________________
: ૧૩૬ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય ગાં ટૂ વજી જ઼ ટ્રાં ટી વાટામાજિની નમ: આ મંત્રથી એકસો ને આઠ પુખેથી પૂજવાનું છે. જેથી તે સર્વ વિષના ઉપદ્રવને નાશ કરે છે. ગાથા ૨ જી.
આ ગાથામાં આઠ આરાવાળું આઠ વલયવાળું ચક્ર દર્શાવાયું છે. આ યંત્રને કુંકુમ આદિથી લખવાથી અને ત્રણે સંધ્યાએ જાઈ આદિના પુષ્પોથી પૂજવાથી લક્ષમીને પ્રાપ્ત કરાવનાર થાય છે.
આ યંત્રની પૂજા નીચેના મંત્રને બેલ વાપૂર્વક કરવાની છે. 'ऐ हो श्री क्ली को प्लौ ब्लू अर्ह हो नमः ।'
આ અષ્ટવલય ચક્ર ઉપરાંત બીજું બૃહચક્ર પણ આ ગાથામાં દર્શાવાયું છે. જેનું નામ ચિન્તામણિચક્ર છે.
આ ચક્રને પૂર્વોક્ત વિધિ અનુસાર આલેખી સાધકે વેત વસ્ત્રો અને શ્વેત આભરણથી સહિત બની નિરંતર ત્રણે સંધ્યાએ ધ્યાન કરવાનું છે અને ૧૦૮ પુષ્પોથી જાય કરવાનું છે. જેથી તે સર્વ સંપત્તિઓને આપવા સમર્થ બને છે યા તે કુંકુમ આદિ દ્રવ્યોથી ભૂજપત્રમાં લખીને કંઠમાં ધારણ કરવાથી શરીરની રક્ષા કરે છે.
ગાથા ૩ જી.
આ ગાથામાં ૧૦ યત્રે દર્શાવ્યા છે. જે નીચેના ક્રમાનુસાર છે. ૧ વંધ્યાગર્ભધારક તથા સર્વભૂતપિશાચરક્ષાકારક. ૨ બાલગ્રહરક્ષાકારક. ૩ સૌભાગ્યકારક. ૪ સુદ્રોપદ્રવરૌદ્રોપસર્ગશામક, ૫ ચૌરભયનાશક, ૬ સૌભાગ્યદાયક. ૭ સર્વજનપ્રિયંકર. ૮ બાલશાંતિપુષ્ટિકારક. ૯ અપમૃત્યુનાશક, ૧૦ દુર્ભાગવનાશક.
આ યંત્રની પૂજા આદિ માટે કોઈ વિશિષ્ટ વિધિ દર્શાવાઈ નથી. ગાથા ૪ થી
આ ગાથામાં કોઈ યંત્ર દર્શાવાયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org