SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૨ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लास: ] પણ જાણવું.” નિગ્રંથના બે આકર્ષે છે. એક ભવમાં બે વાર ઉપશમણિ કરવાથી ઉપશમ નિગ્રંથને આશ્રયીને આ ઘટે છે. ઉપશમ અને ક્ષેપક એ બે શ્રેણિ એક ભવમાં ન હોય. કપાધ્યયનમાં (પીઠિકા ગા. ૧૦૭) કહ્યું છે કે “સમ્યત્વ ટકી રહે તે દેવમનુષ્યભવમાં ઉત્પત્તિ થાય છે. દેવ-મનુષ્યભવમાં ઉત્પન્ન થતા તે જીવને બીજા બીજા મનુષ્યભવમાં દેશવિરતિ આદિને લાભ થાય. અર્થાત મનુષ્યભવમાં સમ્યફ પામેલો જીવ દેવલોકને ભવ કરીને મનુષ્યભવમાં દેશવિરનિ પામે, પછી દેવલોકનો ભત્ર કરીને મનુષ્યભવમાં સર્વવિરતિ પામે. આમ ક્રમશઃ અન્ય અન્ય મનુષ્યભવમાં દેશવિરતિ આદિ પામે, અથવા એક જ ભવમાં બે શ્રેણિમાંથી કોઈ એક શ્રેણિ સિવાય દેશવિરતિ આદિ ત્રણે પામે.” બીજે પણ કહ્યું છે કે “મોહને ઉપશમ એક ભવમાં આંતરાથી બે વાર થાય. જે ભવમાં મોહને ઉપશમ થાય તે ભવમાં મોહને ક્ષય ન થાય.” આ સૈદ્ધાંતિકને અભિપ્રાય છે. કાર્મગ્રંથિકે તે કહે છે કે-“જે ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ સ્વીકારે છે તેને તે ભવમાં અવશ્ય ક્ષપકશ્રેણિ ન હોય. જે એકવાર ઉપશમશ્રેણિને સ્વીકારે છે તેને ક્ષપકશ્રેણિ હોય પણ.” સપ્તતિકાચૂર્ણિમાં (ગાથા ૬૧ ના અંતે) કહ્યું છે કે–“જે બે વાર ઉપશમણિને સ્વીકારે છે તેને નિયમા તે ભાવમાં ક્ષપકશ્રેણિ ન હોય. જે એકવાર ઉપશમણિને સ્વીકારે છે તેને ક્ષપકશ્રેણિ હોય પણ.” સ્નાતકને એક આકર્ષ હોય. તેને પડવાનું ન હોવાથી અન્ય આકર્ષ ન હોય. [૧૨૬] उकोसओ जहन्नो, एगो सव्वेसि दुन्नि नाणभवे । उक्कोसओ अ णेया, सत्त पुलायस्स आगरिसा ॥१२७॥ 'उक्कोसओ'त्ति । इदं तावदुत्कर्षत उक्तम् । जघन्यतः पुनः ‘सर्वेषां' पुलाकादीनामेकः एवाकर्षः, एकभवे एकवारं पुलाका दिप्राप्त्यैव सिद्धिगमनात् । 'नाणभवे'त्ति नानाभवेषु सर्वेषां द्वावाकषौं, एक आकर्ष एकत्र भवे द्वितीयोऽन्यत्रेत्येवं पुलाकादीनामाकर्षद्वयसम्भवात् । उत्कर्षतश्च नानाभवेषु पुलाकस्य सप्ताकर्षा ज्ञेयाः, पुलाकत्वमुत्कर्पतत्रिषु भवेषु स्यात् , एकत्र च तदुत्कर्षतो वारत्रयं भवति, ततश्च प्रथमभवे एक आकर्षोऽन्यत्र च भवद्वये त्रयस्त्रय इत्यादिविकल्पैः सप्त ते भवन्तीति ।।१२७॥ આ ઉત્કૃષ્ટથી કહ્યું. જઘન્યથી બધાને એક જ આકર્ષ હોય. એક ભવમાં એક વાર પુલાકાદિની પ્રાપ્તિથી જ સિદ્ધિમાં જાય છે. અનેક ભને આશ્રયીને આકર્ષ આ પ્રમાણે છે- જઘન્યથી બધાને બે આકર્ષે હોય. એક ભવમાં એક આકર્ષ અને બીજા ભવમાં એક આકર્ષ એમ બે આકર્ષ થાય. ઉકૃષ્ટથી પુલાકના સાત આકર્ષ હોય. પુલાકપણું ઉત્કૃષ્ટથી ત્રણ ભવોમાં હોય. એક ભવમાં ઉત્કૃષ્ટથી ત્રણ આકર્ષ થાય. તેથી પ્રથમ ભવમાં એક અને બીજા બે ભવોમાં ત્રણ ત્રણ ઈત્યાદિ પ્રકારથી સાત આકર્ષ થાય છે. [૧૨૭] बउसाईणं तिण्हं, हुति सहस्सग्गसो उ आगरिसा। पंचेव णियंठम्मी, हायम्मि भवंतरं णत्थि ॥१२८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy