________________
गुरुतसंविनिश्चये द्वितीयोल्लासः ] (૩) જેમાં હૃાસ ન કરાય તે કૃત્ના. (૪) જેમાં કંઈક હૃાસ કરાય તે અકૃત્ના. (૫) હાડહડાના સદ્યોરૂપા સ્થાપિતા અને પ્રસ્થાપિતાં એમ ત્રણ પ્રકાર છે. (i) લઘુ માસ, ગુમાસ આદિ જે તપ આવ્યું હોય તે જે કાલક્ષેપ વિના તત્કાલ જ આપવામાં આવે (=જે વખતે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે જ વખતે કરી આપવો એ શરતથી આપવામાં આવે.) તે તે હાડહડા આરોપણ સદરૂપા છે. (i) પણ જે માસિક આદિ જે તપ આવ્યું હોય તે આચાર્ય આદિની વૈયાવચ્ચ કરતો હોવાથી રાખી મૂકવામાં આવે, રાખી મૂકેલા તે તપમાં બીજું જે ઉદ્દઘાત કે અનુદ્દઘાત આવે તે બધું ય, તેના પ્રમાદને રોકવા અનુદ્દઘાત અપાય તે હાડહડા સ્થાપિત છે. (ii) છ માસિક, પાંચ માસિક વગેરે તપને કરતા સાધુને વચ્ચે બીજું જે આવે છે, તેના અતિપ્રમાદને રોકવા માટે અનુગ્રડ કૃત્નથી કે નિરનુગ્રહ કૃત્નથી અનુદ્દઘાત અપાય, એ હડહડા પ્રસ્થાપિતા છે.
અનુગ્રહ કૃત્નનું અને નિરનુગ્રહ કૃત્નનું સ્વરૂપ છ કૃમ્ભ પ્રપણાથી જાણવું. તે આ પ્રમાણે છે – (૧) પ્રતિસેવનાકૃત્ન (૨) સંચયકૃશ્ન. (૩) આરોપણાકૃન. (૪) અનુગ્રહ કૃત્ન. (૫) અનુદ્દઘાત કૃત્ન (૬) નિરવશેષ કૃત્ન. તેમાં (૧) પ્રતિસેવન કૃત્ન એટલે પારાંચિત. કારણ કે તેનાથી અધિક કઈ પ્રતિસેવનાનું (દોષસેવનનું) સ્થાન નથી. (૨) સંચય કૃત્ન એકસો એંશી માસ છે. એનાથી અધિક સંચય નથી. (૩) આરેપણ કૃત્ન છ માસ છે. કારણ કે ભગવાન વર્ધમાન સ્વામીના તીર્થમાં તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત અપાતું નથી. (૪) છ માસનું પ્રાયશ્ચિત્ત આપ્યું, તેમાં છ દિવસનું પ્રાયશ્ચિત્ત થયું, ત્યારબાદ અન્ય છ માસનું પ્રાયશ્ચિત્ત આવ્યું, તેથી જે છ માસનું પ્રાયશ્ચિત્ત પૂરું કરવાનું શરૂ કર્યું હતું તેને હૃાસ કરી નાખે અને પાછળથી બીજું જે છ માસનું પ્રાયશ્ચિત્ત આવ્યું તે પૂરું કરવામાં આવે. આ અનુગ્રહ કૃત્ન છે. અહીં પાંચ માસ અને
વીસ દિવસ પ્રમાણ ઘણું દિવસને હૃાસ કરવાથી અનુગ્રહ છે. આનાથી નિરનુગ્રહ કૃત્નનું પણ સૂચન જાણવું. તે આ પ્રમાણે - છ માસનું પ્રાયશ્ચિત્ત પૂરું કરવાનું શરૂ કર્યું હોય, પાંચ માસ અને ચોવીસ દિવસ જેટલું કર્યું, ત્યાર બાદ બીજુ છ માસનું પ્રાયશ્ચિત્ત આવ્યું, તેથી તે પ્રાયશ્ચિત્ત પૂરું કરવાનું શરૂ કરે અને પૂર્વના છ માસના છ દિવસને હૃાસ કરે. આ નિરનુગ્રહ કૃત્ન છે. કારણ કે ઘણું દિવસેનો હ્રાસ ન હોવાથી અનુગ્રહ નથી. (૫) કાલગુરુ, મસગુરુ વિગેરે અનુદ્દઘાત કૃત્ન છે અથવા નિરંતર (=વચ્ચે પારણા વિના) અપાતું માસલઘુ વગેરે પણ અનુદ્દઘાત કૃત્ન છે અથવા અનુદ્દઘાતના કાલગુરુ, તપગુરુ અને ઉભયગુરુ એમ ત્રણ પ્રકાર છે. ગ્રીષ્મ વગેરે કર્કશ કાલમાં જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તે કાલગુરુ છે. અમ વગેરે કે નિરંતર અપાતું પ્રાયશ્ચિત્ત તપગુરુ છે. ગ્રીષ્મ વગેરે કાળમાં અને (અઠ્ઠમ વગેરે કે) નિરંતર અપાતું પ્રાયશ્ચિત્ત ઉભયગુરુ છે. (૬) જેટલું પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તેટલું બધું ન્યૂનાધિક કર્યા વિના અપાય તે નિરવશેષ કૃન છે. [૨૪]
* આનું વિશેષ નિરૂપણ વ્યવહારસુત્ર (. ગા. ર૯૧)અને અતિતક૯પ વગેમાં છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org