________________
આદિ સહિત નાગપુરી (નાગોરી) ધર્મશાળામાં પધાર્યા. ગુજરાતના સૂબા મહેબતખાને તેઓશ્રીની પ્રશંસા સાંભળી. આથી તે સૂબાને તેઓશ્રીની વિદ્યા જાણવાની ઉત્કંઠા થઈ. તેના નિમંત્રણથી તેઓશ્રીએ રાજદરબારમાં અઢાર અવધાને કરી બતાવ્યાં. સૂબાએ ખુશ થઈ તેઓશ્રીની બુદ્ધિના વખાણ કર્યા, રાજશાહી આડંબરથી તેઓશ્રીને તેમના સ્થાને લઈ જવામાં આવ્યા.
વીસસ્થાનક તપ અને ઉપાધ્યાયપદ :- ત્યાર બાદ તેઓશ્રીએ અનેક ગ્રંથની રચના કરી. સમય જતાં અમદાવાદના સંઘે ગચ્છનાયક આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજને શ્રી યશે વિજય મહારાજને ઉપાધ્યાયપદે સ્થાપવા આગ્રહભરી વિનંતિ કરી. આ દરમિયાન તેઓશ્રીએ વીસસ્થાનક એાળીને તપ શરૂ કર્યો. આ તપમાં શ્રી જયસેમ વિજયજી આદિ મુનિઓએ તેમની સેવા કરી. વિધિપૂર્વક તપની આરાધના પૂર્ણ થતાં ગચ્છનાયક શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.ના પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિજીએ વિ.સં. ૧૭૧૮માં તેઓશ્રીને ઉપાધ્યાય પદ આપ્યું.
અનેક બિરુદ –આ વખતે જૈનધર્મમાં રાશી ગો હતા. આ બધા ગચ્છમાં તેઓશ્રીની અસાધારણ વિદ્વાન તરીકે પ્રસિદ્ધિ હતી. વિદ્વાનેમાં તેઓશ્રી “લઘુ હરિભદ્ર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, કૂર્ચાલીશારદ સૂરગુરુ, તાર્કિક” આદિ અનેક બિરુદથી અલંકૃત બન્યા. કાશીમાં વિદ્યાભ્યાસ દરમિયાન તેઓશ્રીએ મહાપંડિતોથી પણ અજેય એક સંન્યાસીને વાદમાં જીતી લીધું. આથી કાશીના રાજાએ તથા બધા પંડિતોએ મળીને તેમને “ન્યાય વિશારદ' બિરુદ અપર્ણ કર્યું હતું. તેઓશ્રીએ ન્યાયના સે ગ્રંથની રચના કરી ત્યારે તે ગ્રંથને જોઈને પ્રસન્ન બનેલા ભટ્ટાચાર્યોએ મળીને તેઓશ્રીને ન્યાયાચાર્ય” બિરુદ આપ્યું હતું.
સરસ્વતીમંત્રની સાધના – મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કાશીમાં વિદ્યાભ્યાસ દરમિયાન ગંગા નદીના કિનારે છે પદના જાપથી સરસ્વતી દેવીની સાધના કરી હતી. ( એ સરસ્વતીને મંત્ર છે.) આથી તેઓશ્રીને કઠીન ગ્રંથના અભ્યાસ માટે અને નવીન ગ્રંથની રચના માટે સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્ત થઈ હતી. આથી જ તેઓશ્રીએ સ્વરચિત દરેક ગ્રંથના પ્રથમ કલેકની શરૂઆત છે પદથી કરી છે.
ગ્રંથ રચના –મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે સેંકડો ગ્રંથની રચના કરી છે. પોતે રચેલા “જૈન તક પરિભાષા” ગ્રંથની પ્રશસ્તિમાં તથા “પ્રતિમા શતક' ગ્રંથની પ્રસ્તાવનામાં ન્યાય સંબંધી એક સે ગ્રંથની રચનાને સ્પષ્ટ ઉલ્લેખ છે. તથા રહસ્ય” શબ્દાંકિત એકસો આઠ ગ્રંથની રચના કરી છે એવું “ભાષા રહસ્ય” ગ્રંથના પ્રારંભમાં તેઓશ્રીએ જણાવ્યું છે. બીજા પણ અનેક પ્રાકૃત–સંસ્કૃત ગ્રંથે તેઓશ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org