SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ( ૨૭ સ્નાતક સિદ્ધ જ થાય, અન્યગતિમાં ન જાય. જેઓ લબ્ધિને ઉપયોગ કરે, તેની આલોચના ન કરે, આયુષ્યના અંતે વિરાધના કરે, ઈત્યાદિથી વિરાધક બનેલા પુલાક વગેરે ભવનપતિ આદિ દેવલોકમાં પણ જાય, કારણકે જેઓએ સંયમની વિરાધના કરી હોય, તેઓની ભવનપતિ આદિમાં ઉત્પત્તિ કહી છે. - “નિર્મ*થમાં પૃચ્છા, ચાવત વિરાધનાને આશ્રયીને તે ભવનપતિ આદિ કઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થાય.આ (ભગવતી) ગ્રંથના પાઠથી નિગ્રંથમાં પણ વિરાધનાની અપેક્ષાએ જે ભવનપતિ આદિ દેવમાં ગતિ કહી, તે તેના નિર્ગથ ચારિત્રમાં નહિ, પણ નિર્ગથ બન્યા પહેલાના અનંતર પૂર્વના અન્ય ચારિત્રમાં થયેલ (કરેલી) વિરાધનાને આશ્રયીને સંભવે છે એમ જાણવું. ભગવતીમાં કહ્યું છે કે–પ્રશ્ન:-“હે ભગવંત ! પુલાક કાલધર્મ પામતાં કઈ ગતિમાં જય? હે ગૌતમ ! દેવગતિમાં જાય, દેવગતિમાં જતો તે શું ભવનવાસી દેવોમાં ઉત્પન થાય ? વાણુવ્યંતરમાં ઉત્પન્ન થાય ? જોતિષીઓમાં ઉત્પન્ન થાય? કે વૈમાનિકમાં ઉત્પન્ન થાય ? ઉત્તર- હે ગૌતમ ! ભવનવાસીઓમાં ઉત્પન્ન ન થાય. વાણવ્યંતરમાં ઉત્પન ન થાય, જતિષીઓમાં ઉત્પન્ન ન થાય (પણ) વૈમાનિકમાં ઉત્પન થાય.” આ કથન સંયમની અવિરાધનાની અપેક્ષાએ જાણવું. અવિરાધક પુલાક વગેરે ઈંદ્ર, સામાનિક, ત્રાયઅિંશતું કે લોકપાલ થાય, તેમાં અવિરાધક પુલાક, બકુશ અને પ્રતિસેવક કુશીલ એટલા ઈદ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશતું કે લેકપાલ થાય, પણ અહમિંદ્ર ન થાય. અવિરાધક કષાયકુશીલ ઈદ્રાદિ ચાર કે અહમિંદ્ર પણ થાય. પણ અવિરાધક નિગ્રંથ તે અહમિંદ્ર જ થાય, એમ જાણવું. ઉત્તરાધ્યયન વત્તિમાં તે આરાધના-વિરાધનાથી કરાયેલી વિશેષતા આ પ્રમાણે કહી છે-“પુલાક અવિરાધનાથી ઈન્દ્રોમાં ઉત્પન્ન થાય છે. વિરાધનાથી તે ઈદ, સામાનિક, ત્રાયઅિંશત અને લોકપાલ એ ચારમાંથી કોઈ પણ એક માં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવન કુશીલ પણ એ પ્રમાણે ઉત્પન થાય છે. કષાયકશીલ અવિરાધનાથી ઇદ્રોમાં કે અડમિંદ્રોમાં પણ ઉતપન્ન થાય છે. વિરાધનાથી ઇંદ્ર' આદિ ચારમાંથી કોઈપણ એકમાં ઉત્પન્ન થાય છે. નિગ્રંથ તે અહસિંદ્રોમાં જ ઉત્પન્ન થાય છે.” [૩] अविराहगा जहण्णा, पलिअपुहुत्तं ठिई हवे तिण्डं। आइल्लाणुक्किट्ठा, जा जम्मि उ होइ सुरलोए ॥ ८४ ॥ __'अविराहग'त्ति । 'आद्यानां त्रयाणां' पुलाकबकुशकुशीलानां जघन्या स्थितिः पल्योपमपृथक्त्वमेव सौधर्मे भणिता । उत्कृष्टा तु या यस्मिन् सुरलोक भवति सा तत्र द्रष्टव्येति प्रज्ञप्त्यभिप्रायः ॥४॥ (હવે આયુષ્યની સ્થિતિ જણાવે છે.) પુલાક, બકુશ, અને કુશીલની સૌધર્મમાં જઘન્ય સ્થિતિ પમ પૃથક જ કહી છે. ઉત્કૃષ્ટ તે જે દેવલોકમાં જે સ્થિતિ) કહી છે તે દેવલોકમાં તે સ્થિતિ) જાણવી. આ પ્રમાણે ભગવતીને અભિપ્રાય છે. [૮૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy