________________
૨૨૨ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નક્ષત્ર શબ્દથી મૂળ સમજવું. તેથી અહીં પ્રાણાતિપાત આદિના અતિચાર રૂપ મૂલગુણ રૂ૫ વિરાધનાને જણાવે છે એમ સમજવું. બીજાઓ વળી કહે છે કે-આર્કા વગેરે બધાં નક્ષત્રમાં મેઘ વર્ષે તે પણ હસ્ત (નક્ષત્ર)ની વૃષ્ટિ વિના ધાન્યો વિશેષ રૂપે પુષ્ટ થતાં નથી. આથી હસ્ત નક્ષત્રની પ્રધાનતા ઈચ્છતા તેઓ નક્ષત્ર શબ્દથી હસ્તને નિર્દેશ કરે છે. તેથી તેમના મતે “હાથથી લીધું કે આપ્યું” અથવા “હસ્તકર્મ કર્યું” એમ સમજવું. આથી ત્રીજા-ચોથા વ્રતના અતિચારની સૂચના કરી છે. વળી કઈક કહે છે કે-લોકમાં સત્તાવીસ નક્ષત્રોનો વ્યવહાર છે. આથી નક્ષત્ર શબ્દથી સાધુઓના મૂલગુણ-ઉત્તરગુણ રૂપ સત્તાવીસ ગુણેની વિરાધના સમજવી. તેમાં ઉત્તરગુણ રૂપ વિરાધનામાં શુકલ શબ્દથી વાચ્ય ઉદ્દઘાતિમ માસિક, ચાતુર્માસિક અને ષામાસિકનું કમશઃ ગ્રહણ કરવું. મૂલગુણવિરાધનામાં કૃષ્ણ શબ્દથી વાચ્ય અનુદઘાતિમ માસિક, ચાતુર્માસિક અને વામાસિકનું કમશઃ ગ્રહણ કરવું. આ પ્રમાણે છતકલ્પવૃત્તિને અભિપ્રાય છે. વ્યવહારસૂત્રવૃત્તિમાં અહીં નક્ષત્ર શબ્દથી માસનું સૂચન કર્યું છે. ત્યાં બત્ત એ એ પદની “આપને માસ પ્રાયશ્ચિત્તના વિષયમાં ત્રતષક-કાયષક વિરાધના અથવા અક૯પાદિ ષટ્રક વિરાધના થઈ હતી” એમ વ્યાખ્યા કરી છે. ચૂર્ણિકારને પણ આ જ અભિપ્રાય છે એ ધ્યાનમાં રાખવું. છેદ આદિના ગૂઢ પદોથી આજ્ઞા આ પ્રમાણે આપે છે -
छिंदंतु तयं भाणं, गच्छंतु वयस्स साहुणो मूलं ।
अव्वावडा व गच्छे, अब्बीआ वावि विहरंतु ॥ १ ॥ (આ લેકના પ્રથમ ચરણને અર્થ આ પ્રમાણે છે:-) પૂર્વના વ્રત પર્યાયમાંથી કેટલક છેદી ના =શું કરો. આ છેદ ઉત્કૃષ્ટ તપભૂમિને ઓળંગી જનારને અર્થાત. ઉત્કૃષ્ટ કાપભૂમિ જેટલા પ્રાયશ્ચિત્તથી પણ શુદ્ધ ન થઈ શકે તેવા મોટા દોષવાળા સાધુને તે તે અતિચાર પ્રમાણે યથાયોગ્ય પંચક, દશક આદિથી આરંભી સંપૂર્ણ પર્યાયને છેટ ન થાય ત્યાં સુધી કરવો. તે છેદવિભાગે આ પ્રમાણે જણાવવામાં આવે છે -
छब्भागंगुल पणगा, दसराए तिभाग अद्ध पन्नरसे ।। वीसाइ तिभागूणं, छब्भागूणं तु पणवीसा ॥ १ ॥ मास चउमास छक्के, अंगुल चउरो तहेव छक्कं तु ।
एए छेयविभागा, नायव्या अहक्कमेणं तु ।। २ ।। અહી અંગુલ શબ્દથી મહિનાનો સંકેત છે. તેથી પંચકન (ત્રપાંચ દિવસને) છેદ કરવાનો હોય તે અંગુલનો છઠ્ઠો ભાગ છેદવો, એમ વ્યવહાર કરે છે, અર્થાત્ કહે છે. ત્રીસ દિવસ પ્રમાણ મહિનાને છઠ્ઠો ભાગ છેદ્ય હોય તે પાંચ થાય, દશ છેદ્ય હોય તે અંગુલને ત્રીજો ભાગ, પંદર છેદ્ય હોય તે અંગુલને અર્ધો ભાગ, વીસ છેદ્ય હોય તે ત્રીજે ભાગ ન્યૂન અંગુલ, પચીસ હૈદ્ય હોય તે છઠ્ઠી ભાગ ન્યૂન અંગુલ છેદ્ય થાય છે. એક, | * તપભૂમિ એટલે તપ કરવાની મર્યાદા. આદિ, મધ્યમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં ઉત્કૃષ્ટ (=વધારેમાં વધારે) તપભૂમિ અનુક્રમે બાર, આઠ અને છ માસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org