________________
આત્મસંબોધન |
( ૧૧૫ ૬. સુવર્ણ: જેમ સુવર્ણ પાષાણમાં જ શુદ્ધ સેનું રહેલું છે, તે જ પ્રવેગ વડે તેમાંથી નીકળે છે, તેમ સંસારી આત્મામાં શુદ્ધજીવસ્વભાવ રહેલું છે, ધ્યાન અગ્નિ વડે કષાયકલંકને ભસ્મ કરતાં તે પોતે જ શુદ્ધ પરમાત્મા બની જાય છે. –આમ સે ટચના સોના જે શુદ્ધ આત્મસ્વભાવ તારામાં છે. તેને તું જાણુ.
૭. રૂપું : ચંદી...બીજા સાથે રહેવા છતાં પિતાના ઉજળા સફેદ ચમકદાર સ્વભાવને છોડતી નથી, તેમ આત્મા શરીર-કર્મ વગેરેના સંગ વચ્ચે રહેવા છતાં ચૈતન્ય ચમકને છોડતું નથી–એમ જાણવું.
૮, સફટિક : જેમ સફટિક નિર્મળ અને ઉજજવળ પરિણમનશીલ છે તેમાં લાલ-પીળા પદાર્થોની ઝાંઈ દેખાય છે તે ખરેખર તે તેની સ્વચ્છતાનું પરિણમન છે, કાંઈ લાલ-પીળા પદાથે તેમાં પેસી ગયા નથી, તેમ નિર્મળ–ચૈતન્યસ્વરૂપ સ્ફટિક આત્મા, તે જ્ઞાનરૂપે પરિણમનાર છે; તેના જ્ઞાનમાં પર પદાર્થો કે પરભાવો જણાય છે, ત્યાં ખરેખર જ્ઞાનચેતના તે-રૂપે થઈ ગઈ નથી, જ્ઞાનચેતના તે તેનાથી જુદી, નિર્મળરૂપ પરિણમે છે. આમ સ્ફટિક જેવો ઉજજવળ અને સ્વ-પર પ્રકાશક ચેતના સ્વરૂપ આત્મા છે. તેને તું જાણુ.
૯. અગ્નિ : જેમ અગ્નિ સ્વયમેવ ઉષ્ણ છે, તેની ઉષ્ણતા કયાંય બહારથી નથી આવતી, તેમ ભગવાન આત્મા સ્વયમેવ જ્ઞાન ને સુખ છે, તેનું જ્ઞાન કે સુખ બહારના કોઈ પદાર્થમાંથી આવતું નથી. જેમ અગ્નિમાં જીવાત લાગતી નથી તેમ ચૈતન્યત આત્મામાં રાગ-દ્વેષરૂપ જીવાત લાગતી નથી; અગ્નિમાં પાચક–પ્રકાશક ને દાહક એવા ત્રણ ગુણો છે, તેમ ચૈતન્યત ભગવાન આત્મા શ્રદ્ધાળુણ વડે આખા પરમાત્મસ્વભાવને સ્વીકારોને પચાવે છે, જ્ઞાનગુણુ વડે તે સ્વ-પરને પ્રકાશે છે, ને ચારિત્રની એકાગ્રતાના તાપ વડે ક્રોધાદિ કષાયને બાળીને ભસ્મ કરે છે. આવા શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રસમ્પન્ન અને પરમાથી રહિત આત્મા તું પોતે જ છે....એમ અગ્નિના દષ્ટાન્ત જાણુ.
સામાન્ય લેકો પણ સૂર્ય, દૂધ-દહીં-ઘી, દીવો વગેરેને જાણે છે તેમજ તેનું-રૂપુંરન વગેરેમાં મોહ પામે છે, તેથી તે સોનુ-રૂપું–ર–ઘી–દી–રફટિક-સૂર્ય—પત્થર અને અગ્નિ –એમ નવ પ્રકારનાં લેકપ્રસિદ્ધ તથા કિંમતી પદાર્થોના દાતે આત્માને મહિમા અને સ્વરૂપ બતાવીને તેને અનુભવ કરવાનું કહ્યું. આ રીતે આ નવ દષ્ટાન્ત વડે જીવનું સ્વરૂપ જાણવું; તેમજ લીંડીપીપરમાં તીખાશ, ચણામાં મીઠાશ, દર્પણમાં સ્વચ્છતા બકરાંના ટોળા વચ્ચે સિંહનું બચ્ચું, નાનકડા ઇંડાંમાંથી પચરંગી મેર વગેરે બીજા પણ અનેક, આત્માની ઉત્તમતાના સૂચક દૃષ્ટાન્ત વડે, આત્માના અસ્તિત્વને તેમજ તેના અચિંત્ય સ્વભાવને નિર્ણય કરે, અને પિતામાં જ તેના દઢ શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ કરવા, તે સંસારમાંથી છૂટવાનું કારણ છે. માટે હે ભવ્ય! જે દષ્ટાન્તથી તને સમજાય તે રીતે તું આત્માને ઓળખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org