________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય મહત્તવ વધે, તે પહેરનારે રાજા હોય તે તે રાજાઓને અવિરાજ બને. તેમના આ વચનથી ખુશ થયેલા રાજાએ તેમને અપૂર્વ હાર બનાવવાનો આદેશ આપ્યો. સેનું, મોતી, હીરા, રત્ન વગેરે જે જે જોઈએ તે ભંડારી પાસેથી લેવા જણાવ્યું અને પિતાના વિશ્વાસુ માણસને સોનીની પાસે ગઠવ્યા. ૬ માસ વીતી જવા આવ્યા અને હાર ઘડાઈ ગયો. રાજાને વધામણ અપાઈ કે હાર તયાર થઈ ગયો છે. પ્રભાતકાલે હારને રાજસભામાં મંગાવવામાં આવ્યો. રાજાએ તે હાર જોયો અને તે પ્રસન્ન થયો. જેમણે જેમણે તે હાર જોયો તે સૌ પ્રસન્ન થયા અને વિમિત પણ થયા. હારનું “દેવવલભ” એવું નામ રખાયું. સ્વર્ણકારોને મેટી બક્ષીસ આપી રજા અપાઈ હારને પહેરવા માટેનું મંગલ મુહૂર્ત જોતિષીઓને પૂછવામાં આવ્યું અને તેમણે દર્શાવેલા શુભ મુહૂર્ત રાજાએ હાર પહેરવાનો પ્રારંભ કર્યો. ત્યાં નેઋત્ય ખૂણામાં કોઈને છીંક આવી. રાજાએ તેને અપશુકન માની હારને તે વખતે ભંડારમાં મૂકાવી દીધા. ફરી બીજા શુભ મુહૂર્તે હારને પહેરવા માટે ભંડારમાંથી મંગાવ્યો ત્યારે ભંડારીએ આવીને રાજાને કહ્યું કે ભંડારમા હાર દેખાતો નથી, કેઈએ તે લીધે છે.
રાજાએ કહ્યું તારા સિવાય મરવાની ઈચ્છાવાળે બીજે કેણ ત્યાં આવે ? ભંડારીએ કહ્યું-જો હું તે જાણતે પણ હોઉં તે તમે કહે તે દિવ્ય કરૂં.
મંત્રીએ રાજાને વિનંતિ કરી કે મહારાજા ! નગરમાં દાંડી પીટા. મંત્રીના કહે વાથી રાજાએ નગરમાં દાંડી પીટાવી કે “દેવવલમાં હારના જે કોઈ સમાચાર આપશે તેને ખુશ થયેલે રાજા પાંચ ગામ ઈનામમાં આપશે. પૂરા સાત દિવસ પર્યત રાજસેવકોએ ડાંડી પીટી પરંતુ કંઈ જ પરિણામ ન આવ્યું. રાજાએ તિષીઓને બેલાવીને પૂછયું. તેમણે કહ્યું કે રાજન્ , હાર જશે નહિં. પરંતુ ભૂમિદેવ નામના એક જાતિજીએ કહ્યું કે લક્ષ મૂલ્યવાળો તે હાર જેની પાસેથી મળશે તે તારી પાટે રાજા થશે. આ વાતમાં સંશય નથી. પરંતુ આ હકીકત ઘણા વર્ષો બાદ બનશે અને મારી કહેલી આ વાતની પ્રતીતિ એ છે કે આજથી ત્રીજે દિવસે તમારો હાથી મરી જશે. રાજા આ સાંભળી મૂચ્છિત જેવો થઈ ગયો.
બરાબર ત્રીજે દિવસે હસ્તી મૃત્યુ પામ્યો. જોતિષીનું કહેવું સાચું પડયું.
રાજાએ મંત્રીને કહ્યું-હાર ચોરનારને તિષીએ રાજ્ય મળવાનું કહ્યું છે તે અસં. ભાવનીય છે તેને તે હું શૂળી ઉપર જ રાજ્ય આપીશ. રાજ્ય તે મારા પુત્ર જ કરશે.
આ તરફ તે જ નગરમાં પાસદન નામને શ્રાવક હતો, જે પૂર્વે શ્રીમંત હતું પરંતુ પાછળથી કમસંયોગે નિર્ધન થઈ ગયો. તેથી નગરને ત્યાગ કરી પાસેના “શ્રીવાસ” નામના ગામમાં વસવા લાગ્યો. ત્યાં તેને પુત્ર થયે, એટલામાં તે એક વર્ષને થયો તેટલામાં બાળરેગથી મૃત્યુ પામ્યો. તેની માતાને અપાર દુઃખ થયું. તેથી પાસદત્તની પત્નીએ પિતાના પતિને કહ્યું કે આ ગામમાં આવવાથી આપણને તેવી ધનપ્રાપ્તિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org