________________
७४८ નિંદક ધમને માટે પાત્ર નથી
ધર્મને માટે કેણ પાત્ર છે અને કણ અપાત્ર છે? એ વિચાર શાસ્ત્રકારોએ સ્પષ્ટ કર્યો છે. એમાં નિંદક વૃત્તિવાળાને સર્વથા અપાત્ર ઠરાવ્યો છે, કેમકે તે પરનિંદા કરવાવાળે છે. વગર કારણે લેશ–કલહ પણ કરતો રહે છે, કેઈની સાથે વૈર–વૈમનસ્ય પણ રાખે છે. કેઈની સાથે શત્રુતા રાખે છે અને નકામે કોઈને શત્રુ બને છે. સ્વાભાવિક છે કે કપોલકલ્પિત ન હોય તેવી વાતે બનાવીને કેાઈની અપ્રતિષ્ઠા કરે છે. અથવા કેઈની પર કલંક–આરોપ લગાડે છે તે તે તેની સાથે શત્રુતાની જમાવટ કરે છે. નિંદક આ રીતે આ નિંદા કરવાની વૃત્તિના કારણે કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ-અરતિ,ધ-માન-માયા વગેરે કેટલાય પાપને ખેંચી લાવે છે. આથી ૧૮ પાપસ્થાનકમાં કેટલાય પાપ આ સીમા પર પરિવાદ પાપની સાથે લાગેલા છે, સહયોગી છે. તેની પાછળ ખેંચાઈને આવે છે. જેવી રીતે ઉદર્વ વાયુ-ઊલટીના રેગીને માટે વાત જ આહાર પ્રતિકૂળ સિદ્ધ થાય છે. તેવી રીતે નિંદક વૃત્તિવાળા માટે ધર્મારાધના પણ નિષ્ફળ સિદ્ધ થાય છે. એક તો તે ધર્મને માટે એગ્ય પાત્ર જ નથી, અને માની લો કે જો તે તપજપ–ક્રિયા વગેરે ધર્મ કરે તો પણ બધું નિષ્ફળ જાય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં સક્ઝાયમાં કહ્યું છે કે–“જેહને નિંદાને ઢાળ છે, તપ–કિરિયા તસ ફેક હે”—જે કઈને પણ પરનિંદા કરવાની ટેવ પડી ગઈ છે, તે જ તપ–ક્રિયા વગેરે કરતા પણ હોય તે તે બધું નકામું જાય છે. આવી તપશ્ચર્યા, આવી સામાયિક–પૂજાપૌષધ શું કામના? જેમાં સાધક પરનિંદા કરે અથવા જેની સાથે કોઈ નિદાની પ્રવૃત્તિ કરે ? સામાયિક પૂજાની ક્રિયા ખરાબ નથી, અને તપશ્ચર્યા પણ ખરાબ નથી. પાણુ ખરાબ નથી, પરંતુ જે અશુદ્ધ હેય તે પેય–પીવા યોગ્ય નથી. સામાયિક–પૂજા–તપશ્ચર્યા કરીને જે નિર્જ રા કરવી જોઈએ તેના બદલે તે નિંદા કરીને પાપની પ્રવૃત્તિ વધારે છે. સામાચિક લઈને અથવા પૌષધ લઈને જે સાધક નિંદાપરપ્રપંચપર નિંદા, કેઈની કુથળી જ કરતો રહે તો શું તે સામાયિક અથવા પષધ લાભદાયી બનશે ? શું તે કર્મનિર્જરા કર્મક્ષય માટે સહાયક બનશે? તે કિયા ફેગટ જશે. તેથી નિંદક ધર્મને માટે પાત્ર નથી અને તેની સાધના ક્યારેય સાર્થક સફળ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org