________________
૨૨]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારણ કે જે રાગ-દ્વેષથી જ્ઞાન–ચારિત્રના સંઘાતને છોડી દે છે, તે મૂર્ખ સંસારીઓના સંઘાતમાં પિતાને જોડે છે=ભેળવે છે. તે પરમાર્થથી સંઘ નથી. જ્ઞાન–ચારિત્રનો સંઘાત સંઘશબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત છે. તાત્પર્યાના બલથી મળતી સંઘશબ્દની વિશિષ્ટ વ્યુત્પત્તિનું જે નિમિત્ત છે તે નિમિત્ત જ સંઘ શબ્દની પ્રવૃત્તિનું કારણ છે. કેવલ (સામાન્યથી) સંઘાતનની વ્યુતપતિનું જે નિમિત્ત છે તે નિમિત્તની અપેક્ષાએ તે તે સંધ હાડકાંઓના ઢગલારૂપ છે એમ પહેલાં કહ્યું છે. [૧૪૧] एतस्यापायरूपं फलमाह
नाणचरणसंघायं, रागद्दोसेहिं जो विसंघाए ।
सो भमिही संसारं, चउरंगतं अणवदग्गं ।।१४२॥ 'नाण'त्ति । यो ज्ञानचरणसङ्घातं रागद्वेषैः 'विसङ्घातयति' विघटयति स संसारं चतुर्वङ्गेषु-नारकतिर्यङ्नरामरगतिरूपेषु अन्तः-पर्यन्तो यस्य स तथा तम् , 'अनवदा' कालतोऽपरिमाणं भ्रमिष्यति । तस्य च संसारं परिभ्रमतो वितथव्यवहारकारित्वेनोन्मार्गदेशनया तीर्थकराशातनया च बोधिरपि भवान्तरे दुर्लभा ॥१४२॥
જ્ઞાન-ચારિત્રના સંઘાતને છોડી દેવાથી થતા નુકસાનને જણાવે છે –
જે રાગદ્વેષથી જ્ઞાન–ચારિત્રના સંઘાતને છોડી દે છે તે નરકાદિ ચાર ગતિરૂપ સંસારમાં અનંતકાળ ભ્રમણ કરશે. સંસારમાં પરિભ્રમણ કરતા તેને અસત્ય ન્યાય કરવા નિમિત્ત થયેલ ઉન્માર્ગ દેશના અને તીર્થકરની આશાતનાથી ભવાંતરમાં બેધિ (કજિનધર્મપ્રાપ્તિ) પણ દુર્લભ છે. [૧૪] तथा चाह
दुक्खेण लहइ बोहिं, बुद्धो वि य न लभई चरित्तं तु ।
उम्मग्गदेसणाए, तित्थयरासायणाए अ॥१४३॥ 'दुक्खण'त्ति । एवं वितथं व्यवहारं कुर्वता तेनोन्मार्गो दर्शितः, तथा तीर्थकरः स्वा. शातितः । तत उन्मार्गदेशनया तीर्थकराशातनया च स संसारं परिभ्रमन् दुःखेन लभते बोधिम् । बुद्ध्वापि च न लभते चारित्रम् ।।१४३।।
તે જ વિષયને કહે છે :
આ પ્રમાણે અસત્ય ન્યાય કરતા તેણે ઉન્માર્ગ દેશના કરી ખોટે માર્ગ બતાવ્યો અને તીર્થકરની અત્યંત આશાતના કરી. ઉન્માગ દેશના અને તીર્થકરની આશાતનાથી સંસારમાં પરિભ્રમણ કરતે તે બહુ જ કષ્ટથી બેધિને પામે છે. બાધિને પામ્યા પછી પણું ચારિત્રને પામતો નથી. [૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org