________________
: ૫૬ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય ૨તા હતા એવો પપાતિક સુત્તના ૧૬મા સુત્તને ઉલેખ આપણને ભગવાન મહાવીર પરમાત્માના યુગમાં મંત્રનું પ્રચલન હતું એમ માનવા પ્રેરે છે. આથી પણ આગળ જઈએ તો શ્રી કષભદેવસ્વામીના પૌત્ર નમિ તથા વિનમિતે ધરણેન્દ્ર રોહિણી પ્રજ્ઞપ્તિ’ આદિ વિદ્યાઓ આપ્યાના ઉલેખે જૈન શાસ્ત્રોમાં સાંપડે છે. વચલા કાળમાં લંકાધિપતિ દશાનન દ્વારા ૧૦૦૦ વિદ્યાઓની સાધનાના ઉલ્લેખો રામાયણમાં દષ્ટિગોચર થાય છે. એટલે વિદ્યાઓ અને મંત્રોને ઉપગ આ અવસર્પિણીમાં આજથી અસંખ્યાત વર્ષો પૂર્વે પણ હવે તે નિર્ણત થાય છે. [૧૦] ૪. મંત્રની ફળદાયતાનું અનન્ય કારણ
મંત્ર કેને સિદ્ધ થાય અને કેવી રીતે સિદ્ધ થાય તે માટેના જુદા જુદા વિધાને જૈન જૈનેતર ગ્રંથમાં સ્થળે સ્થળે દેખાય છે. પણ તે બધામાં બે વાત તે સર્વ સંમત છે કે જે મંત્ર સિદ્ધ કરવો હોય તેના જે અધિનાયક દેવ યા દેવી હોય તેના પ્રત્યેની શ્રદ્ધા અનન્ય કેટિની હેવી જોઈએ તેમજ ગુરુદ્વારા પ્રદત્ત આમ્નાય પ્રાપ્ત થયેલ હોવો જોઈએ. જે આ વસ્તુઓ ન હોય તે કદી જ મંત્ર ફળદાયક થતો નથી. પછી ભલે તે મંત્રને તેના માટે વિંહિત કરેલ જાપ યા તપ આદિ કરવામાં આવે. તેથી જ ઉવસગ્ગહર સ્તોત્રની પાંચમી ગાથાના બીજા ચરણમાં “મત્તિમનિટમળ ઉદ્યાન” પર મૂકી શ્રી પાર્શ્વનાથ ભગવંત પ્રત્યેની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી છે. [૧૦] પ. “ઉવસગ્ગહરં સ્તોત્રની ગાથાઓ
ઉવસગ્ગહર' તેત્રની ગાથાઓના પ્રમાણ વિશે ઘણે મતભેદ છે. કેઈક તેની વર્તમાનમાં ઉપલબ્ધ થતી પાંચ ગાથાઓ ઉપરાંત છઠ્ઠી ગાથા પણ હોવાનું અને તે આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી દ્વારા સંહરાઈ હોવાનું માને છે. કેઈક તેની પાંચ ગાથાઓ ઉપરાંત બીજી બે ગાથાઓ હોવાનું અને તે સંહરાઈ હોવાનું માને છે. તે કોઈક તેની ૯ ૧૩, ૨૦ યા તેથી ઓછી વધતી ગાથાઓ હોવાનું માને છે. આ બધી માન્યતા વચલા કાળમાં થઈ હોવાનું જણાય છે. કારણ કે ૧૭મી સદી પૂર્વેના કોઈ જ ગ્રંથમાં ૬ કે ૭ થીવધુ ગાથા હોવાનું નોંધાયેલું જોવામાં આવેલ નથી.
१ तेणं कालेण तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतवासी बहवे थेरा भगवंतो जातिसंपण्णा कुलसंपण्णा बलसंपण्णा रूवसंपण्णा विणयसंपप्णा जागसंपण्णा देसणसंपण्णा चरित्तसंपण्णा लज्जासंपण्णा लाघवसंपण्णा ओअंसी तेअंसी वचसी जसंसी जिअकोहा जिअमाणा जिअमाया जिअलोभा जिइंदिया जिआणद्दा जिअपरीसहा जीविआसमरणभयविप्पमुका वयप्पहाणा गुणप्पहाणा करणप्पहाणा चरणप्पहाणा णिग्गहप्पहाणा निच्छयप्पहाणा अज्जवप्पहाणा मद्दवप्पहाणा लाघवप्पहाणा खंतिप्पहाणा मुत्तिप्पहाणा विज्जाप्पहाणा मतप्पहाणा वेअप्पहाणा बंभप्पहाणा नयप्पहाणा नियमप्पहाणा सच्चप्पहाणा सोअप्पहाणा चारुवण्णा लज्जातबस्सी जिइंदिआ सोहीअ णियाणा अप्पुस्सुआ अबहिलेसा अप्पडिलेस्सा सुसामण्णरया देता इणभेव णिग्गथं पावयणं पुरओ काउं विहरति । ટી – विद्याः प्रज्ञप्त्यादिकाः, मन्त्राः-हरिणेगमेष्यादि मन्त्राः वेदाः आगमाः ऋग्वेदादयो वा ।
: -. સૂ, સુલ ૧૬ અ, દે. સૂ૦ કૃત છે. સહિતમ્ પત્ર ૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org