________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ ૨૭૭ પ્રત્યક્ષ આગમનું વર્ણન કર્યું. હવે પક્ષ આગમનું વર્ણન કરે છે -
ગંધહસ્તિ જસમાન ચૌદપૂવી, દશપૂવી અને નવપૂવીઓને પરોક્ષ આગમ વ્યવહાર પ્રત્યક્ષ આગમ સમાન છે. પ્રશ્ન – પરોક્ષ આગમ પ્રત્યક્ષ આગમ સમાન કેવી રીતે ? ઉત્તર :- જેમ લેકમાં ચંદ્રસમાન મુખવાળી કન્યાને ચંદ્રમુખી કહેવાય છે, તેમ અહીં ચૌદ પૂર્વધર આદિ શ્રુતજ્ઞાનથી કેવલી સમાન હોવાથી પ્રત્યક્ષ આગમ સમાન છે. [૮] उक्तमेव सादृश्यं विशेषेण प्रकटयन्नाह
ते जाणंति जह जिणा, दव्वं खित्तं च काल भावं च ।
बुडि वा हाणिं वा, रागद्दोसाण पच्छित्ते ॥९॥ 'ते'त्ति । 'ते' चतुर्दशपूादयो यथा 'जिनाः' केवलिनस्तथा जानन्ति श्रुतशक्तिबलेन सर्व द्रव्यं क्षेत्रं कालं भावं च । तथा प्रायश्चित्ते तुल्येऽप्यपराधे पश्चकयोग्ये एकस्य पञ्चक देयमन्यस्य मासेन मासाभ्यां मासैर्वा वृद्धम् , अन्यस्य च छेदो मूलमनवस्थाप्यं पाराश्चित वा । तथा तुल्येऽपि पाराञ्चितयोग्येऽपराधे एकस्य पाराञ्चितकमपरस्यानवस्थाप्यं मूलं छेदो वा मासेन मासाभ्यां मासैर्वा हीनं तपो वा यावन्नमस्कारसहितमित्यादि । प्रायश्चित्तविषये निमित्तभूतां रागद्वेषयोवृद्धिं वा हानि वा यथा जिना जानन्ति तथा श्रुतकेवल्यादयोऽपीति તેષાં વસાદરવમ્ I 3 I
ચૌદ પૂર્વધર વગેરે પ્રત્યક્ષ આગમ સમાન છે એ વિષયને વિશેષરૂપે જણાવે છે:
ચૌદપૂર્વધર વગેરે શ્રુતના બળથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને કેવળીની જેમ જાણે છે. આથી જ જેમ કેવલી તુલ્ય અપરાધમાં પણ રાગ-દ્વેષની વૃદ્ધિ-હાનિ જાણીને વધારે એાછું પ્રાયશ્ચિત્ત આપે છે, તેમ ચૌદ પૂર્વધર વગેરે પણ તુલ્ય અપરાધમાં પણ રાગ-દ્વેષની વૃદ્ધિ–હાનિ જાણને વધારે એાછું પ્રાયશ્ચિત્ત આપે છે. તે આ પ્રમાણે – અમુક અપરાધમાં એકને અપરાધ પ્રમાણે જેટલું પ્રાયશ્ચિત્ત આવે તેટલું આપે, બીજાને તે જ અપરાધમાં રાગ-દ્વેષની વૃદ્ધિ પ્રમાણે વધારે પ્રાયશ્ચિત્ત આપે, ત્રીજાને તે જ અપરાધમાં રાગ-દ્વેષની હાનિ પ્રમાણે ઓછું પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્તમાં નિમિત્તભૂત રાગ-દ્વેષની વૃદ્ધિ-હાનિને જેમ જિને જાણે છે, તેમ શ્રત કેવલીએ પણ જાણે છે. માટે તે જિનસમાન છે. [૯]
જેવી રીતે ગંધહસ્તિની ગંધથી જ તે દેશમાં વિચરતા ક્ષુદ્ર હાથીઓ ભાગી જાય છે, તે રીતે ચૌદ પૂર્વધર આદિ જ્યાં વિચરે છે ત્યાં વાદીઓ વગેરે પલાયન થઈ જાય છે. આથી તેમને ગંધહસ્તિ સમાન કહ્યા છે.
અહીં “પંચક' આદિ શબ્દોના અર્થને જાણવાના અધિકારી ગીતા જ હોવાથી તે શબ્દોને સ્પર્યા વિના ભાવાનુવાદ કર્યો છે. ગુ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org