________________
૨૨૬ ].
__ [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પાલન કરાવવા પૂર્વક ભણે. પવિગ્નપાક્ષિકને પણ રોગ ન થાય તે પહેલાં પ્રતિક્રાંતઅભ્યસ્થિત સારૂપિક- પશ્ચાત્ કૃત–પાસે ભણે. તેના અભાવમાં પ્રતિકાંત-અભ્યસ્થિત સિદ્ધપુત્રની પાસે ભણે.
વ્યવહાર ભાષ્ય (ઉ. ૩. ગા. ૨૧૩)માં સંવિગ્નપાક્ષિકનું પણ સંવિગ્નપદથી જ ગ્રહણ કર્યું છે એ તેની ટીકાના વ્યાખ્યાનથી જણાય છે. આથી અસંવિગ્ન તરીકે સારૂપિક વગેરે જ બાકી રહે છે. આથી (અહીં એંશીમી ગાથામાં) “અસંવિગ્ન સારૂપિકાદિ એવો ઉલ્લેખ કર્યો છે. (અર્થાત આમ તે સંવિગ્ન પાક્ષિક પણ અસંવિગ્ન હોવાથી અસંવિગ્ન સંવિપાક્ષિકાદિ એમ કહેવું જોઈએ. પણ ભાષ્યાનુસાર અસંવિગ્ન તરીકે સારૂપિક આદિ હોવાથી અસંવિગ્ન સારૂપિક આદિ એમ કહ્યું છે.) [૭૯–૮૦]
अब्भुट्टिए उ काउं, दाउं वा समणलिंगमित्तरियं ।।
तेसि पि य काययो, पडिरूबो तत्थ विणओ अ ॥८१॥ 'अब्भुदिए उ'त्ति । यदि पश्चात्कृतादयो नाभ्युत्थिताः किन्तु लिङ्गतो गृहस्थास्तदा तानभ्युत्थितान् कृत्वाऽन्यत्र गत्वा मुण्डान् कृत्वा सशिखानां च शिखां स्फेटयित्वा शिखास्फेटनमनिच्छतां तत्स्थापनेनापि दत्त्वा वा, वाशब्दो व्यवस्थार्थः, 'श्रमणलिङ्गमित्वरं' व्याख्यानवेलायां चोलपट्टकं मुखपोतिकां च ग्राहयित्वा तेषां समीपे गृह्णाति देशमिति योगः । यदि च तेऽन्यत्र गमनं नेच्छन्ति तदा तत्रापि सागारिकरहितप्रदेशे इत्वरश्रमणलिङ्गमाहणपूर्व तेषां समीपे पठनीयमित्यपि द्रष्टव्यम् । तेषामपि तथाभूतानां पठता प्रतिरूपः 'विनयः' तत्र श्रुतविषये वन्दनादिलक्षणः कत्तव्यस्तैः पुनरिणीय इति ॥८॥
જે પશ્ચતત વગેરે ફરી દીક્ષિત ન થયા હોય પણ લિંગથી ગૃહસ્થ હોય તે તેમને ફરી દીક્ષિત બનાવીને તેમની પાસે ભણે. “તેમ પણ ન બને તે બીજા સ્થળે જઈને થોડા સમય માટે તેમને સાધુવેષ આપે. તે આ પ્રમાણે–મસ્તકનું મુંડન કરાવે, જેઓ ચેટલી રાખતા હોય તેમની ચોટલી કપાવી દે, કોઈની ચોટલી કપાવવાની ઈચ્છા ન
૪ પ્રતિક્રાંત-અભ્યથિત એટલે ફરી દીક્ષિત બનેલા. પ્રતિક્રાંત પાછો હઠેલે. અભ્યસ્થિત–ઉઠેલતૈયાર થયેલ. જે ગૃહસ્થવાસથી પાછો હઠીને સંયમ માટે ઉઠે–તૈયાર થાય તે પ્રતિક્રાંત-અભ્યથિત. (જુઓ વ્ય. . ૩ ગા. ૨૧૩, નિશીથ ઉ. ૧૯ ગા. ર૬૬)
- સારૂપિક એટલે દીક્ષા છોડીને સંસારમાં રહે. પણ વેશ અલગ રાખે. તે આ પ્રમાણે - મસ્તક મુંડાવે, સંસારીઓથી ભિન્ન પ્રકારે શ્વેત વસ્ત્રો પહેરે, દંડ રાખે, કરછ ન બાંધે, ભિક્ષા માટે ઘરોમાં ફરે કે ન પણ ફરે.
== પશ્ચાત્કૃત=દીક્ષા છોડીને તદ્દન ગૃહસ્થ બની ગયેલ. કેટલાક કહે છે કે સિદ્ધપુત્ર એ જ પશ્ચાતકૃત. (જુઓ નિશીથ ઉ. ૧૯ ગા. ર૬ ૬)
* સિદ્ધપુત્ર પણ સારૂપિક જેવો છે. તેમાં શેડો ભેદ છે. તે આ પ્રમાણે – મસ્તક મુંડાવે, પણ ચોટલી રાખે. સ્ત્રી રાખે કે ન પણ રાખે. (જુઓ નિશીથ ઉ. ૧૪ ગા. ૪પ૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org