________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[ રે રે આ સંયમ દ્વાર કહ્યું. હવે નિકર્ષ દ્વાર કહે છે -
સજાતીય કે વિજાતીય પ્રતિપક્ષ સાથે તુલ્યતા, ન્યૂનતા, અધિકતા આદિ ધર્મોનું સંયોજન સંઘટ્ટન કરવું તે નિકષ. (અર્થાત્ સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ પાંચ નિગ્રંથમાં સંયમપર્યાની હીનતા, અધિકતા અને તુલ્યતાને વિચાર કરે તે નિકર્ષ=સંનિકર્ષ. તેમાં મુલાકને પુલાકની સાથે વિચાર એ સ્વસ્થાન, પુલાકને બકુશ આદિની સાથે વિચાર તે પરસ્થાન જાણવું. સ્થાનમાં એટલે કે સજાતીય પ્રતિપક્ષમાં સંનિકર્ષ વિચારણું આ પ્રમાણે છે –એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ તુલ્ય છે, કેમકે બંનેના સંયમપર્યાયે તુલ્ય વિશુદ્ધિવાળા છે. એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ હીન છે. કારણ કે એક મુલાકના સંયમપર્યાયે બીજા પુલાકની અપેક્ષાએ હીન (–એાછા) વિશુદ્ધ છે. એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ અધિક છે, કેમકે એક મુલાકના સંયમપર્યાય બીજા પુલાકની અપેક્ષાએ અધિક વિશુદ્ધ છે. તેમાં હીનતા અને અધિકતા ષસ્થાનકને આશ્રયીને જાણવી. તે આ પ્રમાણે-અનંતભાગહીન, અસંખ્યભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન અને અનંતગુણહીન. આની અસત્કલ્પનાથી ઘટના આ પ્રમાણે કરી શકાય –(૧) ઉત્કૃષ્ટ સંખ્યાને અનંતથી ભાગવાથી ભાગાકારની જે સંખ્યા આવે, તેટલી સંખ્યા જેમાં ઓછી હોય તે સ્થાન અનંતભાગહીન કહેવાય. એ પ્રમાણે અસંખ્યભાગહીન અને સંખ્યાતભાગહીનમાં પણ સમજવું. જેમકે અસત્ક૯પનાથી એક પુલાકના ઉત્કૃષ્ટ સંયમસ્થાને દશહજાર છે, અને સર્વ જીવોનું પ્રમાણ અનંત છે, તેના બદલે એક કપીએ, તે દશહજારને સેથી ભાંગતાં ભાગાકાર સે થાય, દશહજારમાંથી તે સે બાદ કરતાં નવહજાર નવસે રહે. એટલે નવહજાર નવસે સંયમપર્યાયવાળ પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી અનંતભાગહીન છે.
- ૨-અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણને પચાસ માનીને દશહજારને પચાસથી ભાંગતાં ભાગાકાર બસે થાય. દશહજારમાંથી તે બસો બાદ કરતાં નવહજાર આઠસો રહે. એટલે નવહજાર આઠસે સંયમપર્યાયવાળે પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી અસંખ્યાતભાગહીન થયો.
૩-ઉત્કૃષ્ટ સંખ્યાને દશ માનીને દશહજારને તે દશથી ભાગતાં ભાગાકાર હજાર આવે. દશહજારમાંથી તે હજાર બાદ કરતાં નવહજાર રહે, એટલે નવહાર સંયમપર્યાયવાળો પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી સંખ્યાતભાગહીન થયે. (એ જ પ્રમાણે સંખ્યાતગુણહીન એટલે જે ગુણ્ય સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ગુણવાથી જે ઉત્કૃષ્ટ સંખ્યા આવે તેના કરતાં તે ગુણ્ય સંખ્યા સંખ્યાતગુણહીન થાય, એમ અસંખ્યાતથી ગુણતાં અસંખ્યતાગુણહીન, અને અનંતથી ગુણતાં અનંતગુણહીન સમજવી.)
૪–જેમકે એક પુલાકના દશહજાર ઉત્કૃષ્ટ સંયમપર્યા છે અને બીજા પુલાકના એકહજાર સંયમપર્યા છે. તે દશહજારને (અસત્કલ્પનાથી) ઉત્કૃષ્ટ સંખ્યાને દશ માનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org