________________
“સત્ય તે એ છે કે વૃક્ષનો આશ્રય લેવાવાળાને તેની છાયા વતઃ પ્રાપ્ત થઈ જાય છે. તે પછી છાયાની યાચના કરવાથી ક લાભ છે?”
પ્રાંતે આ તાત્વિક ઉહાપોહ પછી એ ફલિત થાય છે કે ઉત્તેગ મહાપુણ્યને રાશિ ઉપાર્જિત કરનાર, ઉત્તમ, પ્રવર, પવિત્ર, સમગ્ર વિશ્વના બંધુ, નાથ તથા શ્રેષ્ઠ સ્વામી, પુરિસાદાણીય શ્રી પાશ્વ પ્રભુના નામમંત્રનું સાન્નિધ્ય માત્ર નિગ્રહ અને અનુગ્રહના કૃત્ય કરવાને સમર્થ થાય છે, અથવા “સર્વકર્મકર થાય છે.
પ્રભુના જે જે નામ છે તે બધા જ ગુણના ધામ છે. પ્રભુ પિતે તે નિશ્ચયદષ્ટિએ વચનાગોચર છે પણ એમને માટે વપરાતાં વિશેષણે કે નામો તેમના એક એક ગુણને પ્રકટ કરે છે. (જુઓ નામમંત્રના પ્રભાવ માટે “નામમંત્ર શીર્ષક નીચેની વિગતે પૃ. ૫૮-૫૯)
આવા ચમત્કારિક પ્રભાવને કે લૌકિક અને લોકોત્તર કાર્યની સિદ્ધિ કરનાર નામમંત્રરૂપ શબ્દબ્રહ્મના સામને મંત્રદષ્ટિએ સમજવા માટે આપણે મંત્રગના વિજ્ઞાનને વિચાર કરીએ.
विषापहारं मणिमोषधानि मंत्रं समुद्दिश्य रसायनं च ।
भ्रम्यन्यहो न त्वमिति स्मरन्ति पर्यायनामानि तवैव तानि ॥ १४ ॥ અહંદભક્ત ભક્તિને એટલું બધું મહત્ત્વ આપે છે કે તે મંત્ર-તંત્ર વગેરેને ભગવાનના નામના પર્યાયવાચી શબ્દરૂપે માને છે-વિષ તથા રોગ દૂર કરવાવાળી ઔષધિઓ, રત્ન તથા રસાયન આદિની
કરતો નથી. ભગવાનના નામ સિવાય તે બીજું કાંઈ ચાહતો નથી. ઉલટુ જે કોઈ ભ્રમમાં પડીને ઔષધિઓ આદિને આશ્રય ચે છે તેના પ્રત્યે તે તો આશ્ચર્ય પ્રકટ કરે છે. ૧૪
इति स्तुति देव : विधार दैन्याद्वरं न याचे त्वमुपेक्षकोऽसि ।
छायातलं संश्रयतः स्वतः स्यात्कश्छायया याचितयात्मलाभः ॥ ३८ ॥ (ભક્ત દીન થઈને પ્રભુ પાસે કાંઈ પણ માગતો નથી. તે તો કહે છે કે, હે ભગવન્! આ પ્રકારે સ્તુતિ કરીને આપની પાસે હું કઈ વર માગતા નથી. કારણ કે વર માગો તે એક પ્રકારની દીનતા છે. જ્યારે આપ તો ઉપેક્ષક છો, રાગ-દ્વેષથી રહિત છે, એટલે કાંઈ દેવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. સત્ય તે એ છે કે વૃક્ષને આશ્રય લેવાવાળાને તેની છાયા સ્વત: પ્રાપ્ત થઈ જાય છે. તો પછી છાયાની યાચના કરવાથી કયો લાભ છે? ૩૮
अथास्ति दित्सा यदि वोपरोधस्त्वय्येव सक्तां दिश भक्तिबुद्धिम् ।
करिष्यते देव तथा कृपां मे को वात्मपोष्ये सुमुखो न सूरिः ॥ ३९ ॥ છતાં પણ જે આપની દેવાની ઈચ્છા જ થઈ હોય તો અને હું કાંઈ માગું એ આપને આગ્રહ જ હોય તો, કેવલ મને એવું વર આપે કે મારું મન આપનામાં લાગ્યું રહે અને ભવોભવ મને આપની ભક્તિ મળ્યા કરે, અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી મને મોક્ષની પ્રાપ્તિ ન થાય.
હે દેવ! મને વિશ્વાસ છે કે આપ એવી કૃપા અવશ્ય કરશે. કારણ કે હું આપને પિષ્ય પુત્ર છું. કોણ એ વિદ્વાન પુરષ હોય કે જે પોતાના પિષ્યપુત્ર પ્રત્યે કૃપા પ્રસાદથી યુક્ત ન હોય? ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org