SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ २१५ પામીને, તેજલેશ્યા પદ્મલેસ્યાને પામીને અને પદ્મલેશ્યા શુકલેશ્યાને પામીને, તથા એ જ પ્રમાણે શુભેચ્છા પડ્યૂલેશ્યાને પામીને, એ જ પ્રમાણે કૃષ્ણ લેશ્યા પણ નીલેશ્યાને, કાપોતલેશ્યાને, યાવત શુકલેશ્યાને પામીને, એ રીતે એક એક વેશ્યાને આશ્રયીને સર્વ લેસ્યાઓના સંપર્કનું વર્ણન કરવું.” . આ પ્રમાણે પ્રશસ્ત શ્યામાં રહેલા ચારિત્રીને પણ કર્મગતિની વિચિત્રતાથી અધ્યવસાય વડે નિકટ૫ણને પામેલાં કૃષ્ણલેશ્યા વગેરેનાં દ્રવ્યના સંસર્ગથી કૃષ્ણલેશ્યા વગેરેને ભાવ પામવો પણ અવિરુદ્ધ છે. ઉત્તરાધ્યયનવૃત્તિમાં પણ કહ્યું છે કે “પાંચ નિગ્રંથો સંયમી હોવા છતાં તેઓને છ લેશ્યાનું જે કથન કર્યું, તે પણ પ્રથમના ત્રણ લેશ્યાનાં દ્રવ્યોના સંબંધપણાથી તે તે આકારાદિપણે પરાવર્તન પામવાની અપેક્ષાએ છે અને તે પરાવર્તન માત્ર આકારભાવથી કે પ્રતિબિંબભાવથી થાય.” ઈત્યાદિ જે વર્ણન છે તે આગમ (ભગવતીસૂત્ર) પ્રમાણથી અવિરુદ્ધ જ છે. આ પ્રસંગ અહીં પૂર્ણ થાય છે.” પ્રશ્ન-જે આ રીતે પૂર્વ પ્રતિપન્નમાં છ એ વેશ્યાઓ હોય તે પુલાકવિગેરેમાં છ લેશ્યા કેમ ન કહી ? કષાયકુશલમાં જ છે કેમ કહી ? ઉત્તર–આ વિષયમાં કોઈ કહે છે કે “આ કથન પૂર્વ પ્રતિપન્ન કષાયકુશીલને અંગે જ છે. ભગવતીસૂત્રની ટીકામાં કષાયકુશીલને આશ્રયીને જ કહેલું છે. “gવરિનો પુલ અowાયરી ૩ સેવા” અર્થાત પૂર્વ પતિપન્ન છ પૈકી કઈ પણ અન્યતર લેગ્યામાં હોય છે આ પાઠના આધારે કહ્યું હેય, એમ સંભવે છે. અહીં આ ધ્યાનમાં રાખવું કે ચારિત્રવતોને અશુદ્ધ લશ્યાના સદ્દભાવમાં પ્રમાદવિશેષ હોય, પણ કષાયકુશીલતા ન હોય. કારણકે અપ્રશસ્ત લેશ્યા પ્રેમવિશેષ સ્વરૂપ અને શ્રેષવિશેષ સ્વરૂપ છે. પૂજ્યપાદ (ઉત્તરા. લેશ્યા અધ્યયન ગા. ૫૪૧માં) કહ્યું છે કેઅવિશુદ્ધ ભાવલેસ્યા અવશ્ય રાગસંબંધી અને સંબંધી એમ બે પ્રકારે જાણવી. તે અવિશુદ્ધ ભાવ લેશ્યા કષાયકુશીલની જેમ બીજા નિર્ગમાં પણ કેમ ન ઘટે ? (અર્થાત્ ઘટે.) વળી અવસ્થાભેદે (કષાયકુશીલ સિવાય બીજા નિગ્રંથમાં પણ આધ્યાન રૌદ્રધ્યાનનો સંભવ માન્યો છે. તેમાં અપ્રશસ્ત વેશ્યા જ હોય. આથી જ ષડશીતિમાં (શ્રી દેવેન્દ્રસૂરિ કૃત ચોથા કર્મ ગ્રંથની ગા. ૫૦ માં) છેસત્રા એ પાઠ દ્વારા સામાન્યથી છ એ ગુણસ્થાનકોમાં છે એ વેશ્યાઓને સંભવ કહ્યો છે અને અહી (ત્રીજા કર્મગ્રંથની ગા. ૨૪ની ટીકામાં) એની ઘટના આ પ્રમાણે કરી છે –પ્રત્યેક વેશ્યાના લોકાકાશ પ્રદેશ પ્રમાણે અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે, તેથી મંદ અધ્યવસાય સ્થાનરૂપ શુક્લલેશ્યા આદિને પણ મિથ્યાદ્રષ્ટિ આદિમાં અને કૃષ્ણલેશ્યા આદિને પણ પ્રમત્તગુણસ્થાનમાં સંભવ અઘટિત નથી.” તેથી કષાયકુશીલ સિવાયના પણ અન્ય પ્રમત્ત સાધુમાં મંદરસવાળા કૃષ્ણલેશ્યા આદિના અધ્યવસાયસ્થાને પ્રાપ્ત થાય છે. આથી જ કૃષ્ણલેશ્યા મન:પર્યવજ્ઞાનીમાં પણ કહી છે. આ વિષયમાં આગમમાં (પ્રજ્ઞાપના વેશ્યાપદ ત્રીજા ઉદ્દેશાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy