________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते दानात् । न चैवं रागद्वेषप्रसङ्गः, यथा एके दुर्गन्धितिला निम्बपुष्पैर्वासिता अपरे च स्वाभाविकाः, तत्राद्यानां दुरभिगन्धो बहुविधेनोपक्रमेणापनेतुं शक्यते, अन्त्यानां च स्तोकेन; यथा वा सर्वभोजी रोगी कर्कशया क्रियया शुद्धिमासादयति, असर्वभोजी च स्तोकया; यथा वा वातेन प्रतिदिवसं विधूतः पटो मलिनीभूतः स्तोकेनोपक्रमेण शुध्यति, इतररतु बहुना; तथा ये स्वरूपतः पावस्था अपरं च साधुसमाचारप्रद्वेषतो ग्लानादिप्रयोजनेषु साधूनामप्रतप्पिणोऽवर्णभाषिणश्च ते महता प्रायश्चित्तेन शुद्धिमासादयन्ति, ये तु पार्श्वस्था अपि कर्मलघुतया साधुसमाचारानुरागतः साधून् ग्लानादिप्रयोजनेषु प्रतितर्पयन्ति 'लाघाकारिणश्च ते स्तोकापराधिन एव शुध्यन्तीत्युक्तक्रमेण प्रायश्चित्तदाने रागद्वेषगन्धस्याप्यभावात् । इत्थं च तपश्छेददानाधिकारित्वेन पावस्थेऽपि चारित्रसम्भव इति सिद्धम् ॥१०२।।
આ વિષે વ્યવહાર સૂત્રની ગાથા (ર૩૩) આ પ્રમાણે છે
પાસથા વગેરે કઈ સાધુ આલોચના કરીને સમુદાયમાં રહેવા માટે આવે તો પહેલાં એ વિચારવું કે તેનું ચારિત્ર કંઈક પણ બાકી રહ્યું છે કે સર્વથા ગયું છે ? હવે જે સર્વથા ચારિત્ર નષ્ટ થયું હોય તે મૂલ પ્રાયશ્ચિત્ત આપવું. મૂલ એટલે સર્વ પર્યાય છે. હવે જે ડું પણ ચારિત્ર રહ્યું હોય તે તેને તપ કે છેદ પ્રાયશ્ચિત્ત આપવું. જે રાત્રિદિવપંચકથી આરંભી ભિન્નમાસ સુધી પ્રાયશ્ચિત્તને પામ્યા હોય, અને સેવા આદિથી સાધુઓને તૃપ્ત કર્યા હોય=સંતેષ પમાડ્યો હોય તો તેનાથી જ (=સાધુઓને તૃપ્ત કરવાથી જ) તે શુદ્ધ બની ગયો છે. એથી તેના ઉપર મહેરબાની કરીને તેને પ્રાયશ્ચિત્તથી મુક્ત કરી દે. હવે જે તેને માસ વગેરે પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે અંતિમ પદને હૃાસ કર=અંતિમ પદનું પ્રાયશ્ચિત્ત ઓછું કરી નાખવું. જેમ કે દ્વિમાસ કે ત્રિમાસ પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે એક માસ કે દ્વિમાસ પ્રાયશ્ચિત્ત આપવું.
પ્રશ્ન :- આ રીતે તે રાગ-દ્વેષનું પોષણ નથી થતું? ઉત્તર – ના. તે આ પ્રમાણે-કેટલાક તલ લીમડાના પુષ્પોથી વાસિત થવાથી દુર્ગંધવાળા હોય તે ઘણો ઉપાય કરવાથી તેમાંથી દુર્ગધ દૂર થાય. કેટલાક તલ લીમડાના પુષ્પોથી વાસિત થયા વિના સ્વાભાવિક રીતે દુર્ગધવાળા હોય તે અલ્પ ઉપાય કરવાથી તેમાંથી દુર્ગંધ દૂર થાય. અથવા બધું જ ખાનારો (=પશ્ય ન પાળનાર) રોગી આકરા ઉપાયથી આરોગ્ય પામે છે. બધું ન ખાનાર પથ્ય પાળનારા) રેગી છેડા ઉપાયથી આરોગ્ય પામે છે. અથવા પવનથી ધૂળ લાગવાના કારણે મલિન બનેલું વસ્ત્ર થોડા ઉપાયથી શુદ્ધ થઈ જાય છે, જ્યારે બીજી રીતે મલિન થયેલું વસ્ત્ર ઘણું ઉપાયથી શુદ્ધ થાય છે. તે રીતે પાસસ્થા પણ બે પ્રકારના હોય છે. જે સાધુઓ સ્વરૂપથી (=વર્તનથી) પાસસ્થા તો હોય, પણ વધારામાં સાધુઓના આચારો ઉપર દ્વેષવાળા હોય અને તેથી સુસાધુ બો બિમાર પડે વગેરે પ્રસંગે સાધુઓને તૃપ્ત ન કરે મદદ ન કરે, અને તેમની નિંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org