________________
१८६ કરતું નથી, કરી શકતા નથી. શ્રી સિદ્ધ પરમાત્મા સાગરવર ગંભીર છે. તેનું આલંબન લઈને આપણે પણ ગંભીરતાને આત્મસાત્ કરવી જોઈએ. ગંભીર સ્વભાવવાળી વ્યક્તિના જીવનમાં આવી હલકી મનેવૃત્તિ[પ્રવેશી શકતી નથી ગંભીર વ્યક્તિ કેટલાય દે, કેટલાય પાપને જોઈને પચાવી જાણે છે, શાંત રહી જાણે છે. એનું પેટ અત્યંત મેટું હોય છે. એટલે સાગરના તળીયાની જેમ વિશ્વભરની આવી દુર્ઘટનાએને તે પોતાનામાં સમાવી શકે છે. એની અસર તેને થતી નથી. તેનું દિલ અત્યંત વિશાળ હોય છે. અને આવી અભ્યાખ્યાન વૃત્તિ અથવા “શુન્યવૃત્તિવાળું હલકું પાપ તે કયારે પણ કરતે નથી. મનની વિશાળતા, આત્મૌપમ્ય ભાવ અને સ્વભાવની ગંભીરતા કેટલાય દેશે ને પોતાનામાં સમાવી સાફ કરી દે છે. જે બીજાના દોષ જોઈને નથી આeતે તે ગંભીર છે અને ગંભીર મનુષ્ય જ મહાન બની શકે છે. બાળપણથી જ જે ગંભીરતા ગુણને કેળવવામાં આવે તો સમજજો કે એનામાં મહાન બનવાની ક્ષમતા રહેલી છે. બીજ પડેલું છે. હવે માત્ર તેને-સિંચનની જરૂર છે અને બીજાના દોષને જાણ્યા પછી જે મૌન સેવવામાં આવે તે એની કંઈ જુદી જ અસર થાય છે. મને એ મોટામાં મોટે ઉપદેશ છે. મૌનની પણ ભાષા છે અને એગ્ય જેમાં તેની ચોક્કસ અસર થાય છે.
વળી અભ્યાખ્યાન અને પશુન્યની અંદર ગુપ્ત રીતે સત્કર્ષ અને પાપકર્ષ રૂપ પરિણામ બેઠેલે છે. બીજાને હલકા ચીતરીને પિતાની પ્રતિષ્ઠા જમાવવી એ અધમ ઉપાય છે. બીજાની લીટી ભૂસીને આપણું લીટી મેટી સાબિત કરવી એ કપટ છે. આપણે સ્વયં મટી લીટી દેરીએ, આપણે સ્વયં ગુણવાન બનીએ એ જ આપણી ઉત્તમતા છે અને પાપકર્ષ એટલે બીજાને હલકે ચીતરવાની મને વૃત્તિમાં પણ સામા પ્રત્યે દ્વેષ છે. વળી આ સ્વપ્રશંસા અને પનિંદા એ ભવાભિનંદીનું લક્ષણ છે. પ્રવૃત્તિમાંથી અઢાર પારસ્થાનકે દૂર કરવાના છે. અને વૃત્તિની અંદર ભવાભિનંદીના ૧૧ દે દૂર કરવાના છે. ત્યારે જ આત્મવિકાસની શકયતા ઉભી થાય છે,
આત્મવિકાસમાં બાધક એવા પાપતત્વને તિલાંજલી આપીને બધા જી સ્વગુણસાધના કરે એ જ શુભ કામના.
卐 शुभं भवतु सर्वस्यक
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org