________________
૭૨ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यत्कर्म यो न करोति ततः कर्मणस्तस्य किञ्चिदिति । लोकोत्तरिको यथा-य एते पाण्डुरपटप्रावरणा जिनानामनाज्ञया स्वच्छन्द व्यवहरन्तः परस्परमशनपानादिरूपं व्यवहारं कुर्वन्तीति । भावव्यवहारो द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो व्यवहारपदार्थज्ञाता तत्र चोपयुक्तः, "उपयोगो भावनिक्षेपः" इति वचनात् । नोआगमतश्च पञ्चविधः, नोशब्दस्य देशवचनत्वात् ।। ३ ॥
(અહીં વ્યવહાર, વ્યવહારી અને વ્યવહર્તવ્ય એ ત્રણ શબ્દના અર્થોને બરોબર જાણીને યાદ રાખી લેવા જરૂરી છે. તેનાથી આગળને ગ્રંથ વાંચવામાં અને સમજવામાં સરળતા રહેશે.
જેમ વેપાર કરે તે વેપારી કહેવાય. તેમ વ્યવહાર કરે તે વ્યવહારી કહેવાય. વ્યવહાર કરવાને ગ્ય તે વ્યવહર્તવ્ય કહેવાય. એટલે વ્યવહાર શબ્દનો અર્થ બરોબર સમજાઈ જાય તે વ્યવહારી અને વ્યવહર્તવ્ય એ બે શબ્દોને અર્થ પણ બરાબર સમજાઈ જાય. વ્યવહારના ત્રણ અર્થ છે. એક સામાન્ય અર્થ છે, અને બે વિશેષ અર્થ છે. સાધુઓના શુદ્ધ આચારો એ વ્યવહારનો સામાન્ય અર્થ છે. સાધુઓના શુદ્ધ આચારોનું પાલન જે કરાવે તે આચાર્ય વગેરે વ્યવહારી છે અને શુદ્ધ આચારોનું પાલન કરાવવાને યોગ્ય સાધુએ વ્યવહર્તવ્ય કહેવાય. સાધુઓ વગેરેમાં પરસ્પર કઈ વિવાદ ઊભું થાય તે એ વિવાદનો નિર્ણય કરવ, વિવાદમાં ન્યાય–ચુકાદો આપ એ વ્યવહારને વિશેષ અર્થ છે. વ્યવહારના આ અર્થની દષ્ટિએ વિવાદને જે ચુકાદો આપે તે આચાર્ય વગેરે વ્યવહારી અને ચુકાદો લેવા માટે આચાર્ય આદિ પાસે આવનાર સાધુએ વગેરે વ્યવહર્તવ્ય છે. | દોષની શુદ્ધિ માટે સાધુઓ વગેરેને પ્રાયશ્ચિત્ત આપવું એ વ્યવહારને બીજે વિશેષ અર્થ છે. વ્યવહારના આ અર્થની દૃષ્ટિએ પ્રાયશ્ચિત્ત આપનાર આચાર્ય વગેરે
વ્યવહારી છે, અને પ્રાયશ્ચિત્ત લેનાર સાધુઓ વગેરે વ્યવહર્તવ્ય છે. અહીં બીજા ઉલાસમાં “ન્યાય આપવો” અને “પ્રાયશ્ચિત્ત આપવું” એ બે વિશેષ અર્થોમાં વ્યવહાર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. તેમાં પણ વ્યવહારીની પ્રરૂપણામાં “ન્યાય આપવો” એ અર્થની અપેક્ષાએ વ્યવહારી અને વ્યવહર્તવ્ય શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. વ્યવહર્તવ્ય પ્રરૂપણમાં પ્રાયશ્ચિત્ત આપવું” એ અર્થની અપેક્ષાએ વ્યવહારી અને વ્યવહર્તવ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. વ્યવહારીની પ્રરૂપણામાં
ન્યાય આપ” એ અર્થમાં વ્યવહાર શબ્દનો પ્રયોગ છે. વ્યવહર્તવ્યની પ્રરૂપણામાં “પ્રાયશ્ચિત્ત આપવું” એ અર્થમાં વ્યવહાર શબ્દનો પ્રયોગ છે. આને સાર એ છે કે વ્યવહારીની પ્રરૂપણમાં વ્યવહારી એટલે ન્યાય આપનાર એવો અર્થ છે અને વ્યવહર્તવ્યની પ્રરુપણામાં વ્યવહર્તવ્ય એટલે પ્રાયશ્ચિત્ત લેનાર સાધુ એવો અર્થ છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org