________________
૩૪ ]
[ પશવૃત્તિ-ગુર્જર પ્રકમાવાનુવા તે બીજા વ્યવહારને જ કહે છે :
આમાં ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે :- (૧) તે અમુક આચાર્યને ધારીને જ્યારે નીકળે ત્યારે જ તે આચાર્ય કાલધર્મ પામ્યા. (૨) ધારણ કરીને નીકળ્યા પછી આચાર્ય કાલધર્મ પામ્યા. (૩) આચાર્યના કાલધર્મ પામ્યા પછી ઘારણ કરીને નીકળ્યો # આ ત્રણમાં પહેલા બે પ્રકારમાં તેને રસ્તામાં જે મળ્યું હોય તે કાલધર્મ પામેલા આચાર્યના શિષ્યનું થાય. ત્રીજા પ્રકારમાં તે જે શ્રત માટે આવ્યો હોય તે શ્રત કાલધર્મ પામેલા આચાર્યના શિષ્યોની પાસે હોય અને શિષ્ય આપે તો તેને જે મળ્યું હોય તે આચાર્યના શિષ્યનું જ થાય. જે તે શ્રત ન હોય, અગર હય, પણ આપે નહિ તો તેમનું ન થાય. જો (શિષ્ય આપે પણ) ધારકના પરિણામ બદલાઈ જવાથી શિષ્યની પાસેથી શ્રત ન લે તો પણ તે સચિત્ત વગેરે શિષ્યનું જ થાય. જે ધારક તે આપે તો શુદ્ધ છે. જે સચિત્ત ન આપે તો ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. મતાંતરે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે. અચિત્ત ન આપે તો ઉપધિનિષ્પન્ન પ્રાયશ્ચિત્ત આવે.
પ્રશ્ન :- આચાર્યના કાલધર્મ પછી તેની ધારણ કેવી રીતે સંભવે ? ઉત્તર :ધારણ કરનાર બહુ દૂર હોય તેથી આચાર્યના કાલધર્મની ખબર ન પડી હોય. ધારણા કરીને નીકળ્યા પછી રસ્તામાં કે સ્થાને આવ્યા પછી ખબર પડી હોય. આથી આચાર્યના કાલધર્મ પછી પણ તેની ધારણાનો સંભવ છે. રિપ૧] उपसंहारमाह--
एवं नाणे तह दं-सणे य मुत्तत्थत भए वेव ।
वत्तणसंधणगहणे, णव णव भेया य इकिका ॥२५२।। 'ए'ति । 'एवम्' उक्तेन प्रकारेण ज्ञाननिमित्तमभिधार्यमाणे यदाभवति तदुक्तं 'तथा' तेनैव प्रकारेण 'दर्शनेऽपि' दर्शनप्रभावकशास्त्राणामप्यर्थायाभिधार्यमाणे आभवत् प्रतिपत्तव्यम् । तत्र ज्ञानार्थ दर्शनार्थ च योऽभिधार्यते स सूत्रार्थतयाऽर्थार्थतया तदुभयार्थतया च । तत्रापि प्रत्येक वर्त्तनार्थतया सन्धनार्थतया ग्रहणार्थतया च । तत्र पूर्वगृहीतस्य पुनरुज्ज्वालनं वर्तना, विस्मृत्याऽपान्तराले त्रुटितस्य पुनः सन्धानं सन्धना, अपूर्वपठनं च ग्रहणमिति । त्रयाणां त्रिभिर्गुणनात् प्रत्येकं ज्ञाने दर्शने च नव नव भेदा उपसम्पत् ॥२५२।।
ઉપસંહાર કહે છે :
આ પ્રમાણે જ્ઞાન નિમિત્તે ધારવામાં આવતા આચાર્યનું શું થાય તે કહ્યું. તે જ રીતે દર્શનપ્રભાવક શાસ્ત્રો માટે પણ ધારવામાં આવતા આચાર્યની માલિકી જાણવી.
* આ ક્રમ વ્ય. ઉ. ૧૦ ગા. ૧૪૫ ની ટીકાના આધારે જણાવેલ છે, આથી અનુવાદમાં જે ત્રીજો ભાંગે છે, તે ટીકામાં બીજે (વચલે) ભાંગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org