________________
૭૪૯
વિવિધ પ્રકારના અજીર્ણ –
ક્રોધ અજીરણ તપતણું, જ્ઞાનતાણું અહંકાર હો,
પરનિંદા કિરીયાતણું, રમન અજીર્ણ આહાર હો. નિંદાની સક્ઝાયમાં યશોવિજયજી વાચક ફરમાવે છે કે લોકોને વિવિધ પ્રકારનું અજીર્ણ હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જેવી રીતે કહ્યું છે કે–ઊલ્ટી થવી એ અજીર્ણનું લક્ષણ છે. આહાર બરાબર પચ્યો નથી. તેવી રીતે ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ કર્યું છે કે જે તપસ્વી કેધ કરે છે તે સમજી લેવું કે તેને તપ પચ્ચે નથી. કેધ એ તપશ્ચર્યાનું અજીર્ણ છે. જ્ઞાનનું અજીર્ણ અભિમાન છે. જ્ઞાન તો ઘણું મેળવ્યું છે. પરંતુ તે પચ્યું નથી. તેથી અભિમાન થયું છે. સ્થૂલિભદ્રજી જે દશપૂવી થઈ ગયા. દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું પરંતુ તેને પચાવ્યું નહીં. ‘હું કંઈક છું” એવું બતાવવા માટે બહેનોની સામે તેણે સિંહનું રૂપ બનાવ્યું. આ અહંકારને જ્ઞાનનું અજીર્ણ જાણીને ગુરૂ ભગવંતે પછીના ચાર પૂર્વ ભણાવવાની ના પાડી દીધી. જોકે શ્રી સંઘના આગ્રહથી અને તેમની ક્ષમાયાચનાથી પૂ. ભદ્રબાહસ્વામીએ પછીના ચાર પૂર્વ મૂળ સૂત્રથી આપ્યા. પણ અર્થથી તે ન જ આપ્યા. આ અભિમાન જ્ઞાનનું અજીર્ણ છે તેથી જ્ઞાની જો અભિમાન ન કરે અને નમ્ર જ રહે તે સમજવું કે જ્ઞાન સાચા રૂપમાં પરિણામ પામ્યું છે. તેવી રીતે કોધ ન કરે તો સમજવું કે તપસ્વીને તપ સાચા રૂપમાં પરિણમે છે. આમ પણ કહ્યું છે કે સામાયિક, પૂજાપાઠ, પૌષધ, મંત્ર-જાપ વગેરે પ્રકારની વિવિધ ધાર્મિક કિયા જો બરાબર રીતે ન પચી હોય તે સમજવું કે આ ક્રિયાનું અજીર્ણ છે. આ અજીર્ણ પરનિંદાના રૂપે પ્રગટ થાય છે. આમ જોઈએ તો બધા પ્રકારની શુભ કિયા, ત૫–તપશ્ચર્યા વગેરે બધી ધાર્મિક ક્રિયામાં જ ગણાય છે, અને આવી તપશ્ચર્યા–સામાયિક–પૌષધ-પૂજા પાઠ વગેરેની કિયા કરવાવાળા પણ જે પરનિંદાની પ્રવૃત્તિમાં મશગુલ હોય તે સમજવું કે હાલ તેઓને લોકેત્તર ક્રિયા સારી રીતે પચી નથી. તેઓ પચાવી શક્યા નથી. તેઓને અજીર્ણ થયું છે. તેની અંધ શ્રદ8મ્ અજીર્ણના રોગમાં લાંધન કરવું અર્થત સર્વથા ન ખાવું એ શ્રેષ્ઠ ઉપાય છે. અજીર્ણના હેવા છતાં પણ જે ખાવાની ઈચ્છા રાખે છે. તે સમજવું કે શરીરમાં ઝેર વધી રહ્યું છે. શકય છે કે ભયંકર વિષવિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org