________________
અર્થ વૈવિધ્ય ઉવસગ્ગહરં સ્તોત્રના વિવિધ અર્થો કેવળ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ સાથે જ ઘટિત થતા નથી. પણ તેમના તીર્થના શાસનદેવ પાન્ધયક્ષ ધરણેન્દ્ર તેમજ પદ્માવતી સાથે પણ ઘટિત થાય છે અને તે પ્રસ્તુત પુસ્તકમાં દર્શાવવામાં આવ્યા છે.
જ્યારે આ સ્તોત્રના કેવળ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ સાથે જ ઘટિત થતા અને વિચાર કરીએ ત્યારે પણ એ અર્થો સેંકડેથી આગળ વધીને હજારોની સીમાએ પહોંચે છે અને આપણને આશ્ચર્યચકિત કરે છે.
કેવી રીતે તે અર્થે થાય છે તે આપણે વિચારીએ – ૩વસમાં પારં પદના અર્થો નીચે પ્રમાણે કરાય છે. ૧. ઉપસર્ગોને હરનાર પાશ્વયક્ષ જેમને છે એવા. ૨. , , ધરણેન્દ્રાદિ પાસે છે જેમને એવા. ૩. , , નિકટપણું છે જેમનું એવા. ૪. , ;, અને ત્રણે કાલના અર્થને જેનારા.
, અને જેમની આશા-આકાંક્ષા ચાલી ગઈ છે એવા. આમ વહ્ પદના પાંચ અર્થો થાય છે.
Hઘળમુ પદના બે અર્થ થાય છે. ૧. ઘન-ગાઢ કર્મોથી મુક્ત. ૨. કમરૂપી ધન (મેઘ) થી મુક્ત. વિરવિનન્ના પદના ૪ અર્થે થાય છે. ૧. સપના વિષનો નાશ કરનાર. ૨. વિષગ્રહ જે કમઠમુનિ તેને વૃષ એટલે ધર્મ તેના વિનાશક. ૩. મિથ્યાત્વ કષાયાદિ ભાવવિષ તેને ધરનારા પ્રાણીઓ તેમના ભાવવિષને ધર્મદેશના
આદિથી દૂર કરનાર. ૪. વિષના ગૃહ તે વિષગ્રહ એટલે કે જેઓ મિથ્યાત્વ અને કષાયાદિ દેષથી
દૃષતિ પ્રાણીઓ છે તેમના મિથ્યાત્વઆદિ ઝેરને વચનામૃતના રસથી નાશ કરનારા. iાર્ચઢાળાવા પદના બે અર્થો થાય છે. ૧. વિપત્તિઓનું ઉપશમન અને સંપત્તિના ઉત્કર્ષના આવાસ. ૨. દુરિતેનું ઉપશમન અને નિરોગીપણાના આવાસ.
આ રીતે પ્રથમ પદના ૫ અર્થોને બીજા પદના ૨ અર્થથી ગુણતાં ૧૦ અર્થ થાય. તે ૧૦ ને ત્રીજા પદના ૪ અર્થોથી ગુણતાં ૪૦ અર્થો થાય. તે ૪૦ ને ૪ થા પદના ૨ અર્થોથી ગુણતાં ૮૦ અર્થો થાય છે. આ રીતે ૧ લી ગાથાના ૮૦ અર્થો થાય છે.
* વિરા એટલે જલ હ ગૃહ જેનું એવા, ગંગા નદીના કાંઠે રહેનાર કમઠ તાપસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org