________________
७६४
શાન છે. તેનું જ બગડે છે. તેને આ જન્મ અને આવતે જન્મ પણ બગડે છે. કેને નિંદા કહેવાતી નથી ?
રૂ૫ ન કેઈનું ધારીએ, દાખીએ નિજ નિજ રંગ છે, તેમાં કાંઈ નિંદા નહીં, બેલે બીજુ અંગ . એહ કુશીલણી ઈમ કહે, કેપ હુએ જેહ ભારવ હે, તેહ વચન છે નિંદાતણું દશવૈકાલિક શાખ હો.
અહીં યશોવિજયજી વાચકવર્યજી ફરમાવે છે કે કોઈના વિષયમાં રાગ દ્વેષ રહિત માધ્યસ્થ ભાવથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ કહેવું. પરંતુ તે નિંદાની બુદિધથી ન કહેવું. અને કેાઈની વાતમાં મીઠું-મરચું અથવા મસાલે પોતાની તરફથી નાંખીને વાત ઉપજાવવી અથવા ઊભી કરવાની ક્ષતિ ન રાખતા પ્રિય સત્ય સ્વરૂપ હિત બુદ્ધિથી કેઈને સુધારવાના હેતુથી કહેવાય, અત્યંત નિષ્પક્ષ સરળતાથી કહેવામાં આવે તે તે નિંદા કહેવાતી નથી. વાત કરતી વખતે પોતાના મનમાં કોઈ વ્યક્તિનું રૂપ–સ્વરૂપ, નામ પણ ન આવે, પરંતુ જીવોના કર્મ સંગવશ જેવા દુર્ગુણ હોય તેવા કહેવામાં નિંદાનું પાપ લાગતું નથી. દુર્ગણોને દુર્ગા સ્વરૂપે જ જેવા એ નિંદા નથી કહેવાતી. વ્યક્તિને સુધારવા માટે તેને જ કહેવામાં આવે અથવા તેના માતા-પિતા–મિત્રો વગેરેને કહેવામાં આવે તો તે નિંદા નથી કહેવાતી. આ રીતે બીજા અંગસૂત્ર સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્ર નામના આગમમાં નિંદા કેને કહેવાય? તે કહેવામાં આવ્યું છે. પરંતુ દશવૈકાલિક આગમમાં નિદા કેને કહેવાય છે? એ બતાવતાં સ્પષ્ટ કહ્યું છે કે—કો ધાદિ કષાયોને આધીન થઈને કઈ પણ સ્ત્રી-પુરૂષના વિષયમાં આ દુખ–દુર્જન-કુશીલ લંપટ છે વગેરે કહેવું અને તેની દુષ્ટતાને ચાર વ્યકિતઓની વચ્ચે પણ કહેવી તથા કેઈ સ્ત્રી તથા પુરૂષનું નામ વગેરે લઈને કહેવું અને વિપરીત રૂપથી વાતને વિકૃત બનાવીને પિતાના તરફથી તે વાતમાં મીઠું-મરચું નાંખીને વાત કરવી એ જરૂર નિંદા કહેવાય છે. આવી વિપરીત વાત ઊભી કરવી કે જેને સાંભળીને સાંભળવાવાળાને કે ઉત્પન્ન થાય. કષાય જાગે એ નિદાનું સ્વરૂપ કહેવાય છે. બીજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org