________________
આત્મસંબંધન ]
[ ૧૨૧
આત્મજ્ઞાનનું ઉત્તમ ફળ : કેવળજ્ઞાન ને શાશ્વત સુખ
अप्पइ अप्पु मुणंतयहं कि हा फलु होइ । केवलणाण वि परिणवइ सासय-सुक्खु लहेइ ॥६२॥ जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणंति ।
केवलणाण-सरुव लइ ते संसारु मुचंति ॥६३॥ નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય? પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. (૬૨) જે પરભાવ તજી મુનિ જાણે આપથી આપ;
કેવળજ્ઞાન–સ્વરૂપ લહી, નાશ કરે ભવ તાપ. (૬૩) આત્મા કેમ જણાય?–બંને દેહામાં કહ્યું છે કે આત્મા આત્માથી જણાય; ઈન્દ્રિયથી કે રાગથી આત્મા ન જણાય; આત્મા પોતે જ અંતર્મુખ સ્વસંવેદન વડે આત્માને જાણે છે. આ રીતે આત્માને જાણતાં કેવળજ્ઞાન અને શાશ્વત સુખ પણ પમાય છે, તે બીજું કયું ફળ ન થાય? આત્માને આત્માથી જાણતાં અત્યારે જ અતીન્દ્રિય આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય છે. આત્માને જાણનારા મુનિવરે સમસ્ત પરભાવ છોડીને કેવળજ્ઞાનસ્વરૂપને પામે છે ને સંસાર છોડીને મિક્ષમાં જાય છે.
=
==
uinen
Silhill.
:
-
1
આત્મજ્ઞાનને મહિમા અપાર છે. આત્માને કઈ રીતે જાણો ને તેનું ફળ કેવું મહાન છે! તે અહીં બતાવ્યું. જુઓ, પુણ્ય-રાગથી આત્મા જણાય એમ નથી કહ્યું, તથા આત્માને જાણવાના ફળમાં સ્વર્ગાદિ મળે –એમ ન કહ્યું, –એ તે પુણ્યનું ફળ છે; આત્મજ્ઞાનથી તે કેવળજ્ઞાન અને શાશ્વત સુખ મળે છે, મેક્ષ મળે છે. તારે સુખ જોઈતું
આ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org