________________
૨ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते खलु शुद्धकारिणो लोकेऽपि दण्डो दीयते । किञ्च दोष प्राप्तो यदि कथमप्याचार्येणैवमेव मुच्यते तथापीहभवे मुक्तोऽपि परभवे न मुच्यते कृतपापविपाकेन, तस्मादापन्नं प्रायश्चित्तमवश्यं गुणबुद्ध्या कर्त्तव्यमिति । उपग्रहश्च उपष्टम्भदानम् , स च द्रव्यतोऽसमर्थस्याशनपानाद्यानयनઅક્ષા, માવતએ સૂત્રાર્થવાનાનસમાધાનપાનાદિસ્ટક્ષ કૃતિ || ૨ |
ત્રીજે ઉલ્લાસ બીજા ઉલાસમાં ત્રણ દ્વારેથી વ્યવહારને નિર્ણય કર્યો. આ (વ્યવહાર) સુગુરુને ત્યાગ ન કરવાથી અને કુગુરુને ત્યાગ કરવાથી સ્થિર થાય છે. માટે આ અર્થને જણાવનાર ત્રીજો ઉલ્લાસ શરૂ કરવામાં આવે છે. તેમાં પહેલી ગાથા આ છે –
જે અનુશિષ્ટિ, ઉપાલંભ અને ઉપગ્રહને કરે છે તે આલોક-પરલોકમાં હિતકારી અને સુવ્યવહારી ગુરુ ભવસમુદ્રમાં વહાણ સમાન હોવાથી મેક્ષાથીએ તેમને ક્યારે પણ ત્યાગ ન કરવો જોઈએ, કિંતુ કુલવધૂ આદિના* દષ્ટાંતોથી તેમને આશ્રય લેવો જોઈએ
આલેક-પરલોકમાં હિતકારી એ વિષે ગુરુસંબંધી ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે -(૧) આ લેકમાં હિતકારી હોય, પરલોકમાં હિતકારી ન હોય. (૨) આ લોકમાં હિતકારી ન હોય, પરલોકમાં હિતકારી હેય. (૩) ઉભયલેકમાં હિતકારી હોય. (૪) ઉભયલોકમાં હિતકારી ન હોય. (૧) તેમાં જે ગુરુ સાધુઓને વસ્ત્ર–પાત્ર, આહાર પાણું વગેરે પુરું પાડે, પણ સંયમમાં સીદાતા સાધુઓની સારણ કરે નહિ તે આ લેકમાં હિતકારી છે, પરલોકમાં હિતકારી નથી. (૨) જે સંયમયોગમાં પ્રમાદ કરતા સાધુઓની સારણું કરે, પણ વસ્ત્ર–પાત્ર, આહાર–પાણી વગેરે આપે નહિ તે સ્પષ્ટ ભાષી ગુરુ પરલોકમાં હિતકર છે, આ લેકમાં હિતકર નથી. (૩) જે વસ્ત્ર–પાત્ર, આહાર-પાણી વગેરે બધુંય સાધુઓને પૂરું પાડે અને સંયમમાં સીદાતા સાધુ ઓની સારણ કરે તે ઉભયલોકમાં હિતકારી છે. (૪) જે વસ્ત્ર-પાત્ર, આહાર-પાણ વગેરે સાધુઓને પુરું ન પાડે, અને સંયોગમાં સીદાતા સાધુઓની સારણ પણ ન કરે તે ઉભયલોકમાં હિતકારી નથી.
સુવ્યવહારી એટલે સારો વ્યવહાર કરનાર. (અર્થાત્ મધ્યસ્થ બનીને આભાવ્યને નિર્ણય કરનાર અને શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનાર.) અનુશિષ્ટિ (કહિતશિક્ષા) અને સ્તુતિ એ બંને શબ્દો એકાર્થક છે. અનુશિષ્ટિ આ પ્રમાણે આપે-જ્યાં ડ (પાપ) સુલભ છે એવા જીવલેકમાં તું એ વિચાર ન કર કે “પ્રાયશ્ચિત્ત આપવાથી આચાર્યથી હું
જેમ કુલવધૂ શ્વસુરગૃહમાં પતિ આદિની ગમે તેવી પ્રતિકૂળતા હોવા છતાં તેને ત્યાગ કરતી નથી, તેમ શિષ્ય પણુ ગુર્નાદિકની પ્રતિકૂળતા વેઠીને પણ ગુરુ પાસે જ રહેવું જોઈએ. જુઓ પંચા. ૧૧ ગા. ૧૭ વગેરે, પંચવસ્તુ ગા. ૧૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org