SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ] ગાર-પ્રવચન : ૫૮-૫૯ [ આ પદાર્થોના દષ્ટાન્તની જેમ, તીર્થંકરાદિ મહા પુરુષોના જીવનચરિત્ર દ્વારા પણ આત્માને સમજ. મહાપુરુષનું જીવન એમ બતાવે છે કે આત્મામાં પરમાત્માપણું છે, તેને ઓળખીને તે પિતે પરભાવેને તેડીને પરમાત્મા થઈ શકે છે. ] (૫૭) આકાશના દુષ્ટાન્ત શુદ્ધજીવની સમજણ देहादिउ जो परु मुणइ जेहउ सुण्णु अयासु । सो लहु पावइ बंभु पर केवल करइ पयासु ॥ ५८ ॥ जेहउ सुद्ध अयासु जिय तेहउ अप्पा वुत्तु । आयासु वि जडु जाणि जिय अप्पा चेयणु वंतु ।। ५६ ॥ દેહાદિકને પર ગણે, જેમ “શૂન્ય’ આકાશ; તો પામે પર બ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. (૫૮) જેમ “શુદ્ધ”—આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ; જડરૂપ જાણો વ્યોમને, ચિત લક્ષણ છવ. (૫૯) ઉપર નવ દુષ્ટતે કહ્યા, હવે આ બે દેહામાં આકાશના દષ્ટાંતે શુદ્ધજીવનું સ્વરૂપ સમજાવે છે. પ્રથમ દોહામાં આકાશની “શૂન્યતાનું ઉદાહરણ છે ને બીજા દેહામાં આકાશની “શુદ્ધતાનું ઉદાહરણ છે. આકાશ જડ-અચેતન છે, આત્મા ચેતન છે, પણ શુદ્ધતા માટે અહીં તેનું દષ્ટાંત છે. “ આત્મા આકાશ જેવો છે” –એટલે કાંઈ આકાશ જે તે જડ નથી પણ આકાશની જેમ પરથી અલિપ્ત, શુદ્ધ તથા બીજાના આધાર વગરને પોતે પિતામાં રહેલું છે, આકાશ ક્ષેત્રથી મે-મહિમાવંત છે ને આત્મા....જ્ઞાનથી મોટો મહિમાવંત છે. અનંત.. અનંત...અનંત....જેની અનંતતાનો કોઈ પાર નથી એવા અલકાકાશમાં એકલા આકાશ પિતે સિવાય બીજું કાંઈ રહેલું નથી, શૂન્ય છે, તેમ જ્ઞાનાદિ અનંત-અનંત ગુણોથી ભરેલે મહાન આત્મા.....પોતે એકલે પિતામાં રહેલું છે, તેના સ્વભાવમાં કઈ પરભાવનો કે પર પદાર્થને પ્રવેશ નથી, દેહ પણ તેનાથી ભિન્ન છે, ને કર્મ પણ ભિન્ન છે, -આવા શુદ્ધ આત્માને હે જીવ! તું જાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy