________________
गुरु तत्त्वविनिश्वये प्रथमोल्लासः |
[ ૬૩
૫પાસથાદિના લક્ષણેાથી રહિત, કાલેાચિત ગુણસંપન્ન અને પ્રિયધમી હેાય એવા સાધુઓને નિર્યાપકા કરવા. ચાર નિર્વાપા ઉન કરનારા, ચાર અંદરના દ્વાર આગળ રહેનારા, ચાર સથારા કરનારા, ચાર ધર્મ કથા કરનારા, પચાર લેાકના ઉલ્લ વચનાના પ્રતિકાર કરનારા વાઢાએ, ચાર આગળના—બહારના દરવાજા આગળ રહેનારા, બ્બાર આહાર લાવનારા, ચાર પાણી લાવનારા, ચાર ઝાડા પરઠવનારા, ૧૦ચાર પેશાબ પરઠવનારા, ચાર બહારના લેાકેાને ધકથા કરનારા, ૧૨ચાર ચારે દિશામાં સહસ્રમg-સહસ્રયેાધી રહે. આ પ્રમાણે અડતાલીસ નિર્યાપકે। જોઇએ. જઘન્યથી ત્રણ હાય છે. તે ત્રણમાં એ ગીતા નિર્યાપકો અને એક અનશન કરનાર. એ નિર્યાપકમાં એક અનશનીની પાસે રહે અને બીજો આહાર-પાણીની ગવેષણા માટે જાય.
તથા ૬ અનશનીને અંતિમ સમયે આહારની અતિશય આકાંક્ષા થવાના સ’ભવ છે. આ ન થાય એ માટે છેલ્લા આહાર તેને જે ઇષ્ટ હૈાય તે આપવા, કારણ કે તેનાથી તૃષ્ણાના વિચ્છેઢ થવાથી વૈરાગ્યમાવના રહે છે. ૧૭અતિમ આહારમાં કાઇને આસક્તિ થઇ જાય તે દરાજ પરિણામથી અને દ્રવ્યથી આહારની હાનિ કરીને (પરિણામથી હાનિ=આછું આછુ લાવવુ. દ્રવ્યથી હાનિ=ખીર આવી હાય તા ખીજા દિવસે દહી' લાવવું. દહીં આવ્યુ. હાય તે! ખીજા દિવસે ખીર લાવવી.) તથા હિત શિક્ષા આપીને તેની આહાર સંબંધી તૃષ્ણાનેા નાશ કરવા.
પ્રશ્ન :- આહારમાં આસક્તિ થાય તે આપવાનુ સર્વથા બંધ ન કરતાં ઘેાડુ થેડુ' આપવાનું' કેમ કહ્યું ? ઉત્તર ઃ– થાડું થાડુ આપવાથી તેને સમાધિ થાય. સમાધિમાં હાય-સ્વસ્થ હાય તા તેને આહારતૃષ્ણા દૂર કરવા સમજાવી શકાય. આથી તેને સમાધિ થાય એ માટે દરરાજ આછું આછું આપવું. સેવકાએ થાકથા વિના=કંટાળ્યા વિના સર્વ કામા કરવાં. કારણ કે એટલા માટે જ (અનશનમાં) ગચ્છની અપેક્ષા રહે છે તથા સાધુ કોઇપણ યાગમાં અસંખ્ય ભવામાં ઉપાર્જન કરેલાં કમેમાં ખપાવે છે, પણુ સ્વાધ્યાયમાં વિશેષ પ્રકારે ખપાવે છે. વૈયાવચ્ચમાં તેનાથી પણ વિશેષરૂપે ખપાવે છે. અનશનીની વૈયાવચ્ચમાં તેનાથી પણ વિશેષરૂપે ખપાવે છે.
૨૦એના સથારા પોલાણ રહિત પૃથ્વીને કે શિલાનેા કરવા. તેમાં તે ઊભા રહે કે એસે, તેને જેમ સમાધિ રહે. તેમ રહે. અથવા એક અંગવાળું (એ પાટીયાં જોડેલાં ન હૈાય તેવુ) પાટીયું લાવવુ.. તે ન મળે તા એ અંગવાળું વગેરે પ્રકારનું પાટિયુ પણ લાવવું. તેની ઉપર ઉત્સગથી ઉત્તરપટ્ટા સહિત સંથારા પાથરવે. અપવાદથી ઘણાં પણ કપડાં પાથરવાં. ઘણાં કપડાં પાથરવા છતાં સમાધિ ન રહે તે પેાલાણુ વિનાનુ ઘાસ વગેરે પાથરવું. તે ન મળે તે પેાલાવાળું ઘાસ પણ પાથરવું. સમાધિ રહે એ માટે છેવટે તળારૂની ગાદી વગેરે પણ પાથરવું. તથા ઉપધિનું પડિલેહણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org