________________
આત્મસંબોધન ]
[ ૧૦૫ કરે, ગુરુ પાસે જઈને વિનયથી એની જ વાત પૂછે; પૂછતાં શરમાય નહિ, કે માન આડું ન આવે. જુઓને, અનુભવપ્રકાશમાં તેનું એક કપિત–દષ્ટાંત આવે છે. એક જિજ્ઞાસુ કોઈ જ્ઞાની પાસે જ્ઞાન લેવા ગયે; જ્ઞાનીએ તેને બંધ પમાડવા કહ્યું કે નજીકના સરોવરમાં એક માછલું રહે છે તેની પાસે જઈને માંગ...એ તને જ્ઞાન આપશે. ત્યારે તે જિજ્ઞાસુ કાંઈ તક કે માન વચ્ચે લાવ્યા વગર, માછલા પાસે જઈને પણ પૂછે છે...આવી જિજ્ઞાસાપૂર્વક આત્માને સમજવાનો પ્રેમ જાગે, તેના અનુભવની લગની લાગે, ત્યાં રાગનો ને વિષયોને રસ છૂટી જાય છે, તેમાંથી ચિત્ત દૂર થઈ જાય છે, ને ચૈતન્યમાં જ ચિત્તને એકાગ્ર કરીને અલ્પકાળમાં તે જીવ પરમાત્મા થઈને પંચગતિમાં પહોંચી જાય છે.
માટે હે મેક્ષાથ! તું વિષને પ્રેમ છોડ ને આત્માને પ્રેમ કર [ ૪૯-૫૦]
નરકના ઘર જેવું શરીર તેનાથી જુદા નિર્મળ આત્માને ભાવ
जेहउ जज्जरु गरय-घरु तेहउ बज्झि सरीरु । अप्पा भावहि णिम्मलउ लहु पावहि भवतीरु ॥ ५१ ॥ નર્કવાસ સમ જર્જરિત, જાણે મલિન શરીર;
કરી શુદ્ધાતમ–ભાવના, શીધ્ર લહો ભવતીર. (૫૧) શરીર તે નરકનું ઘર છે, તેની મમતા છેડીને પવિત્ર આત્માની ભાવના કર તો તું દેહાતીત એવી મેક્ષદશાને પામીશ. આત્મા તે આનંદથી ભરેલું ને મોહરૂપ મેલ વગરનું પવિત્ર ઘર છે, તેમાં તારે વાસ છે, તેને બદલે વિષ્ટાથી ભરેલા નરકગ્રહ જેવા આ શરીરને તું પિતાનું ઘર ક્યાં માની બેઠે? જેમ નરકનું સ્થાન સડેલું ને ભયાનક દુર્ગધથી ભરેલું છે તેમ આ શરીર પણ વિષ્ટા-માંસ-મૂત્ર-લેહી વગેરે અત્યંત અપવિત્ર મલિન પદાર્થોથી ભરેલું નરકનું ઘર છે.....એમ તું જાણ....ને આત્મા આનંદથી ભરેલું પવિત્ર ઘર છે–તેની ભાવના કર...જેથી તું શીધ્ર ભવને પાર પામીશ.
શરીર તે કયાં જીવ છે?–અરે, અનંતા શરીરે આવ્યા ને બળી ગયા કે સડી આ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org