________________
: ૪૮ :
ઉવસગહરં સ્તોત્ર સ્વાધ્યાય बहुफलो होइ
ભગવંતને કરેલી પ્રણામ બહુફલદાયક છે એમ કહી “વદુષ્ટોથી જે ફલો ગણાવાયાં છે તે ફલેમાં સર્વ એહિક ફલે જેવાં કે –ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, નોકર, ચાકર તથા વાહને વગેરે ગણાવાયાં છે. તેને આશય એ છે કે પ્રણામનું મુખ્ય ફલ તે સંસારસાગરથી તરવું તે છે પરંતુ જ્યાં સુધી તે ફળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંસારમાં રહેલા જીવને મુક્તિની પ્રાપ્તિ માટેનાં સાધનની અનુકૂલતા આવશ્યક છે અને ભગવંતને કરેલો પ્રણામ તે સઘળી અનુકૂલતાઓ આપે છે અને તે દ્વારા તે આત્મા મળેલા સુખમાં લુબ્ધ બન્યા વિના સુખપૂર્વક મુક્તિ મેળવે છે. नरतिरिएसु वि जीवा :
જે પ્રાણીમાં વિશુદ્ધ શ્રદ્ધાથી ભગવંતને પ્રણામ કરવાની યોગ્યતા પ્રગટે છે તે નિયમા સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે તે આત્મા વૈમાનિક દેવ સિવાય ક્યાંય ઉત્પન્ન થતું જ નથી. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે “સમ્મવિ વીવો વિમાનવન્ન ન ગાવું” અર્થ:-સમ્યગૃષ્ટિ આત્મા વૈમાનિક દેવ સિવાયનું આયુષ્ય બાંધતા નથી.
જે આ સ્થિતિ હોય તે પછી “નરસિરિણg fક નીવા” પદ નિરર્થક થાય છે. કારણ કે, ભગવંતને પ્રણામ કરનારે આત્મા વૈમાનિક દેવ સિવાય કયાંય ઉત્પન્ન જ થતું નથી તે પછી નર કે તિર્યંચમાં જવાને સવાલ જ કયાં રહે છે? આનું સમાધાન એ છે કે ભગવંતને વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરવાની અપૂર્વ ભાવના પ્રગટ્યા પૂર્વે જ આત્માએ ભવાન્તરનું આયુષ્ય બાંધી દીધું હોય તે તે વિમાનિક દેવ સિવાયની બીજી ગતિમાં પણ ઉત્પન્ન થાય, અથવા વૈમાનિક દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછીના ભવની પરંપરામાં પણ મનુષ્ય યા તિર્યંચગતિમાં જાય તો પણ, ભગવંતને કરેલા નમસકારના પ્રભાવથી તે આત્મા ત્યાં પણ દુઃખ કે દારિદ્યને પ્રાપ્ત કરતું નથી. તે જે તિરોનિમાં જાય છે તે પણ પ્રતિદિન પૂજા થાય તેવા સ્થાનમાં જાય છે. તે જે મનુષ્યયોનિમાં જાય છે તે પણ શારીરિક કે માનસિક દુઃખોથી તે રહિત હેય છે અને તેના મનના ચિંતવેલા કાર્યો થયાં કરતાં હોય છે.
અહીં “તિરિણુ વિ' પદમાં “વ” એટલે “પણ” ને ઉપયોગ થ છે જે સહે. તુક છે. “વિ ને પ્રવેગ અહીં વિસ્મયસૂચક છે અને તે એવું સૂચવે છે કે નર અને તિયા ચના ભમાં દુઃખ અને દારિદ્ર ન હોય તે સંભવિત નથી પરંતુ વિસ્મયની વાત છે કે તમને પ્રણામ કરનારા કદાચ નર કે તિર્યંચ નિમાં જાય તે પણ ત્યાં દુઃખ પામતા નથી. तुह सम्मत्ते लद्धे :
ત્રીજી ગાથામાં વિશુદ્ધ:શ્રદ્ધાપૂર્વકના નમસકારથી થતાં ફલો દર્શાવ્યા બાદ વિશુદ્ધ શ્રદ્ધા કેટલી બલવતી તથા ભવસાગરથી પાર ઉતારનાર છે તે દર્શાવવા માટે ચાથી ગાથા મૂકવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org