________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
यदप्युक्तमेकस्याप्यङ्गस्य भङ्गेऽष्टादशशीलाङ्गसहस्रलक्षणं चारित्रं नावतिष्ठत इति प्रमादबहुले काले कथं चारित्रसम्भवः ? इति, तत्रोत्तरमाह
सीलंगाण वि एवं, विगलत्तं णत्थि विरइभावेणं ।
इहरा कयाइ हुज्ज वि, भणियं जं पुव्वसूरीहिं ॥१२८॥ ___'सीलंगाण वित्ति । शीलाङ्गानामपि 'एवं' विरतिभावेन नास्ति 'वैकल्यम्' एकाद्यङ्गायोगलक्षणमितीप्यते, विरतिस्थानसत्त्वे फलतः सर्वाङ्गानां सत्त्वात् । 'इतरथा' बाह्यप्रवृत्त्यपेक्षायां भवेदपि कदाचिदेकाधङ्गबैकल्यम् , तथात्वे दोषाभावात् , आन्तरभावेषु तु क्वचिदप्यंशवैकल्येऽविरतिप्रसङ्गात , । यद्भणितं 'पूर्वसूरिभिः' श्रीहरिभद्राचार्यैः ॥१२८॥
एयं च एत्थ रूवं, विरईभावं पडुच्च दट्टव्वं ।
ण उ बझं पि पवित्ति, जं सा भावं विणा वि भवे ॥१२९॥ ... 'एयं च'त्ति । एतच्च शीलाङ्गानामन्योन्यव्याप्त्या 'रूपम् ' अखण्डस्वाभाव्यं विरतिभावं प्रतीत्य द्रष्टव्यं न तु बाह्यामपि प्रवृत्तिमाश्रित्य, 'यद्' यस्मात् 'सा' बाह्या प्रवृत्तिर्भाव विनापि भवेत् , पुष्टालम्बनशुद्धस्य सर्वत्रानभिष्वङ्गस्य गुरुलघुभावविदः किश्चिद्बाह्याङ्गविकलस्य विरतिभावाबाधादुत्सूत्ररतस्य च बाह्याङ्गसामग्र्येऽपि तदभावादिति भावः ॥ १२९ ॥
એક પણ અંગનો ભંગ થતાં અઢાર હજાર શીલાંગ રૂપ ચારિત્ર રહેતું નથી, આથી ઘણું પ્રમાદવાળા આ કાળમાં ચારિત્ર કેવી રીતે હોય ? એમ પૂર્વે (ગા. ૨૫ માં) જે કહ્યું હતું તેને ઉત્તર આપે છે:
વિરતિના ભાવથી-વિરતિના પરિણામથી શીલાંગોમાં ન્યૂનતા થતી નથી. અર્થાત્ ફલની અપેક્ષાએ વિચારવામાં આવે તે વિરતિના પરિણામ હોય તે બધા જ અંગે હોય છે. હા, બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ વિચારવામાં આવે તે કયારેક એકાદિ અંગ ન્યૂન પણ હોય. બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ એકાદિ અંગની ન્યૂનતા હોય તે દોષ નથી. પણ જે અંતરના વિરતિ પરિણામમાં ક્યાંક પણ આંશિક ન્યૂનતા હોય તે અવિરતિ આવી જાય છે. આ વિષે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે (પંચા. ૧૪ ગા. ૧૩માં) કહ્યું છે કે- [૧૨૮] શીલાંગોની (બધા રીલાંગ સાથે જ હોય એ) અખંડતા બાહ્ય (=વાચિક કે કાયિક) પ્રવૃત્તિને આશ્રયીને નહિ, કિત વિરતિના પરિણામને આશ્રયીને જાણવી. કારણ કે બાહ્ય પ્રવૃત્તિ ભાવ (=પરિણામ) વિના પણ હોય. આથી જ પુષ્ટ આલંબનથી શુદ્ધ, સર્વત્ર આસક્તિથી રહિત અને ગૌરવ–લાઘવને જાણનારમાં બાહ્ય અંગેની કંઈક ન્યૂનતા હોય તો પણ વિરતિના પરિણામ હોય છે. ઉસૂત્ર વચન બોલવામાં ત૫ર મુનિમાં બાહ્ય અંગે બધા હોવા છતાં વિરતિના પરિણામ ન હોય. [૧૨૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org