________________
૬૧૪
ભાષા કેવી આગની જેમ સળગતી વાળા જેવી હોય છે? આવા દાંપત્ય જીવનમાં સુખ-શાંતિની આશા અથવા અપેક્ષા પણ શું રાખી શકે ? સુખ-શાંતિની ગંધની પણ શકયતા નથી અને અહીંથી મૃત્યુની પછી દુર્ગતિની જ સંભાવના વધારે છે. કલહશીલની દુર્ગતિ વારંવાર જોવા મળે છે
કલહશીલની દુર્ગતિ
“કલહ તે બારમું પાપનું સ્થાન દુર્ગતિ બનનું મૂલ નિદાન”
આ સજઝાયની પંક્તિમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કલહ એ દુર્ગતિરૂપી વનનું મૂળ છે. જો કે દુર્ગતિ બે છે. તિર્યંચ અને નરકગતિ એ બંને દુર્ગતિ કહેવાય છે. ચાર ગતિ પર છે. એમાં ઉપરની દેવ અને મનુષ્ય એ બે સદ્ગતિ સુંદર ગતિ છે. જ્યારે નીચેની બે દુર્ગતિ છે. સગતિમાં મનુષ્ય અને દેવગતિની પ્રાપ્તિને માટે તે ઘણી ઊંચી સાધનાની આવશ્યકતા છે. પ્રિય મનહર પ્રેમભરી મધુર સન્માનાથી ભાષા બાલવાથી શુભ ભાવ બની રહે છે. આ શુભ ભાવથી સગતિ શકય છે. જ્યારે કલહમાં પ્રાયઃ અસભ્ય અશુભ ભાષા જ બોલાતી હોય છે. ગંદા હલકા શબ્દોનો જ પ્રયોગ કરાતો હોય છે. હલકી કક્ષાની ગાળે અપાય છે. અશુભ નિમિત્તોની ઉપમા અપાય છે. ક્રોધાદિનો આવેશ હોય છે અથવા અભિમાનને નશે હોય છે. આથી પણ સારી ભાષાની સંભાવના કલહમાં નથી રહેતી. તેથી દુર્ગતિને બંધ સરળતાથી થાય છે. સદ્ગતિમાં જવા માટે સારા શુભ પુણ્યની આવશ્યકતા રહે છે.
જ્યારે દુર્ગતિમાં જવા માટે અશુભ પાપકર્મો જ કારણભૂત છે. કલહશીલ મનુષ્ય ખરાબ ભાષાના પ્રયાગમાં પુણ્ય ઉપાર્જન કરે છે તે શકય જ નથી. છેવટે ભાષાના અનુસાર અધ્યવસાય પણ બગડે જ છે અને આવા બગડેલા ખરાબ ભાવની તીવ્રતામાં દુર્ગતિનું આયુષ્ય જીવ બાંધી દે છે. તેના પરિણામ સ્વરૂપે દુર્ગતિમાં જવાના દિવસે આવે છે ભલે અહીં પિતાના મૃત્યુ પછી અમે સ્વર્ગવાસ ” અથવા “સદ્ગતિ” લખીને છાપામાં છપાવીએ પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે બધાની ગતિ પોતપોતાના કર્માનુસારે થાય છે. જે જીવે જેવા સારા ખરાબ કર્મ બાંધ્યા હશે તેના અનુસાર જ બધાની સગતિ અથવા દુર્ગતિ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org