________________
અવાજથી પલંગ પર સૂતેલી પત્ની અને તેની સાથે સૂતેલી વંકચૂલની બહેન બને જાગી ગયા તે સમયે ચારનું એક નાટક આવ્યું હતું જે પુરૂષ જ જોઈ શકતા હતા. વંકચૂલની બહેન પુષ્પચૂલાની ઈચ્છા નાટક જવાની થઈ. તેથી રાત્રે પુરૂષને વેષ પહેરીને નાટક જેવા ગઈ હતી અને નાટક જેઈને આવ્યા પછી થાકી જવાથી કપડા બદલ્યા વગર જ ભાભીની સાથે સૂઈ ગઈ હતી. હવે વંકચૂલે પુરુષના કપડામાં પુષ્પચુલાને જઈને ચમકી ગયો કે મારી પત્ની કઈ પરપુરૂષ જેડે સુતી છે અને પછી વધ કરવા માટે તલવાર ઉગામી. આંખે જોયેલી વાત પણ ઘણી વખત ખાટી પૂરવાર થાય છે. તેથી અચાનક જેચેલી-સાંભળેલી વાતો, પર ભડકી ન જવું જોઈએ. ઘણું સમજી-વિચારીને, નિર્ણય કરીને પગ ઉપાડ જોઈએ. જેથી પાછળથી પસ્તાવાને સમય ન આવે. નહીંતર આજે ભાઈના હાથે જ બહેનની હત્યા થઈ ગઈ હેત ! અભ્યાખ્યાની વૃત્તિવાળામાં પ્રાયઃ વિચારવાની–સમજવાની શક્તિ ઓછી હોય છે. તેઓ વધારે બુદ્ધિ વાપરતાં નથી. અભ્યાખ્યાનીને વિચિત્ર સ્વભાવ–
અભ્યાખ્યાની પ્રાયઃ અવિવેકી હોય છે, વિશ્વાસપાત્ર નથી હોતા. તે જ્યારે પણ કોઈની વાત એકબીજાને કરે છે ત્યારે એમ કહેતે જાય છે કે તમે બીજાને ના કહેશે. તે પિતાની જાતને સારો માને છે અને બીજાને નીચી કક્ષાને સમજે છે. હું કરું તે જ સાચું છે અને તમે કરે તે ખોટું છે. પ્રાયઃ અભ્યાખ્યાની અસત્યનું સેવન વધારે કરે છે. અભ્યાખ્યાનની દ્રષ્ટિ છીદ્રો શોધવાવાળી બની જાય છે. આથી તે તેવી રીતે જુએ છે. જેવી રીતે કોઈને પીળી (કમળ) થાય અને તેણે સફેદ દૂધ પણ પીળું દેખાય છે, બધું જ પીળું દેખાય છે. તેવી રીતે અભ્યાખ્યાનીને ચારેબાજુ પિતાના સ્વાર્થની વાત જ દેખાય છે, તે આરપાત્મક વિષયને જલદી પકડી લે છે. શાસ્ત્રકાર મહર્ષિ અહીં સુધી કહે છે કે અભ્યાખ્યાની વૃત્તિવાળા જ મિથ્યાત્વવૃત્તિની પ્રાધાન્યતાવાળા હોય છે. કેમકે તેઓ વિપરીત જેવાનું અને વિપરીત કહેવાનું કામ કરતા હોય છે. પ્રાયઃ સત્યના અંશથી દૂર રહે છે. બુદ્ધિ જ વિપરીત બની જાય છે. આથી મિથ્યાત્વની સંજ્ઞા પણ પ્રાયઃ આ. પાપસ્થાનકમાં સમાઈ જાય છે. આવી સંજ્ઞાઓ દસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org