________________
: ૫૨ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય અર્થ-વંદના, પ્રણિધાનવાળી હોય તે જે તે સંપૂર્ણ વંદના ગણાય છે.
અહીં એક સવાલ ઉઠે છે કે કદાચ વંદના કરવામાં આવે અને પ્રણિધાન ન કરવામાં આવે તે વંદના અવાસ્તવિક ગણાય?
તેનું સમાધાન એ છે કે હંમેશાં સ્તવના કે વંદના કર્મક્ષય માટે જ કરવાની છે અને તે દ્વારા નિયમો મોક્ષ મળે છે. જે તે કર્મક્ષયની પણ પ્રાર્થના ન કરવામાં આવે તે પછી ધમમાં આલંબનના અર્થી અને આલંબન જ ક્યાં રહ્યું? અને આલંબન વિનાની ધર્મક્રિયા નિયમ દ્રવ્યક્રિયા છે. અને તે તુચ્છફલદાયક છે.*
બીજું, પ્રણિધાન પણ પ્રથમ સ્તવના કરી પછી કરવું જોઈએ. માટે અહીં પણ પ્રથમ સ્તવના કરીને પછી યાચના કરવામાં આવી છે.
કવર સ્તોત્ર દ્વારા શ્રી પાર્શ્વનાથ ભગવત પાસે સંસારની કંઈ જ યાચના કરવાની નથી કે ભૌતિક પદાર્થોની કઈ જ કામનાને હૃદયમાં સ્થાન આપવાનું નથી તે દર્શાવવા તેત્રકાર મહર્ષિએ સ્વયં પોતે જ તે પરમતારક પાસેથી ભક્ત હદયે જે વસ્તુની અપેક્ષા રાખવાની છે તેને કહી બતાવવા દ્વારા એ વસ્તુ આડકતરી રીતે જણાવી છે કે તે પરમેશ્વર પાસે બધિ સિવાયની કઈ યાચના કરવી વાસ્તવિક નથી-ઉચિત નથી.
હા, એટલું નક્કી છે કે તે પરમેશ્વરની સ્તવના કરવાથી સ્તવના કરનારનાં સર્વ પ્રકારનાં અનિષ્ટ નાશ પામે છે, મન ચિંતવ્યા પદાર્થો અને સંગો સ્વયમેવ પ્રાપ્ત થાય છે પરંતુ તે માટે તેમની સ્તવના કરવાની નથી. સ્તવના કરતી વેળા માત્ર એક જ
* कम्मक्खयत्थमीडा तत्तो नियमेण होइ किर मोक्खो। जइ सोवि न पत्थिज्जा, धम्मे आलंवणं कयरं । ८६८॥ आलंबणनिरवेक्खा किरिया नियमेण दव्यकिरियत्ति संमुच्छिमपायाणं पायं तुच्छफला होइ ।। ८६९॥
ચે. વ. મ. ભા., ગા. ૮૬૮-૮૬૯ ૧ ભગવાન શ્રી પાર્શ્વનાથને મહિમા ગાતાં કવિઓએ તેમના નામસ્મરણથી, વંદન, પૂજન અને પ્રણિધાનથી સર્વ રેગ શાન્ત થવાનું, સવ* વિષોને નાશ થવાનું, સર્વ આધિદૈવિક ઉપદ્રો જેવા કેભૂત, પ્રેત, પિશાચ, શાકિની આદિના ઉપદ્ર–નષ્ટ થવાનું, સર્વ ગ્રહની વિરુદ્ધતા ગુણકારિતામાં પલટાવાનું તથા સર્વ ચિન્તાકારી વસ્તુઓ અનુકુલતાને ભજવાનું ઠેર ઠેર જણાવ્યું છે.
જુદા જુદા કાવ્યોમાં યત્ર તત્ર આ બધું વિખરાયેલું વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તે બધું અહીં રજુ કરવું શકય જ નથી તેથી આ અંગેનું યત્કિંચિત્ સાહિત્ય અહીં રજુ કરાય છે.
જવરદાઘ દૃશ્ય સરી સૂયા કેઢે રેઢા થઈ રયા, દગ કરણ નાશા ગમી આશા ચરણ પાટણ ગલિ ગયા; તુહ પાય વંદણિ હોઈ તતખણ રૂપે જેવો રતિવરે, જાગતુ મહિમા જગત્ર જાણે પાસ તૂ શંખેરે. તે ૬૨ ૧
ફંફઈ ફણિ વિષઝાલ વરસે લેલ દીલ લબકાવત, યમ જહ કાલે અતિ વિકરાલો સયલ જગ બહાવતો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org