________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૧૩૫ : ગાથા ૪ થી - આ ગાથામાં લઘુદેવકુલ દર્શાવેલ છે અને સુગંધિ દ્રવ્યથી આલેખી સુગંધિ પુષ્પોથી નિત્ય પૂજવાનું છે. જેથી તે સર્વ અને સાધનારું થાય છે.
આને પૂજામંત્ર પણ પૂર્વે બતાવેલ છે તે જ છે. અહિં પણ ગુરુપૂજન આવશ્યક છે. ગાથા ૫ મી.
આ ગાથામાં એક યંત્ર દર્શાવેલ છે. આ યંત્રને કુંકુમ, કપૂર, ગોરોચન આદિ સુગંધિ દ્રવ્યથી ભૂજ પત્ર ઉપર લખીને “ હું વં હા વતિ વૈ લ્લી ઇંસઃ સવા' આ મંત્રથી ૧૦૮ શ્વેત પુ વડે ત્રણ દિવસ પર્યત પૂજન કરવાનું છે. જેથી આ યંત્ર શાન્તિક તથા પૌષ્ટિક બનવા ઉપરાંત ભૂત-પ્રેત-પિશાચ-શાકિની અને જવર આદિના ભયને નાશ કરે છે અને જ્યારે રક્ષા કરવા અંગેનું પ્રયોજન હોય ત્યારે કુંવારી કન્યાએ કાંતેલા સૂતરથી યંત્રને વટીને હાથ ઉપર ધારણ કરવાથી સર્વત્ર રક્ષા થાય છે
આ પ્રકારે પૂર્ણચન્દ્રસૂરિએ પ્રથમ ગાથામાં ૮ યંત્રે, બીજી ગાથામાં બે ચઢે, ત્રીજી ગાથામાં પાંચ યંત્રે, જેથી ગાથામાં એક યંત્ર અને પાંચમી ગાથામાં એક યંત્ર એમ કુલ ૧૭ યંત્રો દર્શાવ્યાં છે.
જિપાWદેવગણિએ “ઉવસગ્ગહરે તેત્રમાં નિર્દિષ્ટ કરેલા યંત્રોની સમજૂતી
દ્વિજપા દેવગણિએ રચેલી લઘુવૃત્તિમાં “ઉવસગહર” તેત્ર અંગે કેટલાક યંત્રો દર્શાવ્યાં છે જે નીચે મુજબ છે – ગાથા ૧ લી
ઉવસગ્ગહરની પ્રથમ ગાથામાં સાત યત્રે દર્શાવાયાં છે. જે પ્રસ્તુત પુસ્તકમાં પૃ. ૧૩૨ પછી આપેલ છે. આ સાતે યને કુંકુમ અને ગોરોચનથી ભજે પત્ર ઉપર લખીને કુંવારી કન્યાએ કાંતેલા સુતરથી વેષ્ટિત કરીને ડાબા ભુજાદંડ પર ધારણ કરવાથી ક્રમસર જગદુ વલ્લભ્ય, સૌભાગ્ય, યશવૃદ્ધિ, લક્ષ્મીવૃદ્ધિ, ભૂત-પિશાચ-રાક્ષસભયરક્ષા, જવર, ગ્રહદોષ તથા શાકિની રક્ષા અને વિષ તથા વિષધર વગેરે ભયથી રક્ષા થાય છે.
આ યંત્રો લખ્યા પછી તેની પૂજા કરવાની હોય છે. શ્રી પાર્શ્વનાથની સમીપમાં યન્નેને સામે રાખીને “છે દૂ શ્રી દુર દુર સ્વાહા” આ મંત્રને ત્રણ દિવસ સુધી ત્રણે સંધ્યાએ એકને આઠ શ્વેત પુષ્પો દ્વારા એકસે ને આઠ વખત જાપ કરવાથી આ યંત્રો સિદ્ધ થાય છે અને ઉપર નિર્દિષ્ટ કરેલાં ફલે આપે છે.
આ સાત યંત્ર ઉપરાંત આ ગાથામાં (આઠમું) દેવકુલ પણ દર્શાવાયું છે. આ દેવકુલને પણ પૂર્વોક્ત સાત યંત્રો અનુસાર જ કુંકુમ આદિથી લખવાનું છે. તે પછી “.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org