________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તથા –
तेणं तित्थुच्छेओ, अणवत्थपसंगवारणाकुसलो।
सावेक्खो पुण रक्खइ, चरणं गच्छं च तित्थं च ॥१९६।। 'तेणे'ति । 'तेन' प्रायश्चित्ताधिकारिणां साधूनां विनाशेन आत्मन एकाकितया बालवृद्धज्लानादीनां चोपग्रहच्छेदादन्येषां चागन्तुकानामुत्साहभङ्गात्तीथोंच्छेदः स्यात् । तेषामवधावितानां दीर्घकालसंसाराहिण्डने निमित्तभावेनापि यत्पापं तदपि निरपेक्षस्य द्रष्टव्यम् । 'सापेक्षः पुनः' उपायेनानवस्थाप्रसङ्गवारणाकुशलः सन् रक्षति चरणं च गच्छं च तीर्थं च ॥१९६।। ઉક્ત દષ્ટાંતને ઉપનય કહે છે :
જેઓ ધીરજ અને સંઘયણ એ બેથી યુક્ત છે, તે ધનવાળા દેવાદાર તુલ્ય છે. ધીર તેઓ પિતાને આવેલું સઘળું પ્રાયશ્ચિત્ત અનુગ્રહ વિના (=અમુક ત૫ ન થાય તે અમુક તપથી પ્રાયશ્ચિત્ત પૂરું કરવું વગેરે છૂટ વિના) પૂરું કરે છે. [૧૯] જેઓ ધીરજ અને સંઘયણ એ બેથી રહિત છે, તે નિર્ધન દેવાદાર તુલ્ય છે. તેમને જે નિરપેક્ષપણે એટલે કે તે પ્રાયશ્ચિત્ત કેવી રીતે પૂરું કરી શકશે ઇત્યાદિ વિચાર્યા વિના જેટલું પ્રાયશ્ચિત્ત આવતું હોય તેટલું બધું જ પ્રાયશ્ચિત્ત આપે તે તેમને વિનાશ થાય. તે આ પ્રમાણે – સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પૂરું કરવાને સમર્થ ન હોવાથી તપથી કૃષ કરાયેલા તે મૃત્યુ પામે, અથવા પ્રાયશ્ચિત્તથી કંટાળીને સાધુવેષ છોડીને ચાલ્યા જાય. [૧૯૫] આ પ્રમાણે પ્રાયશ્ચિત્તના અધિકારી સાધુઓને વિનાશ થાય તે પોતે (=પ્રાયશ્ચિત્ત આપનાર) એકલે બની જાય, બાલ-વૃદ્ધ-લાન વગેરેના ઉપગ્રહનો નાશ થાય, અર્થાત્ તેમને સાધુઓ દ્વારા જે સહાયતા મળતી હતી તે બંધ થાય, નવા આવનાર સાધુઓને ઉત્સાહ ભાંગી જાય, આથી તીર્થનો ઉછેદ થાય. તથા દીક્ષા છોડી દેનારના દીર્ઘકાલ સુધી સંસાર પરિભ્રમણમાં નિમિત્ત બનવાથી પણ જે પાપ થાય તે પણ નિરપેક્ષપણે પ્રાયશ્ચિત્ત આપનારને લાગે. જે અનવસ્થાને રોકવામાં કુશલ છે, અને ઉપાયથી (હવે કહેવાશે તે રીતે પ્રાયશ્ચિત્ત આપે છે, તે ચારિત્રનું, ગચ્છનું અને તીર્થનું રક્ષણ કરે છે. [૧૬]. guથવારં--
कल्लाणगमावन्ने, अतरंत जहक्कमेण काउं जे ।
दस कारेंति चउत्थे, तद्गुणायंबिलतवे वा ॥१९७॥ 'कल्लाणगं' इत्यादि । पञ्चाभक्तार्थाः पञ्चाचाम्लानि पञ्चैकाशनकानि पञ्च पूर्वार्द्धानि पञ्च निर्विकृतिकानि, एतत्पश्चकल्याणकम् तज्ज्येष्ठापन्नान् यथाक्रमेण च कर्तुमशक्नुवतस्तान् दश चतुर्थान् कारयन्ति, तथाप्यशक्नुवतस्तद्विगुणाचाम्लान् तपः कारयन्ति, विंशतिमाचाम्लानि कारयन्तीत्यर्थः ।।१९७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org