________________
[ ૩૦ ]
આમાં પ્રસ્તુત પુસ્તક (પૃ. ૧૧) માં નિર્દેશેલી અજિતપ્રભસૂરિકૃત ઉવસગહરની અવચૂર્ણિ તથા સપ્તસ્મરણની સમયસુદરાણિકૃત વૃત્તિ ઉમેરતાં તેર અને જિનસૂર કૃત ઉવસગહર પદાર્થને પણ વિવરણ (કે જે હર્ષકીર્તિસૂરિકૃત વૃત્તિ સાથે મળતું આવતું જણાય છે તે) ગણતાં ૧૪ વિવરણે થાય છે. વળી ભેરવ પદ્માવતી ક૯૫ (પરિશિષ્ટ-૭) ને લક્ષ્યમાં લેતાં ૧૫ થાય છે.
પ્રસ્તુત પુસ્તકમાં આઠ ઉપલબ્દ વિવરણનાં નામ, રચના સમયના નિર્દેશપૂર્વક પૃ. ૮૬-૮૭ માં અપાયાં છે, જ્યારે આઠ ઉપલબ્ધ વિવરણોની વિશેષતાઓ પૃ. ૮૭–૯૦ માં અપાઈ છે. તે આઠ વિવરણના પ્રણેતાઓનાં નામ નીચે મુજબ છે.
(૧) પૂર્ણચંદ્રસૂરિ, (૨) દ્વિજપાન્ધદેવગણિ, (૩) જિનપ્રભસૂરિ, (૪) એકઅજિતપ્રભસૂરિ, (૫) જિનસૂર, (૬) સિદ્ધિચન્દ્રગણિ, (૭) હર્ષકીર્તિસૂરિ અને (૮) સમયસુંદરગણિ.
આ પૈકી અજિતપ્રભસૂરિ અને જિનસૂર (?) નાં વિવરણે અમુદ્રિત છે.
ધરણેન્દ્ર અંગે:–આ પુસ્તકમાં ધરણુઈન્ડે પ્રિયંકરનૃપની પરીક્ષા કરી સાક્ષાત દર્શન દીધાં હતાં અને એણે આ નૃપને પાતાલ ભવનમાં લઈ જઈ પિતાને આવાસ બતાવ્ય વગેરે બાબતો અને અંતે એણે પિતાની એક પ્રભાવશાળી મુદ્રિકા આપી એ બીના પૃ. ૧૧૫-૧૧૬ માં વર્ણવાઈ છે.
આથી હું થોડુંક વિશેષ સૂચવું છું –
ધરણ એ ભવનપતિ દેવોના એક પ્રકાર રૂપ નાગકુમારને ઈન્દ્ર થાય છે. એણે કૌશલિક ગષભદેવના અનન્ય ભક્ત નમિ અને વિનમિતે ૪૮૦૦૦ મહા વિદ્યાઓ આપી હતી. એણે રાવણને શક્તિ આપી હતી. ચેટક નૃપતિને સહાય કરી હતી. તેમજ શ્રા માનતુંગસૂરિને ૧૮ અક્ષરનો મંત્ર આપ્યો હતો કે નામરાશિઓએ તેમ કયું છે ? એ પ્રશ્ન બાજુએ રાખી કહીશ કે એને જ પાવતી નામે પત્ની હતી એમ અ ક લ૦ (પૃ. ૨૩) માં જોતાં જણાય છે. પરંતુ એ ઈન્દ્રને જે છ અગ્રમહિષીએ હતી તેમાં તે આ નામ નથી તે શું એ કોઈ અગમહિષીનું નામાંતર છે? કે એ સિવાયની ઉતરતી કક્ષાની એની આ પત્ની છે એ વિચારણીય છે.
- સ્તુતિ ચતુર્વિશતિકા (લે. (૨) ની ટીકા (પૃ ૨૭૬) માં ધનપાલે ધરણ ઈન્દ્રની પત્ની તરીકે વૈરાને ઉલ્લેખ કર્યો છે. તે એ નામ પણ એ ઈન્દ્રની અગ
* એમણે અવ િરચી છે. એ આ. કે. લ.ના સંક્ષેપરૂ૫ છે. એની હાથપોથી લા. દ. વિદ્યામંદિરમાં છે.
* એમણે રચેલા મનાતા વિવરણનું નામ “ઉવસગહર પદાર્થ છે એને હાથપોથી પણ લા. દ. વિદ્યામંદિરમાં છે.
૧ આ યક્ષ ૪૮૦૦૦ યક્ષોથી પરિવૃત હોવાનું દ્વિજપા દેવગણિએ ઉવસગ્ગહરની વૃત્તિ (પૃ. ૯૮-૯૯) માટે કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org