________________
૧૦૬ ]
[ ગસાર-પ્રવચનઃ પર-પ૩ ગયા; દેવશરીર આવ્યું તે પણ ટકયું નહિ, ને તીર્થકરોનુંય શરીર કાયમ ન રહ્યું.–એ તે સંગી વસ્તુ છે. આત્મા દેહથી જુદે, શાશ્વત ચૈતન્યસ્વરૂપે બિરાજે છે. તેની ભાવના કરવાથી શરીર રહિત એવું સિદ્ધપદ પમાય છે.
અજ્ઞાની ચૈતન્યતત્વને ભૂલીને, શરીરરૂપે જ પિતાને માનીને તેની એવી મમતા કરે છે–જાણે કે તેમાંથી શું યે લઈ લઉં ! અરે ભાઈ! શરીરમાં તે લેહી-માંસ-પર-હાડકાં -વિષ્ટા ને પિશાબ ભર્યા છે, કાંઈ સુખ-શાંતિ-જ્ઞાન–વીતરાગતા તેમાં નથી ભર્યા. એની ઉપરની જરાક ચામડી કાઢી નાંખી હોય તે શરીરના બીભત્સ દેદારને જવાય કોઈ ઊભું ન રહે. –એવું નરકનું ઘર છે. તેમાં મમતા શું? રાગાદિ મળ રહિત શુદ્ધ આત્માને જાણીને તેની ભાવના કરીશ તે શીધ્ર ભવથી પાર થઈશ. અને જે આ નરકના ઘરની મમતા કરીશ તે પાપને પિોટલે બાંધીને જઈશ નરકમાં ! જેમ નરકમાં સારભૂત કંઈ જ નથી ને ચારેકોર પ્રતિકૂળતાનો પાર નથી, તેમ આ શરીર પણ બધી અપવિત્ર દુધી વસ્તુનું ઘર છે.-એવા નરકઘરની મમતા છેડ, ને અશુચિભાવના ભાવી, તેનાથી જુદા પવિત્ર આત્માનું ચિન્તન કર. અરેરે, મેહને લીધે આવા અપવિત્ર નરકઘરમાં (–દેહમાં) અવતરવું ને તેની વચ્ચે જીંદગીભર રહેવું–તે, ભગવાન આત્માને માટે શરમની વાત છે! એનાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની એવી ઉગ્ર ભાવના કર....કે જેથી ફરીને આવા દેહમાં આવવું જ ન પડે. બાપુ! આ શરીર તે તારા દુમન-કર્મોએ જગતના બધા ખરાબ પદાર્થો ભેગા કરીને, તને તેમાં પૂરવા માટે બનાવેલું કેદખાનું છે, તેમાં સારી-સારરૂપ વસ્તુ એકકેય નથી, આવા દેહપીંજરાની જેલમાંથી તારે છૂટવું હોય ને સિદ્ધનગરીમાં મુક્ત-વિહાર કરે છે તે, અત્યંત પવિત્ર એવા પિતાના પરમાત્મસ્વરૂપની ભાવના કર.
(૫૧)
-
ધંધામાં પડેલા કે શાસ્ત્રના પઢનારા જેઓ આત્માને નથી જાણતા તેઓ મોક્ષને નથી પામતા
धंधइ पडियउ सयल जगि णवि अप्पा हु मुणंति । तहिं कारणि ये जीव फुडु णहु रिगव्वाणु लहंति ।। ५२ ॥ सत्थ पढंतह ते वि जड अप्पा जे रग मुणंति । तहिं कारणिए जीव फुडु रण हु णिव्वाण लहंति ॥ ५३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org