SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આયંબિલના અનવરત-અણનમ આરાધક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજા આ મહાપુરુષના જીવનને એ પણ એક ભૂતકાળ હતું કે, જ્યારે આયંબિલની રસોઈ જોતાં જ -ઉબકા આવતાં અને ઉલટી થઈ જતી. એમના જ જીવનને વર્તમાનકાળ છે કે આજે ૧૦૦+૧૦૦+ ૫૯ ૨૫૮ મી ઓળીની તાજેતરમાં જ પૂર્ણાતિ થઈ છે. કોઈને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દે, એવા - આ આંકડા છે. કેઈને પણ અહોભાવથી હાથ જોડાવી દે, એ આ તપવિક્રમ છે. ચાલે, આ તપસિદ્ધિના તબકકાવાર દર્શન મેળવીએ. ૯૭ર માં જન્મ પામનાર આ મહાતપસ્વીએ ૧૯૯ માં ૧૮ વર્ષની ભરયુવાન વયે સંયમ અંગીકાર કરીને બે વર્ષ બાદ એવી કઈ પનોતી પળે વર્ધમાન-તપનો પાયો નાખે કે આ પાયા પર ઓળીના માળ પર માળ ચાતા જ રહ્ય: ૧૦૦ મી ઓગળીએ પૂર્ણ થતા વર્ધમાન–તપને આ. મહાપુરુષે બે-બે વાર પૂર્ણ કર્યો અને આજે ત્રીજી વાર પૂર્ણ કરવાની ભાવના સાથે તેઓ ૫૯ મી ' ઓળી સુધી પહોંચી ગયા છે. પહેલીવાર ૧૦૦ મી ઓળીના પારણને મહોત્સવ સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં સુરેન્દ્રનગરમાં ઉજવાયે. એ વખતે પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવરશ્રીને પણ ૧૦૦ મી ઓળી પૂર્ણ થઈ હતી. - બીજીવાર ૧૦૦ ઓળીને પૂણદતિ મહત્સવ સુવિશાલગચ્છાધિપતિ પૂ. આ. શ્રીમદ્ - વિજ્ય રામચન્દ્ર સુરીશ્વરજી મહારાજા આદિ ૧૫ આચાર્ય ભગવંતોની નિશ્રામાં અમદાવાદ-ગીરધર નગરમાં અપૂર્વ શાસનપ્રભાવના સાથે ઉજવાયો. એ વખતે પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી નરચન્દ્ર વિ. મ. તથા પૂ. આ. શ્રી જયંતશેખર સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી દિવ્યાનંદ વિ. મ. ને પણ ૧૦ ૦ ઓળી પૂર્ણ થઈ હતી. આમ, બે વાર ૧૦ • ઓળી પૂર્ણ કરીને પૂજ્યશ્રી હાલ ત્રીજીવાર ૧૦૦ મી ઓળીની આરાધના - પૂર્ણ કરવાના મનોરથ સાથે ૫ મી ઓળી સુધી પહોંચી ચૂક્યા છે. જીવનના ૭૧ મા અને સંયમના પક મા વર્ષમાં પ્રવેશી ચૂકનારા આ વર્ધમાનતપપ્રભાવક પ્રથમવાર ૧૦ ૦ ઓળી ૨૧ વર્ષમાં (૧૯૯૨ થી ૨૦૧૭) પૂર્ણ કરી. બીજીવારની ૧૦૦ એળી પણ ૨૧ વર્ષ માં (૨ ૦૧૩ થી ૨૦૩૪) પૂર્ણ કરનાર આ મહાપુરુષે ૯ વર્ષના ગાળામાં (૨૦-૩૪ થી ૨૦૪૩) ૫૯ ઓળીની આરાધના તાજેતરમાં જ પૂર્ણ કરી છે. આ આરાધનાના લગભગ ૧૮ વર્ષ સુધીના આયંબિલ તે ભર ઉનાળામાં પૂજ્યશ્રીએ ઠામ–ચોવિહાર (આયંબિલ કરીને ઉડ્યા બાદ પાણીનો ત્યાગ) કર્યા હતા. સુદ-૧૧ અને સુદ-૫ ની ચાલુ ઓળીમાંય ઉપવાસ તપ દ્વારા આરાધના આજ સુધી અખંડ ચાલુ છે. આ બધી વિક્રમાદિતવિક્રમ સજક વિગત છે. પણ પિતાના પરમગુરુદેવ ચારિત્રચૂડામણિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા ગુરુબાંધવ સમર્થ શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યપ્રભાવે આવી વિરલ સિદ્ધિ આ તપમૂર્તિને સહજ રીતે વરતી આવી છે. તપની સાથે ચંદન જેવો શીતળ સ્વભાવ-પ્રભાવ ! શાસનપ્રભાવક પ્રસંગોની હારમાળા રચાતી હોવા છતાં વિશિષ્ટ વિનમ્રતા ! આ અને આવા વિરલ ગુણોના સંગમ સમાં પૂ. આચાર્ય દવ શ્રીમદ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજાની તપસિદ્ધિને આપણે નમસ્કાર કરીએ અને શાસનદેવને પ્રાર્થના કરીએ કે, વધમાન તપના પ્રભાવક ઈતિહાસમાં અજોડ, વિક્રમસર્જક અને અભૂતપૂર્વ પ્રકરણ ઉમેરનારા પૂજ્યશ્રી આથી ય વધુ રોમાંચક પૂછો જોડવામાં સબળ સફળ બની રહે ! i Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy