________________
[ ૧૭ ]
મંત્રયોગથી લૌકિક અને લોકોત્તર કાર્યોની સિદ્ધિ થાય છે. પરંતુ તેને અંતિમ ઉદ્દેશ તે અંતરાત્માનું પરમાત્મા (ધ્યેય) સાથે ઐક્ય સાધવાને હેય છે. તદનુસાર સાધના માટે ત્રણ પ્રથા પ્રચલિત છે. તે પ્રથાઓના નામ નીચે પ્રમાણે છેઃ
(૧) સુમુનિ નિર્મિત મંત્રવાદ, (૨) દેવતા આશ્રિત મંત્રવાદ અને (૩) મંત્રાત્મક દેવતાવાદ.
તે પ્રથાઓ દ્વારા થતી સાધનામાં શબ્દશક્તિ અને પુરુષશક્તિ કેટલો ભાગ ભજવે છે તે પણ આપણે વિચારીએ.
મંત્રયોગની ત્રણ પ્રથાઓ [૧] સુમુનિ-નિર્મિત મંત્રવાદ–સત્ય સંક૯૫% સુમુનિએ જ સાચા મંત્રોનું નિર્માણ કરી શકે છે. આ મંત્રથી આ ફળની પ્રાપ્તિ થાઓ” એ પ્રમાણે અનુસંધાન કરીને જ્યારે તેઓ કેઈપણ ભાષા વડે મંત્રોને પ્રયોગ કરે છે, ત્યારે તેઓના સત્ય સંકલ્પના તથા વિકૃષ્ટતપના પ્રભાવથી જ તેવા પ્રકારની અર્થ ક્રિયા કરવાનું સામર્થ્ય સંભવે છે.
સુમુનિઓ અથવા આપ્તપુરુષોના મુખમાંથી નીકળેલા વચને (કે સૂત્રપદો) મંત્ર સ્વરૂપ છે. તે અત્યંત વિર્યવાળા, નિર્મલ, પવિત્ર અને સર્વસિદ્ધિપ્રદ હોય છે, તેથી તેઓ લક્ષણોપેત હવા સંભવ છે.
જે પવિત્ર અને લક્ષણોપેત હોય તે દેવતાધિષિત હોય છે. આ પ્રથા અનુસારના મંત્રો પાઠ કે જાપ વડે યથાવિધિ સિદ્ધ કરવામાં આવે, તે સર્વ કર્મ કર હેવાનું ગણાય છે.
[] દેવતા આશ્રિત મંત્રવાદ–જે દેવતાને આશ્રયીને મંત્ર પ્રણીત થયા હોય તે જ દેવતા તે મંત્રના વિધિપૂર્વક પ્રયોગના સામર્થ્યથી સિદ્ધાન્તને અનુસરતા પુરુષને અનુગ્રહીત કરે છે.
વૈયાવૃત્ય, શાંતિ અને (સમ્યગ્દષ્ટિ આરાધકોની) સમાધિને× કરનારા સમ્યગ્દષ્ટિ દેવતાઓની મંત્રજાપ, કાયેત્સર્ગાદિ દ્વારા આરાધના અને સાધના કરવાનું યુગયુગથી પ્રચલિત છે અને તે પ્રતિષ્ઠાને પામેલ છે. આ પ્રથા અનુસાર થતા અનુપમ અનુગ્રહથી ભવ્ય જનના સર્વે ઉપદ્રવ દૂર થાય છે અને તેઓ સુખ-સંપદાને પામે છે.
[૩] મંત્રાત્મક દેવતાવાદ–મંત્ર અને તેના દેવતા કથંચિત્ અભિન્ન માનવામાં આવે છે. તેથી દેવતા “મંત્રસ્વરૂપિણી” અથવા પદમયી” હેવાનું સ્વીકારવામાં આવે છે.
યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં ધ્યેય માટે પદને નિર્દેશ કરતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પાંચ અવતરણિકામાં “vમથી રેવત’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
તેથી સમજાય છે કે પદસ્થ બેના સમાલંબન માટે જે સિદ્ધાન્તનો નિર્દેશ * ઈચ્છાને સિદ્ધ કરવાની જેમનામાં શક્તિ હોય તે સત્ય સંકલ્પ સુમુનિઓ છે. * વૈયાવરાળ, વંતિકાણા વગેરે પ્રતિક્રમણ સૂત્ર. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org