દર્શનાદિ તે અત્યારે જ આત્માને જાણતાં વેંત થઈ જાય છે, ને તેના ઉત્કૃષ્ટ ફળમાં કેવળજ્ઞાન તથા મોક્ષસુખ પમાય છે. સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીના બધાય આનંદદાયક ફળ આત્મજ્ઞાન વડે પમાય છે. જેઓ સિદ્ધ થયા છે તે બધાય આત્મજ્ઞાન વડે જ સિદ્ધ થયા છે.
જેણે આત્મા જાણે તેણે બારગ જાણ્યા; જેણે આત્મા જાયે તેણે સર્વ જાણ્યું. હે ભાઈ, આત્માને જાણવા માટે તારા ઉપગને આત્મામાં જડ....તક્ષણ અપૂર્વ આનંદ સહિત તને આત્મા અનુભવમાં આવશે. આ “ગસાર” –શાસ્ત્ર ભેગીન્દુમુનિએ રચ્યું છે; તેઓ નામથી પણ યોગી છે ને ભાવથી પણ યોગી છે...“ગ”—ને આત્મામાં જોડીને સિદ્ધ જેવા આત્મઆનંદમાં ઝૂલતા-ઝૂલતા મેક્ષમાં જઈ રહ્યા છે...ને ભવ્યજીને પણ “આત્મ-યેગ” ની સારભૂત વાત બતાવી રહ્યા છે. ઉપગને આત્મામાં જે તે યોગ-સાર” છે, તે મોક્ષમાર્ગ છે. ઉપગને આત્મામાં જેડીને આત્માને જાણતાં જે મહા આનંદ થાય છે–તેની શી વાત ! તે આનંદ પાસે ઇન્દ્રપદ કે ચક્રવતી પદના વૈભવની ગણતરી કાંઈ નથી. તે ઈન્દ્રપદને કે ચક્રવર્તી પદને અમે આત્મજ્ઞાનનું ફળ નથી કહેતા, –અરે, એ તે રાગનું-વિકારનું ફળ છે. આત્મજ્ઞાનનું ફળ તે અતીન્દ્રિય જ્ઞાન-આનંદરૂપે આત્મામાં જ સમાય છે, બહારમાં નથી આવતું. આવું આત્મજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદનું વેદન ગૃહસ્થપણામાંય ધર્મીને થાય છે. અહા, જેના પેટમાં પરમાત્મા બેઠા છે એવા આત્માને અંતરદષ્ટિથી દેખતાં, જગતમાં એવું કયું ફળ છે કે જેની પ્રાપ્તિ ન થાય? જ્યાં પરમાત્મા પિતે મળ્યા ત્યાં બીજું શું બાકી રહ્યું! જેના ફળમાં સાધ્ય -સિદ્ધદશા થાય તેના ફળમાં સાધકદશા (રત્નત્રય) તે પહેલાં જ થઈ જાય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ તે બધુંય આત્માના જ્ઞાનથી પમાય છે.
અહો, આત્મજ્ઞાનને આવો અપાર મહિમા જાણીને હે જીવ! તું તેનો ઉલલાસ કર...કે કેવળજ્ઞાન ને મેક્ષફળ હું મારા આત્માને જાણીને શીધ્ર પ્રાપ્ત કરીશ. આત્મસ્વભાવ પ્રત્યે ઉલ્લસિત વીર્યવાળે જીવ મેક્ષને અધિકારી છે. અહા, પરમ ચૈતન્યતત્વના અનુભવનું ફળ તો કોઈ મહાન–અલૌકિક જ હોય ને? આવું ફળ સાંભળતાં જ મુમુક્ષુછવને અનુભવને મહાન ઉત્સાહ જાગે છે.
અતરમાં જ્યાં પોતાના સ્વભાવને દેખ્યો કે તરત મને મોક્ષને વીલાસ થાય છે ને નિઃશંક-નિર્ણય થઈ જાય છે કે હવે આ સ્વભાવમાંથી કેવળજ્ઞાન અને અનંતસુખ થશે. બસ, પિતાના મેક્ષને એણે નજરે દેખી લીધે...શ્રદ્ધાઅપેક્ષાએ તે મોક્ષ થઈ ગયે. એને કઈ પ્રદેશ રાગને રસ ન રહ્યો. આનંદમય પગલે તે સર્વજ્ઞપદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org