________________
૬૫૩ કષાયે ન મટે તે કલહ ઘણીવાર જિન્દગીભર પણ નથી કરતા. અને ગાંઠ બંધાઈ જાય છે.
કલહથી દારિદ્રય આવે છે. દારિદ્રતાને પ્રથમ પાયે છે. અસમાધિનું મુખ્ય કારણ છે. સાચી વાત છે કે કલહવૃત્તિવાળા જીવને સમાધિ-શાન્તિ કયાંથી પ્રાપ્ત થાય? એવા જીવ માટે તો આ દિવાસ્વપ્ન જેવી વાત છે. ઘરમાં રહેલે લક્ષમી પણ કલહમાં નાશ પામી જાય છે. કલેશ-કષાય-કલહથી કુળ-ખાનદાની–વંશ-પરંપરા-ધર્મ તથા ધન બધાને નાશ થાય છે. કલહના ઝગડામાં સપડાયેલ મનુષ્ય હલકી ભાષા વાપરીને હલકા નીચ ગોત્રાદિ કર્મો ઉપાર્જન કરું છું. ઝગડાઓ માં મોટા ભાગે અસભ્ય, અશ્લીલ ગંદી ભાષા વપરાતી હોય છે. સભ્ય સારે વિવેકી ભાષામાં ઝગડો થે અસંભવ જેવું લાગે છે. હસવામાંથી મશ્કરી મજાકમાંથી પણ પ્રગટ થયેલો કંકાસ આગની જેમ બહુ ઝડપથી વધીને ભારે વિનાશ સર્જી દે છે. કલહપ્રિય વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી રહેતું. તે સાચો હોવા છતાં પણ સમાજમાંથી પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે.
કલહવૃત્તિના કારણે ઘણીવાર સ્વાથી વ્યક્તિ ધર્મસ્થાનમાં પણ અવરોધ ઉભા કરે છે. અને પિતાના સ્વભાવના આધારે ધર્મ કાર્યોમાં પણ અંતરાય કરીને ભારે કર્મ બાંધે છે. કલહ હલકા લેકનું પાપ છે. તુચ્છ પાપ છે. નિમ્નશ્રેણિના લેકેનું આચરણ છે. સભ્ય સજજન માણસને શોભે તેવું નથી. કલહ સદ્ગતિનું નાશ કરે છે. મતિને ભ્રષ્ટ કરી નાખે છે. એટલે મતિ બગડવાની સાથે સાથે ગતિ પણ બગડે છે. ગુણેની હાનિ કરીને દેશની વૃદ્ધિ કરનાર કલહ કષાયથી કેને ફાયદો થયે છે? ઉપરથી કલેશ કલહ-કષાય-કે કંકાસથી જિતનારને પણ હાર્યા છે અને હારેલાને પણ જીતેલા જે સરખા જ કરી નાંખે છે. કંઈ જ ફરક નથી પડતો. બન્ને ગુમાવે છે. સનેહ-સંબંધપ્રીતિ-પ્રેમ તૂટી જાય છે. શાસ્ત્રના ઘા તે ઘણીવાર રૂઝાઈ પણ જાય છે. પરંતુ શબ્દોના ઘા એટલા ઉંડા હોય છે કે તે વર્ષો વીતવા છતાં પણ રૂઝાતા નથી.... કલહ ઝગડામાં થયેલી મારા-મારી આદિમાં શરીર ઉપર પડેલા ઘાને વર્ષો સુધી યાદ રહે તેવી નિશાનીઓ રહી જાય છે. પિતાથી ઉત્પન્ન થયેલ એકને એક પુત્ર હોવા છતાં પણ જે તે કલહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org