________________
૬૧૩
એક બાજુ તો મનુષ્ય ક્રોધાદિ કષાયોના આવેશમાં રહે છે. આવેશમાં જ જે ઝગડે શરૂ થાય તો પછી મનુષ્ય મર્યાદાના બંધન તોડી નાંખે છે. ત્યાં પછી વિનય-વિવેકની મર્યાદા પણ નથી રહેતી. ભાષાએ ભાવને પ્રગટ કરનાર માધ્યમ છે ભાવની મલિનતાના કારણે ભાષા પણ મલીન બને છે. અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતા લેકે સહેજ પણ ખચકાટને અનુભવ કરતા નથી. ગાળ એ તો તેમના માટે અત્યંત સામાન્ય અને જરૂરી વસ્તુ બની જાય છે. હલકી કક્ષાની ભાષા એ કલહની જમાવટ કરવામાં બળ આપે છે કલહશીલ વ્યકિત ન બોલવા ચોગ્ય ન સાંભળવા
ગ્ય અપ્રિય કડવી હલકી, બિભત્સ અશ્લીલ ભાષાને ઉપયોગ છુટથી કરે છે. ઉપાધ્યાયજી મહારાજ સજઝાયમાં ઉદાહરણના રૂપમાં આ વાત રજુ કરતાં કહે છે કે,
“શું સુંદરી તું ન કરે સાર, ન કરે આપે કંઈ ગમારા ક્રોધમુખી તું તુજને ધિકકાર, તુજથી અધિક કુણ કલિકાલ સામુ બેલે પાપી નિત્ય, પાપી તુજ પિતા જુઓ ચિત્તો”
પતિ-પત્ની બંને ઝગડી રહ્યા છે. ત્યારે એકબીજા ઉપર દોષા રેપણની ભાષા કેવી બોલે છે? ભાષામાં આક્રોશ કેટલો છે? કલહમાં કષાયની માત્રા કેટલી છે? એ આ સજઝાયની પંક્તિઓમાં સ્પષ્ટ દેખાય છે–
પતિ-હે સુંદરી! તું ઘરની સંભાળ શા માટે સારી રીતે નથી કરતી? પત્ની–હે ગમાર તું પોતે જ કેમ નથી કરી લેતે? પતિ-હે ક્રોધમુખી ! તને ધિક્કાર છે કે આટલે ક્રોધ કરે છે. પત્ની–તો આ કલિકાળમાં તારાથી વધારે ખરાબ બીજું કોણ છે? પતિ-હે પાપિણિ! તું આ રીતે શા માટે મારી સામે બોલે છે ? પત્ની–અરે ! જરા મેટું સંભાળીને બેલજે. પાપી તારે બાપ....નહીં તે
આથી વધારે સાંભળીશ.
આ અર્થ ઉપરોક્ત સજઝાયની પંક્તિઓને છે. પતિ પત્ની વચ્ચેના કલહની ભાષાને સંવાદ અહીં આપ્યો છે. ક્રોધમુખી કલહપ્રિય સ્ત્રીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org